gujaratimidday

Hoon, Baavo Ane Mangaldas

News GU ↓ Episoade: 27

રોજબરોજની ભાગદોડ, લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને સામાન્ય માણસના જીવનને સ્પર્શતા તમામ સમાચારોની અનોખી જુગલબંધી! હું, બાવો અને મંગળદાસ પોડકાસ્ટમાં મેળવોદેશ-દુનિયાની હલચલ, પ્રવાહો અને વાયરલ સમાચારોનું એકદમ સરળ અને મસાલેદાર વિશ્લેષણ. સામાન્ય માણસના દ્રષ્ટિકોણથી રજૂ થતો આ એક એવો શો છે, જે તમને દરેકમહત્વની વાતથી અપ-ટુ-ડેટ રાખશે અને સાથે જ મનોરંજન પણ પૂરું પાડશે.

Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: www.gujaratimidday.com

Autor

gujaratimidday

Categorie

News

Site-ul podcastului

www.gujaratimidday.com

Cel mai nou episod

20 nov. 2026

Unde asculți?

Podcasturi în aplicație Replaio Radio În curând

Podcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor

Descarcă din Google Play Instalează gratuit Android 10 mil.+ descărcări · nota 4,7+ iOS în curând

Episoade

રૉયલ કપલની મુંબઈ મુલાકાત અને GTA 6નો ક્રેઝ: Earthshot Prizeથી લઈને ગેમિંગની દુનિયા સુધી! 20.11.2026

બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કૅટ મિડલટનની દસ વર્ષ પછીની ભારત મુલાકાત લીધી હતી અને મુંબઈમાં યોજાયેલા Earthshot Prize 2026 એ પણ બધાનું ધ્યાન ખેંચ્યું. આ સાથે જ GTA 6ના ઐતિહાસિક લૉન્ચ, લૂસિયા અને જેસનની કહાણી, વાઇસ સિટીની દુનિયામાં વાપસી, ગેમિંગ ફીચર્સ અને દુનિયાભરના ગેમર્સમાં છવાયેલા તેના ક્રેઝની.

રામાયણ: રામાનંદ સાગરના ક્લાસિક યુગથી લઈને રણબીર કપૂરની નવી સિનેમેટિક સફર સુધી! 13.11.2026

દાયકાઓ જૂની રામાનંદ સાગરની `રામાયણ`ની યાદોથી લઈને આજના હાઈ-ટેક વીએફએક્સ (VFX) અને રણબીર કપૂર-યશ અભિનીત નવી ફિલ્મ સુધીની સફર. જાણો રામાયણનો ઐતિહાસિક વારસો, તેના વિવિધ સંસ્કરણો અને જીવનના શાશ્વત મૂલ્યો વિશે આ ખાસ પોડકાસ્ટમાં.

દિવાળી: નવી વસ્તુઓની ખરીદી, મોંઘવારી, ફટાકડા અને રીતરિવાજની ચર્ચા 06.11.2026

દિવાળીની ખરીદીનો ઉત્સાહ હોય કે વધતી મોંઘવારી વચ્ચે બજેટ સાચવવાની મથામણ, દરેક ગુજરાતી પરિવાર માટે દિવાળી અનેક રીતે ખાસ હોય છે. `હું બાવો ને મંગળદાસ`ના આ એપિસોડમાં ખરીદીના આયોજનથી લઈને નાના વેપારીઓ માટે દિવાળીનું મહત્ત્વ, ફટાકડા અને વધતા પ્રદૂષણ અંગેના વિચારો તથા ધનતેરસ, કાળી ચૌદસ અને લાભપાંચમ જેવા પર્વ સાથે જોડાયેલી પરંપરાઓ વિશે રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. તો માણો દિવાળીના ઉત્સાહ, આનંદ અને પરંપરાઓ...

દિવાળીની તૈયારીઓનો ધમધમાટ: સાફસફાઈથી ખરીદી, પરંપરાગત મીઠાઈ-ફરસાણ અને બેસતા વર્ષની યાદો 30.10.2026

દિવાળીની તૈયારીઓ એટલે માત્ર ઘરની સાફસફાઈ અને ખરીદી જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી મીઠી યાદો, પરંપરાઓ અને સ્વાદિષ્ટ વાનગીઓનો પણ અનોખો ઉત્સવ! `હું બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં માણો દિવાળીની સાફસફાઈના રસપ્રદ કિસ્સાઓ, ઘૂઘરા, ચકરી, મઠિયાં-ચોળાફળી જેવાં પરંપરાગત ફરસાણનો સ્વાદ, બેસતા વર્ષની યાદો અને દિવાળીના આગમન સાથે છવાઈ જતાં ઉમંગ-ઉત્સાહનાં ગપ્પાં!

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ અને માર્કો રુબિયોની ભારત મુલાકાત હું બાવો અને મંગળદાસ 23.10.2026

હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં મુંબઈમાં ટાઈગર શ્રૉફની કાર પર ફાયરિંગ અને લૉરેન્સ બિશ્નોઈ ગ્રુપની ધમકી પાછળના ૧૯૯૮ના કાળિયાર વિવાદના કનેક્શન પર ખાસ ચર્ચા કરવામાં આવી છે. સાથે જ, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની ભારત મુલાકાત પાછળની ખાસ રણનીતિ અને બંને દેશો વચ્ચેના મહત્ત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઇ છે.

પરંપરાગત ગરબા, લોકગીતો અને બદલાતી સંસ્કૃતિ 16.10.2026

આ પૉડકાસ્ટમાં નવરાત્રિના બદલાતા સ્વરૂપ અને મુંબઈ તથા અમદાવાદના ગરબા કલ્ચર વચ્ચેના તફાવતની ચર્ચા કરવામાં આવી છે. પરંપરાગત શેરી ગરબા, જૂનાં લોકગીતો, જય આધ્યાશક્તિ, વિશ્વંભરી સ્તુતિ, થાળી ગરબા અને અડાલજની વાવના અગ્નિ ગરબા જેવા વારસાની સાથે ગરબાના વધતા વ્યાપારીકરણ, મોંઘા પાસ, વીઆઈપી એન્ટ્રી અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ચર્ચા યાદ અપાવે છે કે નવરાત્રિ માત્ર ફૅશન કે ડાન્સ...

આંદોલન, આક્રોશ અને અવાજ: ક્યારે વિરોધ બને છે માત્ર હોબાળો? 09.10.2026

શું દરેક આંદોલન પોતાના હેતુ સુધી પહોંચે છે? શું દરેક વિરોધથી અપેક્ષિત પરિવર્તન આવે છે? અને કોઈ આંદોલન પોતાની મૂળ માગણીઓ પૂરી કરાવવામાં સફળ ન થાય તો શું એ નિષ્ફળ ગણાય? ચર્ચા દરમિયાન આવા અનેક સવાલો ઊભા થયા. કોઈ એક નિષ્કર્ષ પર પહોંચવાને બદલે એ સમજવાનો પ્રયાસ થયો કે વિરોધ પાછળનાં કારણો, તેની રીતો અને તેનાં પરિણામો હંમેશાં એકસરખાં નથી હોતાં. દરેક વિરોધ પોતાની માગણી પૂરી કરાવી શકે એવું પણ નથી.

ઓજસ રાવલ સાથે અઢળક વાતોનો દોર એટલે કળા, આસ્થા, રમૂજ, લેખન, ભાષા અને સંગીત પણ... 02.10.2026

હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં અભિનેતા ઓજસ રાવલ મહેમાન બન્યા. એક એવા મહેમાન જેમની સાથે વાતો અખૂટ હોય. તેમની કવિતાઓ સાંભળીને સિગારેટ છોડનારી છોકરીઓની વાતો તો એ ક્યારે પરણશે તેની પણ વાતો અને પછી હેમંત કુમારના અવાજમાં એમણે ગાયેલું ગીત... ઓજસ રાવલ એટલે નવ રસનો ચાર ગણો ગુણાકાર એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર્સ, પીઆર અને પત્રકારત્વ વચ્ચેની ભેદરેખાઓ ધુંધળી 25.09.2026

એક વખત હતો જ્યારે અભિનેતાઓને સંપર્ક કરવો સરળ હતો, આજે પ્રેસ કોન્ફરન્સને નામે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે. કોન્ટેન્ટ ક્રિએટર્સ એક્ટિંગ કરે છે અને એક્ટર્સ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે. આ સંજોગોમાં સારું કોન્ટેન્ટ કોને કહી શકાય અને શું ઘણીવાર અલ્ગોરિધમ યુઝર્સને કન્ફ્યુઝ કરી દે એવું પણ થઇ શકે?

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ એટલે જોશ, ભક્તિ, ઉજવણી પણ સાથે કેટલુંક ખૂંચે એવું પણ... 18.09.2026

હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં ગણેશોત્સવ સાથે જોડાયાલી યાદો, ઉત્સાહ અને ઉમંગની વાતો તો ખરી પણ સાથે શું બાબતો છે જે આ ઉત્સવની ગરિમાને ઝાંખી પાડે છે. ભક્તિનો વિરોધ નથી પણ ભક્તિ જ્યારે શક્તિ પ્રદર્શન બને ત્યારે કઠે. એટલું જ નહીં બાઈકર છોકરીને માત્ર ઇગોને પગલે ટક્કર મારવા પાછળ પિતૃસત્તાક માનસિકતાની બદબો આવે છેની ચર્ચા પણ.

આશા ભોસલે: એક અવાજ જે ક્યારેય કોઈ ચોકઠામાં બંધાયો નહીં 11.09.2026

અંગત જીવનના પડકારો વચ્ચે પણ પોતાની શરતો પર જીવતાં અને ગાતાં રહેલાં આશા ભોસલે કેવી રીતે બન્યાં મુક્તિ, મસ્તી અને બિન્દાસપણાનો અવાજ? O. P. નૈયરથી ‘ઉમરાવ જાન’ સુધીની તેમની સંગીતયાત્રાની વાત. અને સાથે એ પણ વાત કે એફિલ ટાવર પર જે થયું તે કેટલું યોગ્ય?

માખણચોરથી યોગેશ્વર સુધીઃ આપણા જીવન, કળા અને સંસ્કૃતિમાં કૃષ્ણ ક્યાં-ક્યાં વસે છે? 04.09.2026

હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં જન્માષ્ટમી વિશેષ સંવાદ વ્યક્તિગત કૃષ્ણ-કનેક્શનથી લઈને મહાભારતના પ્રસંગો, સમાજસેવા, કળા, કવિતા, સંગીત અને નૃત્ય સુધી કૃષ્ણના અનેક સ્વરૂપોની વાત.

ખાંડ મોંઘી અને ભાષા પર બબાલઃ શું આ બધું ચૂંટણીનું રાજકારણ છે? 28.08.2026

એક તરફ ખાંડના ભાવમાં અચાનક વધારો અને ડિલિવરી ઍપ્સ પર રૅશનિંગ, તો બીજી તરફ મુંબઈમાં રિક્ષા ડ્રાઇવરો સાથે જોડાયેલો ભાષાનો વિવાદ. શું રોજિંદી લાગતી આ બંને સમસ્યાઓ પાછળ ચૂંટણીલક્ષી રાજકારણ કામ કરી રહ્યું છે? જાણો ‘હું બાવો અને મંગળદાસ’ના આ એપિસોડમાં.

ગુજરાતી ભાષા ક્યારેય નહીં મરે, પણ એને જીવંત રાખવા આપણે શું કરવું પડશે? 21.08.2026

વિશ્વ માતૃભાષા દિવસ આપણને માત્ર આપણી ભાષાની ઉજવણી કરવાનો નહીં, પરંતુ ભાષા સાથેના આપણા સંબંધને તપાસવાનો પણ અવસર આપે છે. ગુજરાતી ભાષાનું ભવિષ્ય શું છે? શું અંગ્રેજી અને હિન્દીના વધતા પ્રભાવ વચ્ચે ગુજરાતી ધીમે-ધીમે ઓછી થતી જશે કે પછી એ પોતાની રીતે ચિરકાળ સુધી જીવંત રહેશે?

આઝાદીના ઓછા જાણીતા અધ્યાયો: રસપ્રદ ટ્રિવિયા અને ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓ 14.08.2026

ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા કેમ નથી? હોકી ખરેખર રાષ્ટ્રીય રમત છે? ભારત–પાકિસ્તાનની સરહદ સ્વતંત્રતા પછી કેમ જાહેર થઈ? આ વિશેષ પોડકાસ્ટમાં જાણીએ આઝાદી વિશેની રસપ્રદ હકીકતો, સ્વદેશી અને અસહકાર આંદોલનનો સાચો અર્થ તથા ઓછા જાણીતા ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓની પ્રેરણાદાયક ગાથાઓ.

કલ્ટ ક્લાસિકથી હોરર અને રોમકોમ સુધી: સ્ટોરી ટેલિંગ, ટ્રેન્ડ્ઝ અને મનગમતા કોન્ટેન્ટની વાતો 07.08.2026

આ એપિસોડમાં અમે અમારા watchlistની વાત કરીએ છીએ, કલ્ટ ક્લાસિક, હોરર અને રોમકોમથી લઈને Off Campus, Cape Fear જેવા શોઝની ચર્ચા ,સાથે ગુજરાતી અને હિન્દી ફિલ્મો પણ. આપણને અમુક પ્રકારની ફિલ્મો અને વાર્તાઓ કેમ ગમે છે? જૂની classics આજે પણ કેમ અસર કરે છે? અને trend બદલાયા છતાં સારું storytelling કેમ ક્યારેય જૂનું નથી થતું?

ક્રિકેટથી આગળ વધી રહ્યું છે ભારત, શું આપણે બનીશું સ્પોર્ટ્સ સુપરપાવર? 31.07.2026

ભારતની રમતગમતની ઓળખ હવે માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી. ચેસ, ઍથ્લેટિક્સ, બૅડ્મિન્ટન, હૉકી, ફુટબૉલ અને કબડ્ડી જેવી રમતોને નવી ઓળખ મળી રહી છે. પરંતુ નબળું ગ્રાસરૂટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અસમાન ફન્ડિંગ, ફેડરેશનનું રાજકારણ અને ઑનલાઇન બેટિંગનું વધતું જોખમ—શું ભારતને સાચું સ્પોર્ટ્સ સુપરપાવર બનતાં રોકી શકે છે?

ધી ઑડિસી, યુવા આંદોલનનો માહોલ અને નિષ્કર્ષ પર ન પહોંચતી ઘટનાઓ 24.07.2026

છેલ્લા કેટલાક વખતથી બે જ બાબતો ચર્ચામાં છે, એક છે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ધી ઑડિસી અને બીજું છે કોકરોચ જનતા પાર્ટીએ છેડેલું આંદોલન. છેલ્લા દસ દિવસમાં આ બે બાબતોની ચર્ચાઓએ એટલું જોર પકડ્યું છે જેટલું મુંબઈના વરસાદે મહિનાની શરૂઆતમાં પકડ્યું હતું.

બહાર ખાણી-પીણીને મામલે કેટલી તકેદારી અનિવાર્ય? 17.07.2026

મુંબઈના આકોનિક આઇસક્રીમ કે. રુસ્તમ એન્ડ કું. પર દરોડા પડ્યા અને જોવા મળ્યા ઊંદરડા અને અપાર ગંદકી. આવામાં સવાલ થાય કે જે ખાઈએ છીએ તેમાં ચોખ્ખાઈ અને સ્વાસ્થ્યનો પ્રશ્ન દર વખતે મનમાં આવે તેવું ક્યાં સુધી ચાલશે? કેટલું સહેલું કે અઘરું હોય છે ઇટરીઝમાં ચોખ્ખાઇ અને ગુણવત્તા સાચવવાનું કામ? કસ્ટમર તરીકે આપણે સાવચેતી રાખીએ આપણી જવાબદારી છે પણ પીરસનારાઓ આ જવાબદારી કેટલી હદે રાખતા હોય છે.

