Paurav Shukla
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: podcasters.spotify.com
Автор
Paurav Shukla
Категорія
Сайт подкасту
Останній епізод
4 жов 2026
Де слухати?
Подкасти в застосунку Replaio Radio Уже незабаромПодкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти
Епізоди
Devi bhagvat - Mahatmya Adhyay 3 14.01.2024 30:30
આજના અધ્યાયમાં આપણે હિંદુ શાસ્ત્રના એક બહુજ ઇમ્પોર્ટન્ટ પાત્ર ઇલા (સ્ત્રી સ્વરૂપ) અને સુદ્યુમ્ન (પુરુષ સ્વરૂપ) વિષે વાત કરીશું. આપણે આ પાત્ર દ્વારા સૂર્યવંશી અને ચંદ્રવંશી વચ્ચે કેવા પ્રકારની લિંક છે તેના વિશે જાણીશું.
Devi bhagvat - Mahatmya Adhyay 1 13.01.2024 29:04
આ અધ્યાયથી દેવી ભાગવતની શરૂઆત કરીએ છીએ. દેવી ભાગવતને કેમ મહાપુરાણ ગણવું જોઈએ તેની પર પણ ચર્ચા કરીએ છીએ.
Devi bhagvat - Mahatmya Adhyay 2 07.01.2024 32:26
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ, સ્યમંતક મણિ, જામ્બવન અને શ્રી કૃષ્ણના યુદ્ધની વાત કરવી છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિ શ્રદ્ધા અને નિષ્ઠાની પણ વાત કરશું.
Rishi Panchami - Marm ni Vaat - English 20.09.2023 31:46
Rishi Panchami, dedicated to all the sages in Hinduism, is an important day to reflect on our journey as humans on this Earth. In this unique podcast conversation, Professor Dr. Phani Tej Adidam (USA) and I explore important questions around What is Rishi Panchami? Who is a Rishi? And more spiritual questions surrounding Rishi Tatva?
Gopi geet - Bhagvat Puran - in English 26.08.2023 1:37:47
This is a unique exploration of Gopi geet in English wherein I discuss the emotional drivers to Gopi geet. This 90 minute pravachan was delivered on 20th August 2023 at the Coulsdon temple, London, UK.
Bhagvat Puran Mahatamya Adhyay 4 21.11.2021 21:49
શ્રીમદ્ ભાગવતના આ છેલ્લા અધ્યાયમાં આપણે ભાગવતનું સ્વરૂપ, પ્રમાણ, શ્રોતા અને વક્તા ના લક્ષણો, તેની શ્રવણવિધિ અને મહાત્મ્યની કેટલીક વાતો કરીશું. જય શ્રી કૃષ્ણ.
Bhagvat Puran Mahatamya Adhyay 3 20.11.2021 28:18
આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની પરંપરા અને તેનું મહત્વ, તથા ઉદ્ધવજીએ બૃહસ્પતિજી પાસેથી સાંભળેલી ભાગવત શ્રવણ ની વાર્તા કરીશું. ભાગવતજી ના શ્રવણથી શ્રોતાઓને ભગવતધામ ની પ્રાપ્તિ થાય છે તેના વિષયે પણ આપણે આજે જાણીશું.
Bhagvat Puran Mahatamya Adhyay 2 23.10.2021 18:02
આજના અધ્યાયમાં આપણે યમુનાજી અને શ્રી કૃષ્ણ પત્નીઓનો સંવાદ, અને યમુનાજી દ્વારા દર્શાવેલા શ્રી કૃષ્ણ ના કીર્તન ઉત્સવમાં ઉદ્ધવજી ના પ્રગટ થવાની વાત સાંભળીશું.
Bhagvat Puran Mahatmya Adhyay 1 22.10.2021 19:47
આજે આપણે ભાગવત પુરાણના મહાત્મ્ય નો પ્રથમ અધ્યાય સાંભળીશું, જેમાં પરીક્ષિત અને વજ્રનાભના મિલન, શાંડિલ્ય મુનિના મુખેથી ભગવાનની લીલાના રહસ્યનું અને વ્રજભૂમિના મહત્વનું વર્ણન સાંભળીશું.
Bhagvat Puran Skandh 12 Adhyay 13 21.10.2021 14:46
ભાગવત પુરાણના છેલ્લા અધ્યાયમાં આપણે વિભિન્ન પુરાણોની શ્લોકસંખ્યા અને શ્રીમદ ભાગવત નો મહિમા કેમ અનુપમ છે તેના વિશે સાંભળીશું.
Bhagvat Puran Skandh 12 Adhyay 12 20.10.2021 26:43
આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ સાંભળીશું. તેના દ્વારા સુતજી આપણને સંપૂર્ણ ભાગવત નો મહિમા સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે.
Bhagvat Puran Skandh 12 Adhyay 11 19.10.2021 23:50
આજના અધ્યાયમાં આપણે ભગવાન ના અંગો, ઉપાંગો, અને આયુધો નું રહસ્ય સાંભળીશું. આ ઉપરાંત શૌનકજી દ્વારા કરાયેલા પ્રશ્નના જવાબમાં, સુતજીએ કરેલું વિભિન્ન સૂર્યગણોનું વર્ણન પણ સાંભળીશું.
Bhagvat Puran Skandh 12 Adhyay 10 18.10.2021 21:41
માર્કેન્ડય ઋષિ પોતાના આશ્રમ પાસે ભગવાનના શરણાગત ભાવમાં તન્મય થઈ ગયા છે ત્યારે આકાશ માર્ગેથી વિચરણ કરતા ભગવાન શંકર, પાર્વતીજી, અને તેમના ગણ ત્યાં પધારે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને વરદાન માગવા કહે છે અને માર્કેન્ડય ઋષિ ભગવાન પાસેથી તે ભગવાનના ચરણોમાં સ્થાપિત રહી શકે એવું વરદાન માંગે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને જણાવે છે કે તેઓ પોતાના ભક્તોને હૃદયમાં અને શિરોધાર કરે છે.
Bhagvat Puran Skandh 12 Adhyay 9 17.10.2021 22:49
ભગવાન નર-નારાયણ માર્કેન્ડય ઋષિ ને વરદાન માંગવા માટે આજ્ઞા કરે છે અને માર્કેન્ડય ઋષિ તેમની પાસે ભગવાનની માયા જોવા માટે ઈચ્છા કરે છે. થોડા સમય બાદ માર્કેન્ડય ઋષિ પ્રલયકાળમાં ફસાઈ જાય છે અને ત્યાં તેમને ભગવાનના બાલમુકુંદ સ્વરૂપનું દર્શન થાય છે. ભગવાનની આ અદભુત માયા ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું.
Bhagvat Puran Skandh 12 Adhyay 8 16.10.2021 25:29
આજના અધ્યાયમાં આપણે માર્કેન્ડય ઋષિ ની કથા, અને ભગવાનના નર નારાયણ સ્વરૂપ માં તેમની સામે પ્રગટ થવાની વાત, તથા માર્કેન્ડય ઋષિએ કરેલી ભગવાન નર-નારાયણ ખૂબ ઉમદા સ્તુતિ સાંભળીશું.
Bhagvat Puran Skandh 12 Adhyay 7 15.10.2021 19:38
આજના અધ્યાયમાં આપણે અથર્વવેદ ની શાખાઓ અને પુરાણોના 10 લક્ષણો વિષે વિસ્તારથી સાંભળીશું.
Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 2 14.10.2021 23:18
શૌનકજીના પ્રશ્નના જવાબમાં, સુતજી, વ્યાસજી દ્વારા વેદોનું વિભાજન કેવી રીતે થયું તેના વિશે આપણને આ અધ્યાયમાં વ્યાખ્યાન કરે છે.
Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 1 13.10.2021 19:53
એવા સમાચાર સાંભળતા કે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડસી લીધા છે, પરીક્ષિતનો પુત્ર જન્મેજયખૂબ ઉગ્ર થઈ જાય છે. એ એવા પ્રકારના યજ્ઞનું આયોજન કરે છે કે જેમાં સાપો પોતાની જાતે જ આવીને હોમાઈ જાય. તક્ષક નાગને આ વાતની જાણ થતા તે ઇન્દ્રના રક્ષણમાં જાય છે, અને જ્યારે જન્મેજય ઈન્દ્ર અને તક્ષક બંનેને હોમવા માટે નો યજ્ઞ કરે છે, ત્યારે બૃહસ્પતિજી આવીને જન્મેજયને મૃત્યુના નિમિત્ત વિષયની વાત સમજાવે છે.
Bhagvat Puran Skandh 12 Adhyay 5 12.10.2021 16:54
આજના અધ્યાયમાં આપણે શ્રી શુકદેવજી નો અંતિમ ઉપદેશ સાંભળીશું. આ ઉપદેશમાં શ્રી શુકદેવજી આત્માના અજર અને અમર હોવાની વાત પરીક્ષિતને સમજાવે છે.
Bhagvat Puran Skandh 12 Adhyay 4 11.10.2021 26:15
આજના અધ્યાયમાં આપણે ચાર પ્રકારના પ્રલય વિશે સાંભળીશું. શુકદેવજી આપણને આપણી પોતાની કુંઠિંતતાનો બાધ કરાવે છે.
Bhagvat Puran Skandh 12 Adhyay 3 10.10.2021 27:02
આજના અધ્યાયમાં આપણે શુકદેવજી દ્વારા આપણી અંદર રહેલા મોહ અને અભિમાનને ચકનાચૂર કરી દેનારા કાળ વિશેનું વર્ણન સાંભળીશું. આપણે સતયુગમાં, દ્વાપરયુગમાં, ત્રેતાયુગમાં, અને કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકાય તેના વિશે પણ જાણીશું અને નામસંકીર્તન નો મહિમા સમજીશું.
Bhagvat Puran Skandh 12 Adhyay 2 09.10.2021 23:20
આજના અધ્યાયમાં આપણે કળિયુગના ધર્મ અને કેવી રીતે પ્રજાની દુર્ગતિ થશે તેના વિશે શુકદેવજીનો અભિપ્રાય સાંભળીશું.
Bhagvat Puran Skandh 12 Adhyay 1 08.10.2021 18:18
બારમાં સ્કંધ ની શરૂઆત કરતા, આજે આપણે કળીયુગના રાજાઓ અને તેમના વંશોનું વર્ણન સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 31 07.10.2021 17:28
દારૂક ગયા પછી અનેક દેવતાઓ, ઋષિમુનિઓ, અને બીજા ઘણા બધા ભગવાનના દર્શન માટે પ્રભાસક્ષેત્રમાં પહોંચ્યા અને તેમના જોતાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પહોંચી ગયા. આમ ભગવાને પૃથ્વી પર પોતાની લીલા સંકેલી.
Bhagvat Puran Skandh 11 Adhyay 30 06.10.2021 23:11
આજના અધ્યાયમાં આપણે ભગવાને યદુકુળનો સંહાર પ્રભાસ ક્ષેત્રમાં કેવી રીતે કરાવે કરાવ્યો તેની વાત સાંભળીશું. પોતાના કુળના મહાવીરઓ અને વીરોનો સંહાર થતાં, અને બલરામજીના પરંપળમાં લીન થયાની વાત જાણીને, ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ સ્વરૂપ માં બેસી ગયા. ત્યાં જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના પગની લાલીમા જોઈ ને એવું જાણ્યું કે આ એક મૃગ છે અને પોતાના બાણથી ભગવાનના પગ ને વીંધી નાખ્યો. જ્યારે ત...
Схожі подкасти
Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали