Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Religion GU ↓ 486 episodes

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Author

Paurav Shukla

Category

Religion

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

Bhagvat Puran Skandh 8 Adhyay 3 05.04.2021

ગ્રાહના સંકજામાં ફસાયેલો ગજેન્દ્ર શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. જ્યારે આ સ્તુતિ સાંભળીને બીજા દેવતાઓ તેની મદદે આવતા નથી ત્યારે શ્રી હરિ ખુદ ગજેન્દ્રની મદદે આવી જાય છે. એમને પ્રગટ થયેલા જોઈને ગજેન્દ્ર હર્ષિત થઈ જાય છે અને સરોવરમાંથી પોતાની સૂંઢ નો ઉપયોગ કરીને એક કમળ ભગવાનને અર્પિત કરે છે. ત્યારબાદ તેની પર પ્રસન્ન થયેલા ભગવાન, ગ્રાહ અને ગજેન્દ્ર બેયને જળમાંથી બહાર ખેંચી લાવી અને સુદર્શન ચક્ર દ...

Bhagvat Puran Skandh 8 Adhyay 2 04.04.2021

શુકદેવજી આ ક્ષીરસમુદ્રમાં આવેલા ત્રિકૂટ નામના સર્વ સમૃદ્ધિ યુક્ત શ્રેષ્ઠ પર્વત અને તેના પર રહેતાં પશુ-પક્ષીઓ અને ત્યાં વસેલા દેવોના ગણ વિશેની પણ વાત કરે છે. ત્યાંના જંગલોમાં ગજેન્દ્ર પોતાના હાથીઓના ગણ સાથે મુક્ત વિચારી રહ્યો છે. અને તરસ લાગતા જ્યારે તે સરોવરમાં જઈને આનંદ કરી રહ્યો છે ત્યારે ગ્રાહ તેના પગને પોતાના જડબામાં પકડી લે છે. ગજેન્દ્ર તો એમાંથી છૂટવાનો ઘણો પ્રયત્ન કરે છે. બીજા હાથીઓ પણ તેને...

Bhagvat Puran Skandh 8 Adhyay 1 03.04.2021

આઠમાં સ્કંધના પહેલા અધ્યાયમાં નારદજી છ મન્વંતરોનું  વર્ણન કરે છે. તે દરેક મન્વંતર ના મનું, તેના દેવ, તેના ઇન્દ્ર, મનુના પુત્ર અને સમાજ વ્યવસ્થાની વાત કરે છે. તેઓ આ અધ્યાયમાં ગજેન્દ્રના વ્યાખ્યાનની પૂર્વભૂમિકા પણ બાંધે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 2 02.04.2021

ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 1 01.04.2021

ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 14 31.03.2021

નારદજીએ પહેલા બ્રહ્મચર્યાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ના નિયમો સમજાવ્યા. આથી યુધિષ્ઠિરને પ્રશ્ન થયો છે કે ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થ વિશેષ પરેશાન કર્યા વિના ભગવાનના પદ ને કયા સાધનથી પ્રાપ્ત કરી શકે. એના જવાબમાં નારદજી તેમને ગૃહસ્થાશ્રમના નિયમો વિશે સમજાવે છે અને સદાચારનું વર્ણન કરે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 13 30.03.2021

પ્રહલાદજી પોતાના સેવકોની સાથે નીકળ્યા છે અને ત્યાં તેમને અવધૂત એવા દત્તાત્રેય જી ધૂળમાં પડેલા જોવા મળે છે. દત્તાત્રેયજી નું રુષ્ટ પુષ્ટ શરીર જોઈને પ્રહલાદજી એવો પ્રશ્ન કરે છે કે આપ આવી રીતે આટલું સુંદર શરીર કેવી રીતે જાળવી શકો છો. દત્તાત્રેય જેના જવાબમાં યતિ ધર્મ નું નિરૂપણ કરે છે અને જણાવે છે કે તેઓ બધી જ સ્થિતિમાં સમભાવના રાખી શકે છે અને એ સમભાવના તેમને આ આસક્તિઓ માંથી મુક્ત કરી દે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 12 29.03.2021

આ અધ્યાયમાં આપણે બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ના નિયમો વિષે સાંભળીશું. ખાસ કરીને બ્રહ્મચારીએ કેવી રીતે ગુરુની સાથે વર્તન કરવું અને પોતાની સ્વયંશિસ્ત કેવી રીતે જાળવી રાખવી તેના વિશે સમજીશું. આપણે વાનપ્રસ્થાશ્રમમાં માણસે કેવા પ્રકારનું વર્તન કરવું, કેવા પ્રકારનું ભોજન કરવું, અને કેવા પ્રકારની જીવન જીવવું તેના વિશેની સમજણ મેળવીશું.

Bhagvat Puran Skandh 7 Adhyay 11 28.03.2021

હિન્દુ ધર્મની ફિલોસોફીને સમજવા આ અધ્યાયમાં વ્યાસજી આપણને માનવધર્મ, વર્ણધર્મ, અને સ્ત્રીધર્મનું ખુબ સુંદર નિરૂપણ કરે છે. આ અધ્યાયમાં આપણે મનુષ્યના 30 પરમ ધર્મ વિશે સાંભળીશું. આપણે દરેક વર્ણના કર્મ અને પ્રવૃત્તિઓ વિશે સાંભળીશું. એ ઉપરાંત આપણે સ્ત્રીધર્મ અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય તેની પણ વાત કરીશું. 

Bhagvat Puran Skandh 7 Adhyay 10 27.03.2021

પ્રહ્લાદજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા નરસિંહ ભગવાન ત્યારબાદ પ્રહલાદજી સાથે વાર્તાલાપ  કરે છે અને તેમને વરદાન માગવાનું કહે છે. પ્રહલાદજી આ સાંભળીને ભગવાન પાસેથી તેઓ ક્યારેક કામનાવશ ના થાય તેની માગણી કરે છે અને પ્રભુના ચરણોમાં હંમેશા સ્થાપિત રહે તેવું વરદાન માંગે છે. ભગવાન નરસિંહ તેમને આ વરદાન આપીને અંતર્ધ્યાન થાય છે અને ત્યારબાદ પ્રહલાદજી નો રાજ્ય અભિષેક થાય છે. આ અધ્યાયમાં આપણે મય દાનવ અને ભગવા...

Bhagvat Puran Skandh 7 Adhyay 9 26.03.2021

જ્યારે બધા દેવતાઓએ અને બીજાઓએ કરેલી સ્તુતિ દ્વારા નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી ત્યારે બ્રહ્માજી પ્રહલાદ ને કહે છે કે બેટા કદાચ તારી સ્તુતિથી ભગવાન નરસિંહ નો ક્રોધ શાંત થઈ જશે. તેથી તું એમની પાસે જઈ અને તેમને શાંત કર. બ્રહ્માજીની આજ્ઞા માનીને પ્રહલાદજી નરસિંહ ભગવાન પાસે જાય છે અને બાળક તરીકે અદભુત સ્તુતિ પ્રસ્તુત કરે છે. એ સ્તુતિ માં પ્રહલાદ ભગવાનનું નરસિંહ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપ બેની ચર્ચા ક...

Bhagvat Puran Skandh 7 Adhyay 8 25.03.2021

આજના અધ્યાયમાં આપણે નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ અને તેમણે કરેલો હિરણ્યકશ્યપનો વધ તેના વિશે સાંભળીશું. નરસિંહ ભગવાન હિરણ્યકશિપુના વરદાન પછી ખૂબ ક્રોધિત થયા છે. એટલે એમને શાંત કરવા માટે બ્રહ્માજી, બીજા દેવતાઓ, સિદ્ધો, વિદ્યાધરો અને અન્ય લોકો તેમની પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાઓ અને સ્તુતિઓ પણ આજે આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 7 Adhyay 7 24.03.2021

જયારે દૈત્ય બાળકો પૂછે છે કે પ્રહલાદજી ને આવું ભગવદ્ ભક્તિ નું જ્ઞાન ક્યાંથી મળ્યું, ત્યારે પ્રહલાદજી તેમને પોતાના જન્મ સમયની નારદજીના સંગ ની વાત કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે ઇન્દ્રે દૈત્યો પર આક્રમણ કરી દીધું ત્યારે તેમની માતાને નારદજીએ ખુદ બચાવી લીધા અને ત્યારબાદ એમને ભગવત ભક્તિનો ઉપદેશ આપ્યો. તે પ્રહલાદજીએ ગર્ભમાં ગ્રહણ કર્યો હતો. પ્રહલાદજી આત્માની પ્રકૃતિ અને તેના પ્રભાવ ની વાત કરે છે અને આપ...