ચોમાસું આવે એટલે ભગવાન લોકોની વચ્ચે કેમ આવે છે? રથયાત્રાથી જન્માષ્ટમી સુધીની રસપ્રદ પરંપરાઓ 07.07.2026

રથયાત્રા, પંઢરપુરની વારી, શ્રાવણના હિંડોળા અને જન્માષ્ટમી... શું આ બધા તહેવારો માત્ર સંયોગ છે કે તેની પાછળ હજારો વર્ષ જૂનું વિજ્ઞાન, કૃષિ અને સંસ્કૃતિનું રહસ્ય છુપાયેલું છે? તેની સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ, અંગત પસંદગીઓ અને લોકોની લાગણીઓને છલકાવતા ચોમાસુ તહેવારો.

લોકોનો સ્ટ્રેસ આક્રોશમાં ફેરવાઇ રહ્યો છે? ગુનાઓની સંખ્યામાં વધારો કેમ? 03.07.2026

સિયાએ જ્યાંથી કેતનને ધક્કો માર્યો હતો એ સ્પોટ જોવા માટે મુલાકાતીઓનાં ટોળાં જામે છે. લોકો વાત કરવાને બદલે હિંસક થવાનું પસંદ કરી રહ્યાં છે. માનવીય સંવાદ ઘટી જવાથી સંવેદનાઓનો છેદ ઉડી રહ્યો છે? ચિંતા, ડર, વ્યથાનો માહોલ કેમ એ સવાલના જવાબો મળવા સરળ નથી પણ છતાં ય આ એપિસોડમાં આ મનોસ્થિતિને ઉકેલવાનો એક પ્રયાસ કરાયો છે.

અલ નિનો અને લા નિનાની અસરો, મુંબઈનો વરસાદ, યાદો, ગીતો અને હાલાકી 26.06.2026

વરસાદ પડ એટલે ગરમીમાં શેકાતી ધરતીએ શ્વાસ લીધો એમ લાગે, આ એપિસોડમાં હું, બાવો અને મંગળદાસ મળીને વાત કરીએ છીએ આપણા પર્યાવરણની, આપણી કવિતાઓની અને આપણો પોતાનો વરસાદ કેવો હોય છે તે અંગે. થોડા ગીતો, ઢગલો હાલાકી અને કેટલીક કવિતાઓ છે આ એપિસોડનો આસ્વાદ.

370 રૂપિયાની બિરયાની, સ્ત્રી સન્માન અને નીટની પરીક્ષા સામે ટેલિગ્રામ બાનનું શસ્ત્ર 19.06.2026

સ્ત્રી સન્માનની વાત કોઈ કરે અને જો તમને એમ લાગતું હોય કે આ બધું તો અમસ્તું જ ચર્ચાય છે તો આ વાત તમારે ચોક્કસ સાંભળવી જોઇએ. સ્ત્રી કોઈ રોકાણ સામેનું વળતર નથી. હું બાવો અને મંગળદાસનો આ એપિસોડ તમને જણાવશે કે એક પુરુષને કેટલું સમજાય છે સ્ત્રીને સલામતી આપવાનું અને સ્ત્રીઓને કેમ રોજ ક્યાંક ડર રાખીને જીવવું પડે છે?

Pride Month: LGBTQIA+ સાંભળીને ગુંચવાતા હો તો આ ચોક્કસ સાંભળો 12.06.2026

LGBTQIA+ એવું વાંચીને જો તમારા નાકનું ટીચકું ચડી જતું હોય, જો તમને એમ લાગતું હોય કે સજાતીયતા તો પશ્ચિમી વિચાર છે અને સજાતીયતાને જાતિ સાથે કંઇ લેવાદેવા છે તો ચોક્કસ સાંભળો હું બાવો અને મંગળદાસનો આ એપિસોડ. ચિરંતના ભટ્ટ, વિનય અરોટે અને મીત પંચાલ કરે છે કેટલીક સ્ફોટક વાતો.

પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત 05.06.2026

મોંઘું બળતણ, ખાલી નળ અને અસહ્ય ગરમી! ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા ચર્ચા કરશે કે કેવી રીતે આર્થિક અને પર્યાવરણીય કટોકટી સામાન્ય માણસનાં ખિસ્સા અને માનસિક શાંતિને વેરવિખેર કરી રહી છે.

Ascultă podcastul Hoon, Baavo Ane Mangaldas în Replaio

Radio și podcasturi într-o singură aplicație - gratuit și fără înregistrare. Instaleaz-o azi și nu rata lansarea

Descarcă din Google Play

Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice