Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Religion GU ↓ 486 episodes

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Author

Paurav Shukla

Category

Religion

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 1 27.09.2021

આજના અધ્યાયમાં આપણે તત્વોની સંખ્યા વિષે ઋષિઓમાં થયેલો મતભેદ અને તેના વિષે ભગવાન શ્રીકૃષ્ણનો મત પણ જાણીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 2 26.09.2021

આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ અને તેના રહસ્ય વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું. 

Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 1 25.09.2021

આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું. 

Bhagvat Puran Skandh 11 Adhyay 20 24.09.2021

ભગવાને જ્યારે કહ્યું કે ગુણદોષો પર દ્રષ્ટિ ન જવી એ જ સૌથી મોટો ગુણ છે, તે સંબંધમાં ઉદ્ધવજી વધારે વિશ્લેષણની વિનંતી કરે છે. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનયોગ, કર્મયોગ, અને ભક્તિયોગ વિશેની ખુબ સુંદર છણાવટ કરે છે, અને ઉદ્ધવજીને જણાવે છે કે કયા પ્રકારની વ્યક્તિ કયા યોગમાં સ્થાપિત થાય છે અને કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 19 23.09.2021

ઉદ્ધવજી ના પ્રશ્નો ના જવાબ માં ભગવાન શ્રી કૃષ્ણ તેમને જ્ઞાન, ભક્તિ, અને યમ નિયમ વગેરે સાધનોનું વર્ણન કરે છે, તે સુંદર વર્ણન આજના અધ્યાયમાં આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 18 22.09.2021

વર્ણાશ્રમ ધર્મના નિરૂપણને આગળ વધારતા આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસ આશ્રમ વિષયની છણાવટ સાંભળીશું. દરેક વર્ણાશ્રમ ભગવદ પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેના વિશેનું અદભુત જ્ઞાન આજે આપણને મળશે.

Bhagvat Puran Skandh 11 Adhyay 17 21.09.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણે કરેલું વર્ણાશ્રમ ધર્મ નું નિરૂપણ સાંભળીશું. ખાસ કરી આપણે બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વિશેની છણાવટ સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 16 20.09.2021

જેમ ભગવત ગીતામાં ભગવાને અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું, તે જ રીતે ભગવાન ઉદ્ધવજીને આ અધ્યાયમાં પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 15 19.09.2021

ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે જ્યારે સાધક પોતાનું ચિત  ભગવાન તરફ વળે છે ત્યારે અનેક સિધ્ધિઓ તેની સમક્ષ ઉપસ્થિતઃ થઈ જાય છે. આ ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ, તેમના લક્ષણ, અને તેમની પ્રાપ્તિ કઈ રીતે થાય છે એના વિશે ભગવાન આ અધ્યાયમાં ઉદ્ધવજીને જણાવે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 14 18.09.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને સમજાવેલ ભક્તિયોગ નો મહિમા અને ભગવાનનું ધ્યાન કેમ કરવું તેની વિધિ નું વર્ણન સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 13 17.09.2021

સનકાદિ ઋષિઓએ પોતાના પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે કે ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઇ અને એમાં ઘૂસી જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે ભવસાગર પાર કરવા પણ ઇચ્છે છે તો આ જે દ્વિધાથી પાર ઉતરવાનો કયો ઉપાય છે. ભગવાન બ્રહ્માજી પાસે આનો જવાબ નથી અને ત્યારે બ્રહ્માજી ની સામે હંસરૂપે પ્રગટ થઈને શ્રી હરિ તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે. 

Bhagvat Puran Skandh 11 Adhyay 12 16.09.2021

આ અધ્યાયમાં આપણે સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મ ત્યાગની વિધિ વિષે સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 11 15.09.2021

આ અધ્યાયમાં આપણે બદ્ધ અને મુક્ત મનુષ્યના લક્ષણ વિષે સાંભળીશું. આપણે ભગવાનનો ભક્ત કેવો હોય તેના વિષે પણ જાણીશું. 

Bhagvat Puran Skandh 11 Adhyay 10 14.09.2021

આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ લૌકિક અને પારલૌકિક ભોગનું નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આ લોક ની જેમ પરલોક પણ દોષ યુક્ત છે. કારણકે, ત્યાં પણ જ્યારે પુણ્યની સમાપ્તિ થાય છે ત્યારે મનુષ્ય ને પાછો હાંકી કાઢવામાં આવે છે. અને એટલા માટે આત્મા ની સત્તાને સમજવાની જરૂર છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 9 13.09.2021

અવધૂત દત્તાત્રેય ટીટોડી થી માંડીને ભમરી સુધી સાત ગુરુની  કથા આ અધ્યાયમાં બહુ સુંદર રીતે વર્ણવે છે. ખાસ કરીને તેઓ વૈરાગ્ય વિષયનું જ્ઞાન પોતાના દેહમાંથી કેવી રીતે મળે છે તેના વિશે પણ જણાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સમગ્ર આસક્તિઓનો પરિત્યાગ કરી ને સમદર્શી થઈ જવાની આજ્ઞા આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 8 12.09.2021

અવધૂત દત્તાત્રેયજી અજગર થી માંડીને પિંગળા સુધીના નાવ ગુરુઓની કથા સંભળાવી ને યદુરાજને તેમનો મર્મ  સમજાવે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 7 Part 2 11.09.2021

આજના અધ્યાયમાં આપણે યદુરાજ અને અવધૂત દત્તાત્રેય વચ્ચેનો સંવાદ સાંભળવો છે. એમના દ્વારા આપણે તેમને જુદા-જુદા ગુરુઓ પાસેથી કેવી સમજણ મેળવી છે એના વિશેની વાત જાણીશું. આ ઉપરાંત આપણે કબૂતરોની બહુ સુંદર એન્ડ મર્મથી ભરપૂર કથા સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 7 Part 1 10.09.2021

જ્યારે ઉદ્ધવજી ભગવાનને નહીં જવાની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન તેમને ખુબ સુંદર એવો ત્યાગ અને સંન્યાસ નો ઉપદેશ આપે છે. આ ઉપદેશને ઉદ્ધવજી ભગવાન પાસે સરળ શબ્દોમાં જણાવવાની માંગણી કરે છે. જેના જવાબમાં ભગવાન કલ્યાણમાર્ગનો ઉપદેશ આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 6 09.09.2021

બ્રહ્માજી સાથે બીજા દેવતાઓ આવી અને ભગવાનને હવે વૈકુંઠધામ પધારવા માટે વિનંતી કરે છે. ભગવાન તેમને જણાવે છે કે એકવાર યાદવ વંશનો અંત આવી જાય ત્યાર પછી તેઓ પાછા પધારશે. યાદવો પાસેથી ભગવાનની સાથે પ્રભાસ ક્ષેત્રમાં જવાની વાત સાંભળીને ઉદ્ધવજી મર્મની વાત સમજી જાય છે અને ભગવાન પાસે આવીને પ્રાર્થના કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 5 08.09.2021

નીમીરાજા નો પ્રશ્ન કે ભક્તિ હીન મનુષ્ય ની ગતિ કેવી થાય છે, તેના વિશે આઠમા યોગીશ્વર શ્રી ચમસજી ખુબ સુંદર વાત કરે છે. ત્યારબાદ ની રાજા પૂછે છે કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી. તેના જવાબમાં નાવમાં યોગીશ્વર શ્રી કરભાનજી ખુબ સુંદર રીતે દરેક યુગમાં ભગવાનની ભક્તિ કઈ રીતે થાય તેની છણાવટ કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 4 07.09.2021

નીમીરાજાના પ્રશ્નના જવાબમાં  યોગીશ્વર શ્રી દ્રુમિલજી  આજના અધ્યાયમાં આપણને ભગવાન ના જુદા જુદા અવતારોનું વર્ણન સંક્ષેપમાં સંભળાવી રહ્યા છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 3 Part 2 06.09.2021

નીમીરાજાએ પ્રશ્ન કર્યો છે કે ભગવાનનું બ્રહ્મસ્વરૂપ શું છે અને કર્મયોગ દ્વારા ભગવાન એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના જવાબમાં યોગીશ્વર શ્રી પિપ્પલાયનજી અને આવીહોત્રજીએ બહુ સુંદર રીતે આપણને ભગવાનનું બ્રહ્મસ્વરૂપ અને કર્મયોગની છણાવટ કરી છે. 

Bhagvat Puran Skandh 11 Adhyay 3 Part 1 05.09.2021

આજના અધ્યાયમાં આપણે નિમિરાજા એ કરેલો પ્રશ્ન કે માયાનું સ્વરૂપ શું છે અને માયાથી પાર કેવી રીતે ઉતારી શકાય તેનો જવાબ યોગીશ્વર શ્રી અંતરીક્ષજી અને શ્રી પ્રબુદ્ધજીની વાણીમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 2 Part 2 04.09.2021

રાજા નીમી યોગીશ્વરો ને પ્રશ્ન કરે છે કે ભગવત ભક્તિનું સરળ સાધન કયું છે અને ભગવદ ભક્ત ને ઓળખવો કઇ રીતે. તેના વિશે યોગીશ્વરો ખૂબ જ સુંદર સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 2 Part 1 03.09.2021

ભગવાન શ્રીકૃષ્ણની હાજરી હોવાથી દેવર્ષિ નારદજી વારંવાર દ્વારકા પધારે છે. એવા એક સમયે વસુદેવજી તેમને ભાગવત જ્ઞાન વિશે પ્રશ્ન કરે છે. તેના જવાબમાં નારદજી તેમને નીમી રાજા અને યોગીશ્વરો વચ્ચેના સંવાદની વાત કરે છે.

Listen to the Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.