gujaratimidday
Hoon, Baavo Ane Mangaldas
રોજબરોજની ભાગદોડ, લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને સામાન્ય માણસના જીવનને સ્પર્શતા તમામ સમાચારોની અનોખી જુગલબંધી! હું, બાવો અને મંગળદાસ પોડકાસ્ટમાં મેળવોદેશ-દુનિયાની હલચલ, પ્રવાહો અને વાયરલ સમાચારોનું એકદમ સરળ અને મસાલેદાર વિશ્લેષણ. સામાન્ય માણસના દ્રષ્ટિકોણથી રજૂ થતો આ એક એવો શો છે, જે તમને દરેકમહત્વની વાતથી અપ-ટુ-ડેટ રાખશે અને સાથે જ મનોરંજન પણ પૂરું પાડશે.
Visita il sito del podcast e sostieni chi lo crea: www.gujaratimidday.com
Autore
gujaratimidday
Categoria
Sito del podcast
Ultimo episodio
25 set 2026
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર્સ, પીઆર અને પત્રકારત્વ વચ્ચેની ભેદરેખાઓ ધુંધળી 25.09.2026 33:31
એક વખત હતો જ્યારે અભિનેતાઓને સંપર્ક કરવો સરળ હતો, આજે પ્રેસ કોન્ફરન્સને નામે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે. કોન્ટેન્ટ ક્રિએટર્સ એક્ટિંગ કરે છે અને એક્ટર્સ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે. આ સંજોગોમાં સારું કોન્ટેન્ટ કોને કહી શકાય અને શું ઘણીવાર અલ્ગોરિધમ યુઝર્સને કન્ફ્યુઝ કરી દે એવું પણ થઇ શકે?
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ એટલે જોશ, ભક્તિ, ઉજવણી પણ સાથે કેટલુંક ખૂંચે એવું પણ... 18.09.2026 23:12
હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં ગણેશોત્સવ સાથે જોડાયાલી યાદો, ઉત્સાહ અને ઉમંગની વાતો તો ખરી પણ સાથે શું બાબતો છે જે આ ઉત્સવની ગરિમાને ઝાંખી પાડે છે. ભક્તિનો વિરોધ નથી પણ ભક્તિ જ્યારે શક્તિ પ્રદર્શન બને ત્યારે કઠે. એટલું જ નહીં બાઈકર છોકરીને માત્ર ઇગોને પગલે ટક્કર મારવા પાછળ પિતૃસત્તાક માનસિકતાની બદબો આવે છેની ચર્ચા પણ.
આશા ભોસલે: એક અવાજ જે ક્યારેય કોઈ ચોકઠામાં બંધાયો નહીં 11.09.2026 28:06
અંગત જીવનના પડકારો વચ્ચે પણ પોતાની શરતો પર જીવતાં અને ગાતાં રહેલાં આશા ભોસલે કેવી રીતે બન્યાં મુક્તિ, મસ્તી અને બિન્દાસપણાનો અવાજ? O. P. નૈયરથી ‘ઉમરાવ જાન’ સુધીની તેમની સંગીતયાત્રાની વાત. અને સાથે એ પણ વાત કે એફિલ ટાવર પર જે થયું તે કેટલું યોગ્ય?
માખણચોરથી યોગેશ્વર સુધીઃ આપણા જીવન, કળા અને સંસ્કૃતિમાં કૃષ્ણ ક્યાં-ક્યાં વસે છે? 04.09.2026 21:15
હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં જન્માષ્ટમી વિશેષ સંવાદ વ્યક્તિગત કૃષ્ણ-કનેક્શનથી લઈને મહાભારતના પ્રસંગો, સમાજસેવા, કળા, કવિતા, સંગીત અને નૃત્ય સુધી કૃષ્ણના અનેક સ્વરૂપોની વાત.
ખાંડ મોંઘી અને ભાષા પર બબાલઃ શું આ બધું ચૂંટણીનું રાજકારણ છે? 28.08.2026 28:09
એક તરફ ખાંડના ભાવમાં અચાનક વધારો અને ડિલિવરી ઍપ્સ પર રૅશનિંગ, તો બીજી તરફ મુંબઈમાં રિક્ષા ડ્રાઇવરો સાથે જોડાયેલો ભાષાનો વિવાદ. શું રોજિંદી લાગતી આ બંને સમસ્યાઓ પાછળ ચૂંટણીલક્ષી રાજકારણ કામ કરી રહ્યું છે? જાણો ‘હું બાવો અને મંગળદાસ’ના આ એપિસોડમાં.
ગુજરાતી ભાષા ક્યારેય નહીં મરે, પણ એને જીવંત રાખવા આપણે શું કરવું પડશે? 21.08.2026 29:14
વિશ્વ માતૃભાષા દિવસ આપણને માત્ર આપણી ભાષાની ઉજવણી કરવાનો નહીં, પરંતુ ભાષા સાથેના આપણા સંબંધને તપાસવાનો પણ અવસર આપે છે. ગુજરાતી ભાષાનું ભવિષ્ય શું છે? શું અંગ્રેજી અને હિન્દીના વધતા પ્રભાવ વચ્ચે ગુજરાતી ધીમે-ધીમે ઓછી થતી જશે કે પછી એ પોતાની રીતે ચિરકાળ સુધી જીવંત રહેશે?
આઝાદીના ઓછા જાણીતા અધ્યાયો: રસપ્રદ ટ્રિવિયા અને ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓ 14.08.2026 25:17
ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા કેમ નથી? હોકી ખરેખર રાષ્ટ્રીય રમત છે? ભારત–પાકિસ્તાનની સરહદ સ્વતંત્રતા પછી કેમ જાહેર થઈ? આ વિશેષ પોડકાસ્ટમાં જાણીએ આઝાદી વિશેની રસપ્રદ હકીકતો, સ્વદેશી અને અસહકાર આંદોલનનો સાચો અર્થ તથા ઓછા જાણીતા ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓની પ્રેરણાદાયક ગાથાઓ.
કલ્ટ ક્લાસિકથી હોરર અને રોમકોમ સુધી: સ્ટોરી ટેલિંગ, ટ્રેન્ડ્ઝ અને મનગમતા કોન્ટેન્ટની વાતો 07.08.2026 30:16
આ એપિસોડમાં અમે અમારા watchlistની વાત કરીએ છીએ, કલ્ટ ક્લાસિક, હોરર અને રોમકોમથી લઈને Off Campus, Cape Fear જેવા શોઝની ચર્ચા ,સાથે ગુજરાતી અને હિન્દી ફિલ્મો પણ. આપણને અમુક પ્રકારની ફિલ્મો અને વાર્તાઓ કેમ ગમે છે? જૂની classics આજે પણ કેમ અસર કરે છે? અને trend બદલાયા છતાં સારું storytelling કેમ ક્યારેય જૂનું નથી થતું?
ક્રિકેટથી આગળ વધી રહ્યું છે ભારત, શું આપણે બનીશું સ્પોર્ટ્સ સુપરપાવર? 31.07.2026 20:03
ભારતની રમતગમતની ઓળખ હવે માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી. ચેસ, ઍથ્લેટિક્સ, બૅડ્મિન્ટન, હૉકી, ફુટબૉલ અને કબડ્ડી જેવી રમતોને નવી ઓળખ મળી રહી છે. પરંતુ નબળું ગ્રાસરૂટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અસમાન ફન્ડિંગ, ફેડરેશનનું રાજકારણ અને ઑનલાઇન બેટિંગનું વધતું જોખમ—શું ભારતને સાચું સ્પોર્ટ્સ સુપરપાવર બનતાં રોકી શકે છે?
ધી ઑડિસી, યુવા આંદોલનનો માહોલ અને નિષ્કર્ષ પર ન પહોંચતી ઘટનાઓ 24.07.2026 12:12:12
છેલ્લા કેટલાક વખતથી બે જ બાબતો ચર્ચામાં છે, એક છે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ધી ઑડિસી અને બીજું છે કોકરોચ જનતા પાર્ટીએ છેડેલું આંદોલન. છેલ્લા દસ દિવસમાં આ બે બાબતોની ચર્ચાઓએ એટલું જોર પકડ્યું છે જેટલું મુંબઈના વરસાદે મહિનાની શરૂઆતમાં પકડ્યું હતું.
બહાર ખાણી-પીણીને મામલે કેટલી તકેદારી અનિવાર્ય? 17.07.2026 25:15
મુંબઈના આકોનિક આઇસક્રીમ કે. રુસ્તમ એન્ડ કું. પર દરોડા પડ્યા અને જોવા મળ્યા ઊંદરડા અને અપાર ગંદકી. આવામાં સવાલ થાય કે જે ખાઈએ છીએ તેમાં ચોખ્ખાઈ અને સ્વાસ્થ્યનો પ્રશ્ન દર વખતે મનમાં આવે તેવું ક્યાં સુધી ચાલશે? કેટલું સહેલું કે અઘરું હોય છે ઇટરીઝમાં ચોખ્ખાઇ અને ગુણવત્તા સાચવવાનું કામ? કસ્ટમર તરીકે આપણે સાવચેતી રાખીએ આપણી જવાબદારી છે પણ પીરસનારાઓ આ જવાબદારી કેટલી હદે રાખતા હોય છે.
ચોમાસું આવે એટલે ભગવાન લોકોની વચ્ચે કેમ આવે છે? રથયાત્રાથી જન્માષ્ટમી સુધીની રસપ્રદ પરંપરાઓ 07.07.2026 15:15:16
રથયાત્રા, પંઢરપુરની વારી, શ્રાવણના હિંડોળા અને જન્માષ્ટમી... શું આ બધા તહેવારો માત્ર સંયોગ છે કે તેની પાછળ હજારો વર્ષ જૂનું વિજ્ઞાન, કૃષિ અને સંસ્કૃતિનું રહસ્ય છુપાયેલું છે? તેની સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ, અંગત પસંદગીઓ અને લોકોની લાગણીઓને છલકાવતા ચોમાસુ તહેવારો.
લોકોનો સ્ટ્રેસ આક્રોશમાં ફેરવાઇ રહ્યો છે? ગુનાઓની સંખ્યામાં વધારો કેમ? 03.07.2026 29:28
સિયાએ જ્યાંથી કેતનને ધક્કો માર્યો હતો એ સ્પોટ જોવા માટે મુલાકાતીઓનાં ટોળાં જામે છે. લોકો વાત કરવાને બદલે હિંસક થવાનું પસંદ કરી રહ્યાં છે. માનવીય સંવાદ ઘટી જવાથી સંવેદનાઓનો છેદ ઉડી રહ્યો છે? ચિંતા, ડર, વ્યથાનો માહોલ કેમ એ સવાલના જવાબો મળવા સરળ નથી પણ છતાં ય આ એપિસોડમાં આ મનોસ્થિતિને ઉકેલવાનો એક પ્રયાસ કરાયો છે.
અલ નિનો અને લા નિનાની અસરો, મુંબઈનો વરસાદ, યાદો, ગીતો અને હાલાકી 26.06.2026 7:39:15
વરસાદ પડ એટલે ગરમીમાં શેકાતી ધરતીએ શ્વાસ લીધો એમ લાગે, આ એપિસોડમાં હું, બાવો અને મંગળદાસ મળીને વાત કરીએ છીએ આપણા પર્યાવરણની, આપણી કવિતાઓની અને આપણો પોતાનો વરસાદ કેવો હોય છે તે અંગે. થોડા ગીતો, ઢગલો હાલાકી અને કેટલીક કવિતાઓ છે આ એપિસોડનો આસ્વાદ.
370 રૂપિયાની બિરયાની, સ્ત્રી સન્માન અને નીટની પરીક્ષા સામે ટેલિગ્રામ બાનનું શસ્ત્ર 19.06.2026 20:50:32
સ્ત્રી સન્માનની વાત કોઈ કરે અને જો તમને એમ લાગતું હોય કે આ બધું તો અમસ્તું જ ચર્ચાય છે તો આ વાત તમારે ચોક્કસ સાંભળવી જોઇએ. સ્ત્રી કોઈ રોકાણ સામેનું વળતર નથી. હું બાવો અને મંગળદાસનો આ એપિસોડ તમને જણાવશે કે એક પુરુષને કેટલું સમજાય છે સ્ત્રીને સલામતી આપવાનું અને સ્ત્રીઓને કેમ રોજ ક્યાંક ડર રાખીને જીવવું પડે છે?
Pride Month: LGBTQIA+ સાંભળીને ગુંચવાતા હો તો આ ચોક્કસ સાંભળો 12.06.2026 45:03
LGBTQIA+ એવું વાંચીને જો તમારા નાકનું ટીચકું ચડી જતું હોય, જો તમને એમ લાગતું હોય કે સજાતીયતા તો પશ્ચિમી વિચાર છે અને સજાતીયતાને જાતિ સાથે કંઇ લેવાદેવા છે તો ચોક્કસ સાંભળો હું બાવો અને મંગળદાસનો આ એપિસોડ. ચિરંતના ભટ્ટ, વિનય અરોટે અને મીત પંચાલ કરે છે કેટલીક સ્ફોટક વાતો.
પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત 05.06.2026 18:55
મોંઘું બળતણ, ખાલી નળ અને અસહ્ય ગરમી! ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા ચર્ચા કરશે કે કેવી રીતે આર્થિક અને પર્યાવરણીય કટોકટી સામાન્ય માણસનાં ખિસ્સા અને માનસિક શાંતિને વેરવિખેર કરી રહી છે.
બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો 05.06.2026 12:06:35
બાન્દ્રા ઇસ્ટમાં ગેરકાયદે દબાણો હટાવાયા એ યોગ્ય થયું? હાસ્તો વળી પણ સોશ્યલ મીડિયા પર જે માથાકૂટો ચાલે છે અને કોક્રોચ જનતા પાર્ટી અને મેલડી ચૉકલેટ ટ્રેન્ડ થવા માંડે ત્યારે પત્રકારોએ શું કરવું જોઇએ? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં ચિરંતના ભટ્ટ, હેત્વી કારિયા અને મીત પંચાલે પોતાના અનુભવ અને અવલોકનની વાત માંડી.
ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત 05.06.2026 18:10
તમને કેટલી ડેટિંગ એપ્સ વિશે ખબર છે, કોણે ડેટિંગ એપ વાપરી અને કોણે નહીં અને કોને કેવા અનુભવ થયા છે જેવી ચર્ચા થશે ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા વચ્ચે.
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici