Paurav Shukla
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Author
Paurav Shukla
Category
Podcast website
Latest episode
Jul 12, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Bhagvat Puran Skandh 10 Adhyay 73 08.08.2021 19:55
જરાસંધના કારાવાસમાંથી છુટેલા રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા અને રાજાઓએ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરી. ત્યારબાદ તેમને યથાયોગ્ય રીતે તૈયાર કરીને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને તેમના રાજ્યમાં મોકલી આપ્યા. ત્યારબાદ ભગવાન અર્જુન અને ભીમ ની સાથે ઇન્દ્રપ્રસ્થ પાછા આવ્યા.
Bhagvat Puran Skandh 10 Adhyay 72 07.08.2021 23:09
રાજા યુધિષ્ઠિર ભગવાન પાસે રાજસૂય યજ્ઞ કરવા માટે સંમતિ માગે છે. ત્યારબાદ તેઓ પોતાના ભાઈઓને દિગ્વિજય કરવા માટે મોકલે છે. એવા સમાચાર મળતા કે જરાસંધ પર હજી સુધી વિજય મળ્યો નથી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ને લઈને જરાસંઘ ની રાજધાની પહોંચે છે, અને યુદ્ધ માટે માંગણી કરે છે. 27 દિવસ સુધી જરાસંધ અને ભીમ ની વચ્ચે દ્વંદ યુદ્ધ થાય છે. ત્યારબાદ 28 માં દિવસે ભીમ ભગવાન પાસે આવે છે, અને જરાસંધને મારવા...
Bhagvat Puran Skandh 10 Adhyay 71 06.08.2021 23:49
જરાસંધના દૂતની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ તેને વચન આપે છે કે તેઓ બંદી રાજાઓને જરાસંધના પ્રકોપમાંથી છોડાવી લે શે. ત્યારબાદ ઉદ્ધવજી ની સલાહ પ્રમાણે ભગવાન તેમની પત્નીઓ અને મોટો રસાલો લઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે, જ્યાં રાજા યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 70 05.08.2021 26:32
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની નિત્ય ચર્યા વિશે સાંભળીશું. આપણે જાણીશું કે ગૃહસ્થએ કેવી રીતે પોતાની દિનચર્યા બનાવવી જોઈએ. ત્યારબાદ આપણે યાદવ સભામાં આવેલા જરાસંધના કેદી રાજાઓના દૂતનું ભાષણ પણ સાંભળીશું .
Bhagvat Puran Skandh 10 Adhyay 69 04.08.2021 22:03
આજના અધ્યાયમાં આપણે દેવર્ષિ નારદજીને જોયેલી ભગવાનની દિનચર્યા વિષે સાંભળીશું. ભગવાનની યોગમાતા અનંત છે અને નારદજીએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 68 03.08.2021 24:33
શ્રીકૃષ્ણના મહાબળશાળી પુત્ર સામ્બે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. આ સાંભળીને કૌરવો ખુબ ગુસ્સે થયા અને છ મહારથીઓએ સાંબનો પીછો કર્યો અને તેની સાથે યુદ્ધ કર્યું. તેઓએ જયારે સામ્બને બંદી બનાવી લીધો ત્યારે બલરામજીના નેજા હેઠળ યાદવો કૌરવોને મળવા માટે હસ્તિનાપુર આવ્યા. બલરામજી કૌરવો પર કેમ કોપાયમાન થયા અને શું કર્યું તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 67 02.08.2021 16:30
પોતાના મિત્ર ભૌમાસુરનો વધ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો છે તે જાણીને દ્વિવિદ નામનો એક મહાશક્તિશાળી વાનર આનર્ત પ્રદશૅમા ઉત્પાત મચાવવા લાગ્યો. એક દિવસ તેણે રૈવતાચલ પર્વત પર વિહાર કરી રહેલા બલરામજીને લલકાર્યા અને તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં બલરામજીએ દ્વિવિદનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેની કથા આજના અધ્યાયમાં સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 66 01.08.2021 25:10
અજ્ઞાનીઓથી ઘેરાયલા રાજા પૌણ્ડ્રકના મનમાં એવું ઠસી ગયું હતું કે તેઓ જ ભગવાન વાસુદેવ છે. જયારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ ને આ સંદેશો મોકલ્યો અને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે તેમની વચ્ચેના યુદ્ધમાં પૌણ્ડ્રક અને તેના અજ્ઞાની મિત્રોનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 65 31.07.2021 18:40
આજના અધ્યાયમાં આપણે બલરામજીની વ્રજ યાત્રા વિષે સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 64 30.07.2021 20:02
આજના અધ્યાયમાં આપણે નૃગ રાજાની કથા સાંભળીશું. તેઓ વિશ્વાસ છે ઈશ્વાકુ ના પુત્ર છે અને અજાણતાંજ બ્રાહ્મણને અન્યાય કરવાથી તેઓ કાચીંડાના રૂપમાં જન્મ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના હાથનો સ્પર્શ થતાંજ તેઓ મનુષ્યરૂપ ધારણ કરે છે અને પોતાની કથા કહે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 63 29.07.2021 25:13
એવી જાણ થતાં કે અનિરુદ્ધને બાણાસુરે નાગપાશમાં બાંધી દીધા છે, શ્રી કૃષ્ણ યાદવ સેનાને લઈને શોણિતપુર જે બાણાસુરની નગરી છે તેના પર આક્રમણ કરી દે છે. આ નગરી નું રક્ષણ ભગવાન શ્રી શંકર ખુદ કરે છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શંકર વચ્ચે મહાયુદ્ધ થાય છે. ત્યારબાદ બાણાસુરના અહમને નષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ બાણાસુરના હજારમાંથી માત્ર ચાર જ હાથ બાકી રહેવા દે છે અને ભગવાન શંકર વિનંતી પ્રમાણે તેને જીવતો છોડી દે...