Bhagvat Puran Skandh 7 Adhyay 6 23.03.2021

દૈત્ય બાળકોના પૂછવાથી પ્રહલાદજી તેમને ભક્તિ નું જ્ઞાન અને ઉપદેશ આપે છે. તેઓ તેમણે આત્મા અને શરીર વચ્ચેના ભેદનું અંતર સમજાવે છે અને મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેનો માર્ગ પણ દેખાડે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 5 22.03.2021

આ અધ્યાયમાં આપણે હિરણ્યકશ્યપુ દ્વારા પ્રહલાદજી ના વધના પ્રયત્નો વિશેનું વર્ણન સાંભળીશું. જ્યારે પ્રહલાદજી હિરણ્યકશ્યપુ ને ભગવાનના સામર્થ્યનો ઉપદેશ આપે છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમને હસી કાઢે છે. પ્રહલાદજી તેમને જગતની અને વિષય વાદની મિથ્યતાનો ઉપદેશ આપે છે. તેઓ તેમને ભગવાનના નવરૂપ વિશેની પણ વાત કરે છે અને આ પ્રમાણે નવધા ભક્તિ ની સમજાવે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 4 21.03.2021

પોતાને અભયપદ નું વરદાન મળ્યા બાદ હિરણ્યકશ્યપુ  મદથી છકી જાય છે અને ત્રણે લોક નો વિજય પ્રાપ્ત કરે છે. તે હવે ઇન્દ્રના નિવાસસ્થાનમાં જ રહે છે અને બીજા બધાં ભયના લીધે તેને માન આપી રહ્યા છે. હિરણ્યકશ્યપુના ત્રાસથી બધા દેવો ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારે આકાશવાણી દ્વારા ભગવાન તેમને જણાવે છે કે જ્યારે હિરણ્યકશ્યપુ  પોતાના પુત્ર પ્રહલાદનો વધ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે ભગવાન ખુદ હિરણ્યકશ્યપુનો...

Bhagvat Puran Skandh 7 Adhyay 3 20.03.2021

પોતાના શક્તિશાળી ભાઈ હિરણ્યાક્ષ ની હત્યા થયા બાદ હિરણ્યકશ્યપુને થાય છે કે એ પોતે અજર અમર બની જાય. તે માટે તે બ્રહ્માજીની ઉપાસના કરવા માંડે છે. તેની ઉપાસના ના તપથી અને તાપથી સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ ના દેવતાઓ પણ ત્રાહિત થઈ જાય છે. તે બધા બ્રહ્માજી પાસે જઈ અને હિરણ્ય કશ્યપને સમજાવવાની વાત કરે છે. બ્રહ્માજી જ્યારે હિરણ્યકશ્યપુ પાસે જાય છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ અને...

Bhagvat Puran Skandh 7 Adhyay 2 19.03.2021

પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ થઈ જવાથી હિરણ્યકશ્યપુ પ્રથમ તો ખૂબ ક્રોધિત થઈ જાય છે. તે પોતાના સભાસદ દૈત્યો અને દાનવોને પૃથ્વી પર જઈને લોકોને આતંકિત કરવાની આજ્ઞા આપે છે. દૈત્યો તેની તે આજ્ઞા નું પાલન કરે છે અને સૃષ્ટિ પર ખૂબ આતંક મચી જાય છે . જ્યારે પોતાના ભાઈની અંત્યેષ્ટિ ક્રિયા માટે બધા ભેગા થાય છે ત્યારે તેમના શોકને જોઈને હિરણ્યકશ્યપુ તત્વજ્ઞાનનો ખુબ સુંદર એવો ઉપદેશ આપે છે. તેના એ ઉપદેશમાં તે રાજા...

Bhagvat Puran Skandh 7 Adhyay 1 18.03.2021

સાતમા સ્કંધનાં પ્રથમ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુના પાર્ષદ જય અને વિજય જેમને સનકાદિ ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમે અસુર યોની માં જઈને પડશો તેમની વાર્તા સાંભળીશું. જય અને વિજય સર્વ પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને, ત્યારબાદ રાવણ અને કુંભકર્ણ ,અને ત્યારબાદ શિશુપાલ અને દંતવક્ત થઈને જન્મ લે છે. યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ અને દંતવક્તને ભગવાને પોતાના માં કેમ સમાવી લીધા. ત...

Bhagvat Puran Skandh 6 Adhyay 19 17.03.2021

છઠ્ઠા સ્કંધના છેલ્લા અધ્યાયમાં આપણે પુંસવન નામ ના વ્રત ની વિધિ સાંભળીશું

Bhagvat Puran Skandh 6 Adhyay 18 16.03.2021

આ અધ્યાયમાં આપણે અદિતિ અને દિતિના સંતાનો તથા મરુદગણની ઉત્પત્તિનું વર્ણન સાંભળીશું. પોતાના બે પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ મરી જવાથી દિતિ ખૂબ દુઃખી છે. તેના મનમાં દેવોનો વધ કરે એવા પુત્ર જન્મે એવી આશા છે. એટલા માટે તે પાછા કશ્યપ ઋષિ પાસે જાય છે અને તેમની પાસે એવા પુત્રનું વરદાન માંગે છે. ઇન્દ્ર આ સાંભળીને કે દિતિ ઈન્દ્ર અને બીજા દેવો નો નાશ થાય એવા પુત્રોની માંગણી કરે છે, તેથી જ છધ્મવેષમાં તેઓ...

Bhagvat Puran Skandh 6 Adhyay 17 15.03.2021

વિદ્યાધરોના અધિપતિ ચિત્રકેતુ પાસે જે વિમાન છે તે દ્વારા તે આકાશ લોકમાં ગમન કરી રહ્યા છે. ત્યારે તેઓ પાર્વતીજીને શિવજીના ખોળામાં બેઠેલા જોવે છે. આ જોઈને તેઓ શિવજીની ટીકા કરે છે. આ ટીકા સાંભળીને પાર્વતીજી ચિત્રકેતુ ને અસુર યોનિમાં જન્મ નો શ્રાપ આપે છે. ચિત્રકેતુ તે શાપ ને સ્વીકારી લેશે અને પાર્વતીજીને સમજાવે છે કે તેમનું મન તો ભગવદ્ ભક્તિ માં ચોટેલું છે અને તેથી મનુષ્ય, વિદ્યાધર કે અસુર]ની યોનીમાં પ...

Bhagvat Puran Skandh 6 Adhyay 16 14.03.2021

ચિત્ર કેતુની સાથે વિશાદ થયેલા તેના બધા સ્વજનોને જોઈને દેવર્ષિ નારદજી તે પુત્ર ના આત્માને પાછો બોલાવે છે અને તેની સાથે વાર્તાલાપ કરે છે. નારદજી પૂછે છે કે એ આત્માને આ શરીરમાં પાછળ આવું છે કે નહીં. અને જીવાત્મા તેમને ખૂબ જ સુંદર જવાબ આપે છે. આ જવાબ સાંભળ્યા પછી ચિત્રકેતુ અને તેના બધાં સંબંધીઓ અંદરથી મોહભાવના મુક્ત થઈ જાય છે. અને તેઓ બધા પોતાને ભગવાનની ભક્તિ માં સ્થાપિત કરે છે. આ અધ્યાયમાં આપણે જીવાત...

Bhagvat Puran Skandh 6 Adhyay 15 13.03.2021

ચિત્રકેતુ ને પુત્ર શોકમાં વ્યાકુળ થયેલો જોઇને અંગિરા ઋષિ અને દેવર્ષિ નારદજી ખૂબ જ સુંદર ઉકતીઓથી ઉપદેશ આપે છે. તેઓ તેને આત્મા અને શરીર વચ્ચેના ભેદની ભાવના સમજાવે છે. આ સાંભળીને ચિત્રકેતુના મનમાંથી મોહ દૂર થાય છે અને આગળ જતાં તે વિદ્યાધર રોના અધિપતિ બને છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 14 12.03.2021

જ્યારે રાજા પરીક્ષિતને જાણ થાય છે કે વૃત્રાસુર ને પણ ભગવાન વિષ્ણુના ચરણોનો પ્રાપ્તિ થઈ છે ત્યારે તે શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આવું કેમ શક્ય બન્યું. આ અધ્યાયમાં આપણે વૃત્રાસુરના પૂર્વ ચરિત્ર કે જ્યારે તે રાજા ચિત્રકેતુ હતો તેની વાત સાંભળીશું. રાજા ચિત્રકેતુ ને પુત્ર પ્રાપ્તિની ખૂબ ખેવના હતી. અંગિરા ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થઈ ત્યારે રાજા ચિત્રકેતુની મનગમતી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. બીજી ર...

Listen to the Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.