Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Religion GU ↓ 486 episodes

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Author

Paurav Shukla

Category

Religion

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

Bhagvat Puran Skandh 9 Adhyay 4 30.04.2021

વૈવસ્વત મનુના પુત્ર નાભાગ, એમના પુત્ર નભાગ, અને પ્રપોત્ર અમ્બરીષની કથા આ અધ્યાયમાં આપણે સાંભળીશું. જયારે ઋષિ દુર્વાશા રાજા અંબરીશને શ્રાપ આપે છે ત્યારે, શ્રી હરિનું સુદર્શન ચક્ર દુર્વાસાજીની પાછળ પડી જાય છે અને રાજાનું રક્ષણ કરે છે. દુર્વાસાજી ત્રણે લોકમાં જાય છે પણ કોઈ રીતે આ ચક્ર થી પીછો છોડવી શકતા નથી. છેલ્લે જયારે તેઓ શ્રી હરિ પાસે આવી પોહ્ચે છે ત્યારે ભગવાન વિષ્ણુ તેમને પોતાના ભકત અને તેમની ભ...

Bhagvat Puran Skandh 9 Adhyay 3 29.04.2021

આ અધ્યાયમાં આપણે રાજા શર્યાતિનાં વંશ વિશે સાંભળીશું. ત્યારબાદ આપણે મહર્ષિ ચ્યવન અને રાજા શર્યાતિનાં પુત્રી સુકન્યા ના ચરિત્ર વિશે જાણીશું. મહર્ષિ ચ્યવન પોતાની શક્તિથી અને વૈદ્ય અશ્વિનીકુમારોની મદદથી પોતાના શરીરને ફરિવાર યૌવન પ્રદાન કરે છે. તે મર્મ ની વાત આપણે અધ્યાયમાં કરીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 2 28.04.2021

નવમાં સ્કંધના બીજા અધ્યાયમાં આપણે વૈવસ્ત મનુના બીજા પુત્રો અને ખાસ કરીને પૃષદ્યની વાત સાંભળીશું. આ વાર્તા દ્વારા આપણે વર્તમાનમાં જીવવાનું અને વર્તમાનની અવસ્થાને યાદ રાખવા વિશે સમજીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 1 27.04.2021

નવમા સ્કંધમાં પ્રથમ અધ્યાયમાં આપણે વૈવસ્વત મનુ જે પહેલા રાજશ્રી સત્યવ્રત હતા તેમના પુત્ર રાજા સુધુમ્નની કથા સાંભળીશું. સુધુમ્ન પ્રથમ એવા વ્યક્તિ હતા જેમનો જન્મ સ્ત્રી તરીકે થયો અને ત્યારબાદ ઋષિ વસિષ્ઠ ની કૃપાથી તેઓ પુરુષ જાતિમાં બદલાયા. તેમના ચરિત્ર ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 8 Adhyay 24 26.04.2021

રાજા બલીની કથા પૂર્ણ થતાં, રાજા પરીક્ષિત શુકદેવજી પાસેથી ભગવાનના મત્સ્યાવતારની વાત સાંભળવાની ઈચ્છા કરે છે. શુકદેવજી તેમને આ અવતારની કથા સંભળાવે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 23 25.04.2021

રાજા બલીને વરુણના પાશમાંથી મુક્ત કરીને શ્રી હરિ ત્યાં ઉપસ્થિત બધાને ખુબ સુંદર ઉપદેશ આપે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 22 24.04.2021

વરુણના પાશમાં બંધાયેલા રાજા બલી શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. ત્યારબાદ ત્યાં પધારેલા પ્રહલાદજી અને બ્રહ્માજી પણ વામન સ્વરૂપે રહેલા શ્રી હરીને બલીરાજા વિષે પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. શ્રી હરિ બધાને સંપત્તિ અને તેના અભાવ વિશેનો સુંદર ઉપદેશ આપે છે. તે રાજા બલીથી પ્રસન્ન થઈને તેમને ભવિષ્યના મન્વંતરમાં ઈન્દ્રનું સ્થાન આપે છે અને વર્તમાનમાં સુતલલોકમાં જવાની આજ્ઞા કરે છે. 

Bhagvat Puran Skandh 8 Adhyay 21 23.04.2021

બે જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગ માપી લીધા બાદ વામન ભગવાનથી ક્રોધિત થયેલા અસુરો તેમની સામે યુદ્ધે ચઢે છે. ભગવાનના પાર્ષદો જયારે અસુરોની સેનાનો નાશ કરવા લાગે છે ત્યારે રાજા બલી બધા અસુરો અને દૈત્યોને કાળચક્ર વિષે સમજાવીને રસાતલમાં જવાની સૂચના આપે છે. આ તરફ વામન ભગવાનની આજ્ઞાથી ગરુડજી રાજા બલિને વરુણના પાશમાં બાંધી દે છે. વામન ભગવાન ત્યારબાદ રાજા બલિને જણાવે છે કે જો ત્રીજા પગલાંની તેમની પ્રતિજ્ઞા પુર...

Bhagvat Puran Skandh 8 Adhyay 20 22.04.2021

શુક્રાચાર્યજીની વાત સાંભળ્યા પછી પણ રાજા બલી પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહે છે. આ જોઈને શુક્રાચાર્ય ક્રોધિત થઇને રાજા બલીને શાપ આપે છે. ત્યારબાદ વામન ભગવાન બે જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગલોકને માપી લે છે. 

Bhagvat Puran Skandh 8 Adhyay 19 21.04.2021

રાજા બલી વામન ભગવાનને તેમની ઈચ્છા મુજબ માંગવાની પ્રાર્થના કરે છે. જયારે વામન ભગવાન માત્ર ત્રણ પગલાં પૂર્થવી ની માંગણી કરે છે, ત્યારે રાજા બલીમાં અભિમાન આવી જાય છે. તે આ આપવાની પ્રતિજ્ઞા કરે તે પેહલા ગુરુ શુક્રાચાર્ય બલિને વામન ભગવાનના સાચા સ્વરૂપ અને ક્ષમતાની પ્રતીતિ કરાવે છે અને એમને આ પ્રતિજ્ઞામાંથી વારવાનો પ્રયત્ન કરે છે. 

Bhagvat Puran Skandh 8 Adhyay 18 20.04.2021

શ્રી હરિ વિષ્ણુ માતા અદિતિને આપેલા વરદાન પ્રમાણે તેમના પુત્ર તરીકે જન્મ લે છે. તે વામન રૂપે અવતરે છે. ઋષિઓ, દેવતાઓ, અને બીજા બધા વામન ભગવાનને યથાશક્તિ વસ્તુઓ અર્પણ કરે છે. ત્યારબાદ વામન ભગવાન રાજા બલીના યજ્ઞ સભાગૃહ માં પ્રવેશે છે અને ત્યાં રાજા બલી તેમનો ખુબ સુંદર રીતે આવકાર કરે છે. 

Bhagvat Puran Skandh 8 Adhyay 17 19.04.2021

માતા અદિતિના પયોવ્રતથી શ્રી હરિ પ્રસ્સન થાય  છે. તેમની સ્તુતિ કરતા માતા અદિતિ તેમની પાસેથી દેવો માટે સ્વર્ગનું રાજ્ય અને દાનવોના નાશની માંગણી કરે છે. શ્રી હરિ માતા અદિતિની અવસ્થા જાણતા તેમની આજીજી નો સ્વીકાર કરે છે. 

Bhagvat Puran Skandh 8 Adhyay 16 18.04.2021

રાજા બલિએ દેવો પાસેથી અમરાવતી છીનવી લીધી છે. આ દુઃખ તેમના માતા અદીતિથિ જોઈ શકાતું નથી. જ્યારે તેમના પતિ ઋષિ કશ્યપ ધ્યાનમાંથી પાછા આવે છે ત્યારે તેઓ તેમને વિનંતી કરે છે કે આ દુઃખમાંથી તેમના પુત્રોનો ઉદ્ધાર કરે. આ સાંભળીને ઋષિ કશ્યપ માતા અદિતિને પયોવ્રત ના નિયમ અને વિધિ સમજાવે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 15 17.04.2021

શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા દ્વારા ફરિવાર જીવન પામેલા રાજા બલી ભૃગુવંશી બ્રાહ્મણોની ખૂબ સેવા અને પૂજા કરીને તેમની પાસેથી અમોઘ શક્તિ અને તેજ મેળવે છે. ત્યારબાદ તેઓ ઈન્દ્રની નગરી એવી અમરાવતી પર આક્રમણ કરી દે છે. જ્યારે ઇન્દ્ર બલી ના તેજ ને નો અનુભવ કરે છે ત્યારે તેઓ તેમના ગુરુ એવા બૃહસ્પતિ પાસે પહોંચી જાય છે. બૃહસ્પતિજી ઈન્દ્રને અને બધા દેવોને સલાહ આપે છે કે તમે બલી ની સામે જીતી શકવા માટે સક્ષ...

Bhagvat Puran Skandh 8 Adhyay 14 16.04.2021

ભાગવતના આ કદાચ સૌથી નાના એવા અધ્યાયમાં આપણે મનુઓ અને તેમના કર્મોની વાત કરવી છે. આ અધ્યાયમાં આપણે એ પણ સમજીશું કે દરેક મન્વંતર ના ઇન્દ્ર, તેના સપ્તર્ષિ, અને મનુના પુત્રો કેવી રીતે મનુને તેમના મન્વંતર ના સંચાલનમાં મદદ કરે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 13 15.04.2021

આ અધ્યાયમાં આપણે ભવિષ્યમાં આવવાના સાત મન્વંતરોની વાત  સાંભળીશું. આ સાત મન્વંતરોમાં કયા કયા મનુ, કયા કયા ઇન્દ્ર, કયા સપ્તર્ષિ, અને કેવા પ્રકારનો સમાજ હશે તેની વાત આજના અધ્યાયમાં કરીશું.

Bhagvat Puran Skandh 8 Adhyay 12 14.04.2021

જ્યારે મહાદેવ શંકરે સાંભળ્યું કે શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપ દ્વારા દાનવોને અભિભૂત કરી દીધાં અને દેવોને અમૃતપાન કરાવ્યું ત્યારે તેમને પણ આ મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. તેઓ પોતાની પત્ની સતી અને પોતાના ગણ ને લઈને શ્રી વિષ્ણુ પાસે ગયા અને મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન શંકર પણ આ સ્વરૂપથી મોહિત થઈ ગયા અને મોહિની પાછળ દોડવા લાગ્યા. જ્...

Bhagvat Puran Skandh 8 Adhyay 11 13.04.2021

ભગવાન શ્રી વિષ્ણુ ની મદદથી જ્યારે અસુરોની માયા નો વિનાશ થયો ત્યારે દેવરાજ ઈન્દ્રના મનમાં અભિમાન વ્યાપી ગયું. રાજા બલિએ ત્યારે તેમને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો અને તેમના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું. ત્યારબાદ બે બળવીર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. વજ્ર આઘાતથી રાજા બલી મૃત્યુ પામ્યા અને તે જોઈને બીજા અસુરોએ દેવરાજ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું. ઇન્દ્રએ વજ્રની શક્તિથી બધા અસૂરને કરાવી દીધા હરાવી દીધા. જ્યારે દેવો...

Bhagvat Puran Skandh 8 Adhyay 10 12.04.2021

પોતે કર્મ કર્યું હોવા છતાં પણ જ્યારે અમૃત નું ફળ મળ્યું નહીં ત્યારે દાનવોને થયું કે અમને અન્યાય થયો છે. અને તેથી તેઓએ એવું સાથે યુદ્ધ આરંભ કરી દીધું. રાજા બલિ અને ઇન્દ્ર વધશે વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. જ્યારે તેમની કોઈપણ પ્રકારની વિદ્યા કામ ન લાગી ત્યારે રાજા બલિએ માયા નો ઉપયોગ કરીને દેવરાજ ઇન્દ્ર ની સામે અને દેવોની આસપાસ માયાજાળ રચી દીધી. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતા દેવોએ શ્રીહરિની પ્રા...

Bhagvat Puran Skandh 8 Adhyay 9 11.04.2021

જ્યારે દાનવો ભગવાનના મોહિની રૂપથી મોહિત થઇ જાય છે ત્યારે તેઓ લડવાનું છોડી અને તેની પાસે પહોંચે છે અને વિવેકબુદ્ધિ ભૂલીને મોહિનીને ન્યાય ની જવાબદારી સોંપે છે. મોહિની પોતાના રૂપ નો ઉપયોગ કરીને દેવોને અમૃત પાઈ દે છે, જ્યારે દાનવો તેનાથી વંચિત રહી જાય છે. આ સમયે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ને અમૃતનું પાન કરે છે. અને તે જોતાં ભગવાન શ્રીહરિ પોતાના ચક્રથી તેનું ગળું કાપી નાખે છે અને ભગવાન બ્રહ્માજી...

Bhagvat Puran Skandh 8 Adhyay 8 10.04.2021

આ અધ્યાયમાં આપણે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ, વૃક્ષો, દેવી લક્ષ્મી અને અમૃત વિશેની વાત સાંભળીશું. જ્યારે દેવ ધન્વંતરિ અમૃત સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા ત્યારે અસુરોએ તે ઘડો કે જેમાં અમૃત હતું, તે છીનવી લીધો. ભગવાને આ જોતા દાનવો માં ફૂટ પડાવી અને મોહિની રૂપ ધારણ કર્યું.

Bhagvat Puran Skandh 8 Adhyay 7 09.04.2021

ક્ષીરસાગર નું મંથન ચાલુ થતાં મંદરાચળ પર્વત ના ભારે તે પાણીમાં ડૂબતો જાય છે. તેથી શ્રી હરિ પોતે કચ્છપ નું રૂપ ધારણ કરીને મંદરાચળ પર્વત નીચે સ્થાપિત થઈ જાય છે. તેઓ દેવો અને દાનવો માં પણ પોતાની શક્તિ પ્રસ્થાપિત કરે છે. ત્યારબાદ જ્યારે સમુદ્ર મંથન ચાલુ થાય છે ત્યારે તેમાંથી સર્વ પ્રથમ હળાહળ નામનું ઉગ્ર વિષ નીકળે છે. આ વિષના નીકાલનો કોઈ ઉપાય નહીં મળતા લોકો ભગવાન શ્રી શંકર પાસે પહોંચે છે અને ભગવાન શંકર...

Bhagvat Puran Skandh 8 Adhyay 6 08.04.2021

બ્રહ્માજીની ઉત્તમ સ્તુતિ સાંભળીને શ્રીહરિ પ્રગટ થાય છે અને પછી દેવોને દાનવો સાથે સંધિ નો ઉપદેશ આપે છે. તેઓ દેવોને જણાવે છે કે દાનવો સાથે મળી અને તેઓ અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરે. આના માટે મંદરાચલ પર્વતને રવૈયો બનાવો પડશે અને વાસુકી નાગને નેતરું બનાવવું પડશે. દેવો જ્યારે દાનવો પાસે આ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દાનવો એનો સ્વીકાર કરે છે અને સંધિ થતાં તેઓ મંદરાચળ પર્વત ઊંચકવાનો પ્રયત્ન કર...

Bhagvat Puran Skandh 8 Adhyay 5 07.04.2021

આ અધ્યાયની શરૂઆત માં આપણે પહેલાં પાંચમાં અને છઠ્ઠા મનુ વિશેની વાત સાંભળીશું. આ આધ્યાય માં ભગવાન અજીત જે કે શ્રી હરિનું જ સ્વરૂપ છે તેમના વિશે જાણીશું. રાજા પરીક્ષિતે પ્રશ્ન કરયો છે કે ક્ષીરસાગર નું મંથન કેવી રીતે થયું અને ભગવાને કચ્છપ નું રૂપ કેમ ધારણ કર્યું. તેના જવાબમાં શુકદેવજી દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધ અને પરાજિત દેવોના બ્રહ્માજી પાસે જવાની વાત કરે છે. બ્રહ્માજી ત્યારબાદ દેવોને વૈકુંઠ લોકો...

Bhagvat Puran Skandh 8 Adhyay 4 06.04.2021

આ અધ્યાયમાં આપણે ગજેન્દ્ર અને ગ્રાહ ના પૂર્વ ચરિત્ર વિશે સાંભળીશું. આપણે તેમના પૂર્વ ચરિત્રની સાથે ભગવાને તેમનો કેવી રીતે ઉદ્ધાર કર્યો તે પણ સાંભળીશું.

Listen to the Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.