Bhagvat Puran Skandh 10 Adhyay 62 28.07.2021 20:48
બલિરાજા ના સૌથી મોટા પુત્ર બાણાસુરની પુત્રી ઉષા, સ્વપ્નનાં એક સુંદર પુરૂષને જુએ છે અને તેને મનમાં જ વરી લે છે. તેની મિત્ર ચિત્રલેખા સુંદર ચિત્ર દ્વારા એ પ્રસ્થાપિત કરે છે કે ઉષાએ સ્વપ્નમાં જોયેલ વ્યક્તિ શ્રી કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ છે. યોગમાયા દ્વારા તે અનિરુદ્ધને ઉષાના મહેલમાં લઈ આવે છે અને ત્યાં ઉષા અને અનિરુદ્ધની વચ્ચે પ્રણયફાગ ખીલે છે. બાણાસુરને આની જાણ થતા તે પોતાના સૈનિકોને લઈને અનિરુદ્ધ પર આ...
Bhagvat Puran Skandh 10 Adhyay 61 27.07.2021 19:44
આજના અત્યારે આપણે ભગવાનના સંતાનો અને અનિરુદ્ધ વિવાહ વિશે સાંભળીશું. આપણે બલરામજી સાથે રુક્મિએ કરેલી છળકપટ ની વાત અને બલરામજી દ્વારા રુક્મિના માર્યા જવાની વાત પણ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 2 26.07.2021 22:52
ભગવાનના વ્યંગનો મર્મ સમજી જતા રુક્મણિજી ભગવાને દર્શાવેલા રૂપકની છણાવટ કરે છે. એમની વચ્ચેનો આ સુંદર સંવાદ ગૃહસ્થ જીવનની એક લાક્ષણિકતાને રજૂ કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 1 25.07.2021 22:53
હાસ્ય અને વ્યંગનો ઉપયોગ કરીને ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણીજી માં વધી રહેલા અહમને ઓછો કરવા માટે જણાવે છે કે શું એમની વચ્ચે નું મિલન યોગ્ય છે? આ સાંભળીને રુક્મિણીજી ઉદાસ અને ત્રાહિત થઈ જાય છે. આ જોઈને ભગવાન રુક્મિણીજીને સંભાળી લે છે અને તેમને પોતાના પ્રેમનું વચન આપે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 59 24.07.2021 27:24
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના દ્વારા ભૌમાસુર નો ઉદ્ધાર કેવી રીતે થયો, અને ભગવાને સોળ હજાર રાજકુમારીઓને પોતાની પત્ની બનાવી, તેના વિશે જાણીશું. ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામાની વિનંતીથી, કલ્પવૃક્ષ, સ્વર્ગમાંથી દ્વારિકાના બગીચામાં સ્થાપિત કર્યું તેના વિશે પણ જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 58 23.07.2021 23:18
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના બીજા લગ્નની વાત સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 57 22.07.2021 23:07
જ્યારે પાંડવો નું લાક્ષાગૃહમાં મૃત્યુ થયું છે તેવા સમાચાર સાંભળ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના હસ્તિનાપુર ગયા છે, ખરખરો કરવા માટે. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં ન હોવાથી શતધન્વા જે એક પાપી પુરુષ છે, તે કૃતવર્મા અને અક્રૂરજી ના ચઢાવવાથી, સત્રાજીત નો વધ કરે છે અને સ્યમંતક મણિ છીનવી લે છે. સત્યભામા હસ્તિનાપુર જઈને શ્રીકૃષ્ણને આ વાતની જાણ કરે છે. શ્રીકૃષ્ણ શતધન્વાનો વધ કરે છે અને ત્યાર બાદ...
Bhagvat Puran Skandh 10 Adhyay 56 21.07.2021 23:37
આજના અધ્યાયમાં આપણે સ્યમંતક મણિ અને ભગવાન શ્રીકૃષ્ણનું જાંબુવાન સાથે યુદ્ધ તથા જાંબુવતી અને સત્યભામા સાથે શ્રીકૃષ્ણના વિવાહની વાત કરીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 55 20.07.2021 21:44
શંકર ભગવાનના પ્રકોપથી ભસ્મ થયેલા કામદેવ, શ્રી કૃષ્ણ દ્વારા રુકમણીજીના બાળક થઈને ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. તેઓ દસ દિવસના હતા તે પહેલાં જ શમ્બરાસુર નામના એક અસૂરે તેમનું સૂતિકાગૃહમાંથી અપહરણ કર્યું અને દરિયામાં નાખી દીધા. વિધિના વિધાને પ્રદ્યુમ્નને પાછા શમ્બરાસુરના મહેલમાં જ લાવી દીધા અને ત્યાં પ્રદ્યુમ્નએ તે અસુરનો વધ કર્યો, રતી સાથે વિવાહ કરયા અને દ્વારિકા પાછા આવ્યા.&n...
Bhagvat Puran Skandh 10 Adhyay 54 19.07.2021 27:59
રુક્મિણીનાં હરણની વાત સાંભળતા અને તેને પ્રત્યક્ષ જોતા રાજાઓ ખૂબ ગુસ્સે થઈને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે દોડ્યા. શ્રી કૃષ્ણ અને યાદવ સેનાએ તે બધા ને હરાવી દીધા. શિશુપાલને જરાસંધ એ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો કે આ કાળ નો નિયમ છે. ક્યારેક જીત થાય છે અને ક્યારેક હારી જવાય છે. રુકમણીજીના ભાઈ રુક્મિએ ભગવાન શ્રીકૃષ્ણને લલકાર્યા અને યુદ્ધમાં ભગવાને તેના કેશ અને દાઢી મુછ કાપીને કુરૂપ કરી નાખ્યો. ત્યારબાદ...
Bhagvat Puran Skandh 10 Adhyay 53 18.07.2021 24:18
રુક્મિણીનો સંદેશ મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથ પર બ્રાહ્મણ દેવતા સાથે સવાર થઈને એક જ રાત્રિમાં વિદર્ભપ્રદેશ પહોંચી ગયા. તેમની પાછળ બલરામજી પણ યાદવ સેનાને લઈને ત્યાં પહોંચ્યા. જ્યારે રુક્મિણીજી ગિરિજા મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે શ્રીકૃષ્ણએ તેમનું હરણ કરી લીધું.
Bhagvat Puran Skandh 10 Adhyay 52 17.07.2021 22:57
રાજા મુચુકુન્દ પર અનુગ્રહ કરીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પાછા પહોંચ્યા અને કાલયવનની સેનાનો સંહાર કર્યો. ત્યારબાદ જ્યારે તેઓ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જરાસંધએ ૧૮મી વાર તેમની પર આક્રમણ કર્યું. શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી છુટ્યા અને દ્વારિકા પહોંચ્યા. થોડા દિવસોમાં ભીષ્મકનંદિની રુક્મિણીજીએ બ્રાહ્મણ દેવતા દ્વારા શ્રીકૃષ્ણને પોતાનો સંદેશો મોકલ્યો. રુક્મિણીજીએ કહ્યું કે મેં તમને મન થી જ પતિ માની લ...
Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 2 16.07.2021 20:50
ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા મુચુકુન્દ વચ્ચેનો સંવાદ આજે આપણે સાંભળીશું. રાજા મુચુકુન્દએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ માણીશું. ભગવાન શ્રી કૃષ્ણ રાજા મુચુકુન્દને આદેશ આપે છે કે હવે તમે તપસ્યા કરીને તમારા તમામ પાપોને ધોઈ નાખો. ત્યારબાદ આવતા જન્મમાં તમે બ્રાહ્મણ બનશો અને પછી મને પ્રાપ્ત કરી લેશો.
Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 1 15.07.2021 19:07
દ્વારિકા પુરી નું નિર્માણ કર્યા બાદ ભગવાન બધા યાદવોને પોતાની યોગશક્તિથી દ્વારિકા પહોંચાડી દે છે. ત્યારબાદ કોઈપણ અસ્ત્રશસ્ત્ર લીધા વિના તેઓ કાલયવનની સાથે યુદ્ધ કરવા માટે મથુરા ની બહાર નીકળી આવે છે. જ્યારે કાલયવન યુદ્ધ કરવા માટે તેમની તરફ દોડે છે, ત્યારે ભગવાન પોતે રણછોડ બનીને યુદ્ધભૂમિમાં થી ભાગી નીકળે છે અને પર્વતની એક ગુફામાં જઈને સંતાઈ જાય છે. કાલયવન જ્યારે એ ગુફામાં પ્રવેશે છે ત્યારે ત્યાં એક સ...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.