gujaratimidday

Hoon, Baavo Ane Mangaldas

News GU ↓ 8 epizód

રોજબરોજની ભાગદોડ, લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને સામાન્ય માણસના જીવનને સ્પર્શતા તમામ સમાચારોની અનોખી જુગલબંધી! હું, બાવો અને મંગળદાસ પોડકાસ્ટમાં મેળવોદેશ-દુનિયાની હલચલ, પ્રવાહો અને વાયરલ સમાચારોનું એકદમ સરળ અને મસાલેદાર વિશ્લેષણ. સામાન્ય માણસના દ્રષ્ટિકોણથી રજૂ થતો આ એક એવો શો છે, જે તમને દરેકમહત્વની વાતથી અપ-ટુ-ડેટ રાખશે અને સાથે જ મનોરંજન પણ પૂરું પાડશે.

Mindenképp látogasd meg a podcast oldalát, és támogasd a készítőjét: www.gujaratimidday.com

Szerző

gujaratimidday

Kategória

News

A podcast weboldala

www.gujaratimidday.com

Legutóbbi epizód

2026. júl. 7.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

ચોમાસું આવે એટલે ભગવાન લોકોની વચ્ચે કેમ આવે છે? રથયાત્રાથી જન્માષ્ટમી સુધીની રસપ્રદ પરંપરાઓ 07.07.2026

રથયાત્રા, પંઢરપુરની વારી, શ્રાવણના હિંડોળા અને જન્માષ્ટમી... શું આ બધા તહેવારો માત્ર સંયોગ છે કે તેની પાછળ હજારો વર્ષ જૂનું વિજ્ઞાન, કૃષિ અને સંસ્કૃતિનું રહસ્ય છુપાયેલું છે? તેની સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ, અંગત પસંદગીઓ અને લોકોની લાગણીઓને છલકાવતા ચોમાસુ તહેવારો.

લોકોનો સ્ટ્રેસ આક્રોશમાં ફેરવાઇ રહ્યો છે? ગુનાઓની સંખ્યામાં વધારો કેમ? 03.07.2026

સિયાએ જ્યાંથી કેતનને ધક્કો માર્યો હતો એ સ્પોટ જોવા માટે મુલાકાતીઓનાં ટોળાં જામે છે. લોકો વાત કરવાને બદલે હિંસક થવાનું પસંદ કરી રહ્યાં છે. માનવીય સંવાદ ઘટી જવાથી સંવેદનાઓનો છેદ ઉડી રહ્યો છે? ચિંતા, ડર, વ્યથાનો માહોલ કેમ એ સવાલના જવાબો મળવા સરળ નથી પણ છતાં ય આ એપિસોડમાં આ મનોસ્થિતિને ઉકેલવાનો એક પ્રયાસ કરાયો છે.

અલ નિનો અને લા નિનાની અસરો, મુંબઈનો વરસાદ, યાદો, ગીતો અને હાલાકી 26.06.2026

વરસાદ પડ એટલે ગરમીમાં શેકાતી ધરતીએ શ્વાસ લીધો એમ લાગે, આ એપિસોડમાં હું, બાવો અને મંગળદાસ મળીને વાત કરીએ છીએ આપણા પર્યાવરણની, આપણી કવિતાઓની અને આપણો પોતાનો વરસાદ કેવો હોય છે તે અંગે. થોડા ગીતો, ઢગલો હાલાકી અને કેટલીક કવિતાઓ છે આ એપિસોડનો આસ્વાદ.

370 રૂપિયાની બિરયાની, સ્ત્રી સન્માન અને નીટની પરીક્ષા સામે ટેલિગ્રામ બાનનું શસ્ત્ર 19.06.2026

સ્ત્રી સન્માનની વાત કોઈ કરે અને જો તમને એમ લાગતું હોય કે આ બધું તો અમસ્તું જ ચર્ચાય છે તો આ વાત તમારે ચોક્કસ સાંભળવી જોઇએ. સ્ત્રી કોઈ રોકાણ સામેનું વળતર નથી. હું બાવો અને મંગળદાસનો આ એપિસોડ તમને જણાવશે કે એક પુરુષને કેટલું સમજાય છે સ્ત્રીને સલામતી આપવાનું અને સ્ત્રીઓને કેમ રોજ ક્યાંક ડર રાખીને જીવવું પડે છે?

Pride Month: LGBTQIA+ સાંભળીને ગુંચવાતા હો તો આ ચોક્કસ સાંભળો 12.06.2026

LGBTQIA+ એવું વાંચીને જો તમારા નાકનું ટીચકું ચડી જતું હોય, જો તમને એમ લાગતું હોય કે સજાતીયતા તો પશ્ચિમી વિચાર છે અને સજાતીયતાને જાતિ સાથે કંઇ લેવાદેવા છે તો ચોક્કસ સાંભળો હું બાવો અને મંગળદાસનો આ એપિસોડ. ચિરંતના ભટ્ટ, વિનય અરોટે અને મીત પંચાલ કરે છે કેટલીક સ્ફોટક વાતો.

પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત 05.06.2026

મોંઘું બળતણ, ખાલી નળ અને અસહ્ય ગરમી! ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા ચર્ચા કરશે કે કેવી રીતે આર્થિક અને પર્યાવરણીય કટોકટી સામાન્ય માણસનાં ખિસ્સા અને માનસિક શાંતિને વેરવિખેર કરી રહી છે.

બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો 05.06.2026

બાન્દ્રા ઇસ્ટમાં ગેરકાયદે દબાણો હટાવાયા એ યોગ્ય થયું? હાસ્તો વળી પણ સોશ્યલ મીડિયા પર જે માથાકૂટો ચાલે છે અને કોક્રોચ જનતા પાર્ટી અને મેલડી ચૉકલેટ ટ્રેન્ડ થવા માંડે ત્યારે પત્રકારોએ શું કરવું જોઇએ? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં ચિરંતના ભટ્ટ, હેત્વી કારિયા અને મીત પંચાલે પોતાના અનુભવ અને અવલોકનની વાત માંડી.

ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત 05.06.2026

તમને કેટલી ડેટિંગ એપ્સ વિશે ખબર છે, કોણે ડેટિંગ એપ વાપરી અને કોણે નહીં અને કોને કેવા અનુભવ થયા છે જેવી ચર્ચા થશે ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા વચ્ચે.

Hallgasd a(z) Hoon, Baavo Ane Mangaldas podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.