Paurav Shukla
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: podcasters.spotify.com
Автор
Paurav Shukla
Категорія
Сайт подкасту
Останній епізод
11 жов 2026
Де слухати?
Подкасти в застосунку Replaio Radio Уже незабаромПодкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти
Епізоди
Bhagvat Puran Skandh 8 Adhyay 12 14.04.2021 21:24
જ્યારે મહાદેવ શંકરે સાંભળ્યું કે શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપ દ્વારા દાનવોને અભિભૂત કરી દીધાં અને દેવોને અમૃતપાન કરાવ્યું ત્યારે તેમને પણ આ મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. તેઓ પોતાની પત્ની સતી અને પોતાના ગણ ને લઈને શ્રી વિષ્ણુ પાસે ગયા અને મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન શંકર પણ આ સ્વરૂપથી મોહિત થઈ ગયા અને મોહિની પાછળ દોડવા લાગ્યા. જ્...
Bhagvat Puran Skandh 8 Adhyay 11 13.04.2021 21:13
ભગવાન શ્રી વિષ્ણુ ની મદદથી જ્યારે અસુરોની માયા નો વિનાશ થયો ત્યારે દેવરાજ ઈન્દ્રના મનમાં અભિમાન વ્યાપી ગયું. રાજા બલિએ ત્યારે તેમને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો અને તેમના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું. ત્યારબાદ બે બળવીર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. વજ્ર આઘાતથી રાજા બલી મૃત્યુ પામ્યા અને તે જોઈને બીજા અસુરોએ દેવરાજ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું. ઇન્દ્રએ વજ્રની શક્તિથી બધા અસૂરને કરાવી દીધા હરાવી દીધા. જ્યારે દેવો...
Bhagvat Puran Skandh 8 Adhyay 10 12.04.2021 19:45
પોતે કર્મ કર્યું હોવા છતાં પણ જ્યારે અમૃત નું ફળ મળ્યું નહીં ત્યારે દાનવોને થયું કે અમને અન્યાય થયો છે. અને તેથી તેઓએ એવું સાથે યુદ્ધ આરંભ કરી દીધું. રાજા બલિ અને ઇન્દ્ર વધશે વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. જ્યારે તેમની કોઈપણ પ્રકારની વિદ્યા કામ ન લાગી ત્યારે રાજા બલિએ માયા નો ઉપયોગ કરીને દેવરાજ ઇન્દ્ર ની સામે અને દેવોની આસપાસ માયાજાળ રચી દીધી. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતા દેવોએ શ્રીહરિની પ્રા...
Bhagvat Puran Skandh 8 Adhyay 9 11.04.2021 23:28
જ્યારે દાનવો ભગવાનના મોહિની રૂપથી મોહિત થઇ જાય છે ત્યારે તેઓ લડવાનું છોડી અને તેની પાસે પહોંચે છે અને વિવેકબુદ્ધિ ભૂલીને મોહિનીને ન્યાય ની જવાબદારી સોંપે છે. મોહિની પોતાના રૂપ નો ઉપયોગ કરીને દેવોને અમૃત પાઈ દે છે, જ્યારે દાનવો તેનાથી વંચિત રહી જાય છે. આ સમયે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ને અમૃતનું પાન કરે છે. અને તે જોતાં ભગવાન શ્રીહરિ પોતાના ચક્રથી તેનું ગળું કાપી નાખે છે અને ભગવાન બ્રહ્માજી...
Bhagvat Puran Skandh 8 Adhyay 8 10.04.2021 20:18
આ અધ્યાયમાં આપણે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ, વૃક્ષો, દેવી લક્ષ્મી અને અમૃત વિશેની વાત સાંભળીશું. જ્યારે દેવ ધન્વંતરિ અમૃત સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા ત્યારે અસુરોએ તે ઘડો કે જેમાં અમૃત હતું, તે છીનવી લીધો. ભગવાને આ જોતા દાનવો માં ફૂટ પડાવી અને મોહિની રૂપ ધારણ કર્યું.
Bhagvat Puran Skandh 8 Adhyay 7 09.04.2021 26:24
ક્ષીરસાગર નું મંથન ચાલુ થતાં મંદરાચળ પર્વત ના ભારે તે પાણીમાં ડૂબતો જાય છે. તેથી શ્રી હરિ પોતે કચ્છપ નું રૂપ ધારણ કરીને મંદરાચળ પર્વત નીચે સ્થાપિત થઈ જાય છે. તેઓ દેવો અને દાનવો માં પણ પોતાની શક્તિ પ્રસ્થાપિત કરે છે. ત્યારબાદ જ્યારે સમુદ્ર મંથન ચાલુ થાય છે ત્યારે તેમાંથી સર્વ પ્રથમ હળાહળ નામનું ઉગ્ર વિષ નીકળે છે. આ વિષના નીકાલનો કોઈ ઉપાય નહીં મળતા લોકો ભગવાન શ્રી શંકર પાસે પહોંચે છે અને ભગવાન શંકર...
Bhagvat Puran Skandh 8 Adhyay 6 08.04.2021 17:34
બ્રહ્માજીની ઉત્તમ સ્તુતિ સાંભળીને શ્રીહરિ પ્રગટ થાય છે અને પછી દેવોને દાનવો સાથે સંધિ નો ઉપદેશ આપે છે. તેઓ દેવોને જણાવે છે કે દાનવો સાથે મળી અને તેઓ અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરે. આના માટે મંદરાચલ પર્વતને રવૈયો બનાવો પડશે અને વાસુકી નાગને નેતરું બનાવવું પડશે. દેવો જ્યારે દાનવો પાસે આ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દાનવો એનો સ્વીકાર કરે છે અને સંધિ થતાં તેઓ મંદરાચળ પર્વત ઊંચકવાનો પ્રયત્ન કર...
Bhagvat Puran Skandh 8 Adhyay 5 07.04.2021 21:58
આ અધ્યાયની શરૂઆત માં આપણે પહેલાં પાંચમાં અને છઠ્ઠા મનુ વિશેની વાત સાંભળીશું. આ આધ્યાય માં ભગવાન અજીત જે કે શ્રી હરિનું જ સ્વરૂપ છે તેમના વિશે જાણીશું. રાજા પરીક્ષિતે પ્રશ્ન કરયો છે કે ક્ષીરસાગર નું મંથન કેવી રીતે થયું અને ભગવાને કચ્છપ નું રૂપ કેમ ધારણ કર્યું. તેના જવાબમાં શુકદેવજી દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધ અને પરાજિત દેવોના બ્રહ્માજી પાસે જવાની વાત કરે છે. બ્રહ્માજી ત્યારબાદ દેવોને વૈકુંઠ લોકો...
Bhagvat Puran Skandh 8 Adhyay 4 06.04.2021 15:50
આ અધ્યાયમાં આપણે ગજેન્દ્ર અને ગ્રાહ ના પૂર્વ ચરિત્ર વિશે સાંભળીશું. આપણે તેમના પૂર્વ ચરિત્રની સાથે ભગવાને તેમનો કેવી રીતે ઉદ્ધાર કર્યો તે પણ સાંભળીશું.
Bhagvat Puran Skandh 8 Adhyay 3 05.04.2021 17:57
ગ્રાહના સંકજામાં ફસાયેલો ગજેન્દ્ર શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. જ્યારે આ સ્તુતિ સાંભળીને બીજા દેવતાઓ તેની મદદે આવતા નથી ત્યારે શ્રી હરિ ખુદ ગજેન્દ્રની મદદે આવી જાય છે. એમને પ્રગટ થયેલા જોઈને ગજેન્દ્ર હર્ષિત થઈ જાય છે અને સરોવરમાંથી પોતાની સૂંઢ નો ઉપયોગ કરીને એક કમળ ભગવાનને અર્પિત કરે છે. ત્યારબાદ તેની પર પ્રસન્ન થયેલા ભગવાન, ગ્રાહ અને ગજેન્દ્ર બેયને જળમાંથી બહાર ખેંચી લાવી અને સુદર્શન ચક્ર દ...
Bhagvat Puran Skandh 8 Adhyay 2 04.04.2021 15:54
શુકદેવજી આ ક્ષીરસમુદ્રમાં આવેલા ત્રિકૂટ નામના સર્વ સમૃદ્ધિ યુક્ત શ્રેષ્ઠ પર્વત અને તેના પર રહેતાં પશુ-પક્ષીઓ અને ત્યાં વસેલા દેવોના ગણ વિશેની પણ વાત કરે છે. ત્યાંના જંગલોમાં ગજેન્દ્ર પોતાના હાથીઓના ગણ સાથે મુક્ત વિચારી રહ્યો છે. અને તરસ લાગતા જ્યારે તે સરોવરમાં જઈને આનંદ કરી રહ્યો છે ત્યારે ગ્રાહ તેના પગને પોતાના જડબામાં પકડી લે છે. ગજેન્દ્ર તો એમાંથી છૂટવાનો ઘણો પ્રયત્ન કરે છે. બીજા હાથીઓ પણ તેને...
Bhagvat Puran Skandh 8 Adhyay 1 03.04.2021 15:14
આઠમાં સ્કંધના પહેલા અધ્યાયમાં નારદજી છ મન્વંતરોનું વર્ણન કરે છે. તે દરેક મન્વંતર ના મનું, તેના દેવ, તેના ઇન્દ્ર, મનુના પુત્ર અને સમાજ વ્યવસ્થાની વાત કરે છે. તેઓ આ અધ્યાયમાં ગજેન્દ્રના વ્યાખ્યાનની પૂર્વભૂમિકા પણ બાંધે છે.
Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 2 02.04.2021 22:45
ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે.
Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 1 01.04.2021 19:25
ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે.
Bhagvat Puran Skandh 7 Adhyay 14 31.03.2021 26:13
નારદજીએ પહેલા બ્રહ્મચર્યાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ના નિયમો સમજાવ્યા. આથી યુધિષ્ઠિરને પ્રશ્ન થયો છે કે ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થ વિશેષ પરેશાન કર્યા વિના ભગવાનના પદ ને કયા સાધનથી પ્રાપ્ત કરી શકે. એના જવાબમાં નારદજી તેમને ગૃહસ્થાશ્રમના નિયમો વિશે સમજાવે છે અને સદાચારનું વર્ણન કરે છે.
Bhagvat Puran Skandh 7 Adhyay 13 30.03.2021 24:03
પ્રહલાદજી પોતાના સેવકોની સાથે નીકળ્યા છે અને ત્યાં તેમને અવધૂત એવા દત્તાત્રેય જી ધૂળમાં પડેલા જોવા મળે છે. દત્તાત્રેયજી નું રુષ્ટ પુષ્ટ શરીર જોઈને પ્રહલાદજી એવો પ્રશ્ન કરે છે કે આપ આવી રીતે આટલું સુંદર શરીર કેવી રીતે જાળવી શકો છો. દત્તાત્રેય જેના જવાબમાં યતિ ધર્મ નું નિરૂપણ કરે છે અને જણાવે છે કે તેઓ બધી જ સ્થિતિમાં સમભાવના રાખી શકે છે અને એ સમભાવના તેમને આ આસક્તિઓ માંથી મુક્ત કરી દે છે.
Bhagvat Puran Skandh 7 Adhyay 12 29.03.2021 22:28
આ અધ્યાયમાં આપણે બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ના નિયમો વિષે સાંભળીશું. ખાસ કરીને બ્રહ્મચારીએ કેવી રીતે ગુરુની સાથે વર્તન કરવું અને પોતાની સ્વયંશિસ્ત કેવી રીતે જાળવી રાખવી તેના વિશે સમજીશું. આપણે વાનપ્રસ્થાશ્રમમાં માણસે કેવા પ્રકારનું વર્તન કરવું, કેવા પ્રકારનું ભોજન કરવું, અને કેવા પ્રકારની જીવન જીવવું તેના વિશેની સમજણ મેળવીશું.
Bhagvat Puran Skandh 7 Adhyay 11 28.03.2021 25:35
હિન્દુ ધર્મની ફિલોસોફીને સમજવા આ અધ્યાયમાં વ્યાસજી આપણને માનવધર્મ, વર્ણધર્મ, અને સ્ત્રીધર્મનું ખુબ સુંદર નિરૂપણ કરે છે. આ અધ્યાયમાં આપણે મનુષ્યના 30 પરમ ધર્મ વિશે સાંભળીશું. આપણે દરેક વર્ણના કર્મ અને પ્રવૃત્તિઓ વિશે સાંભળીશું. એ ઉપરાંત આપણે સ્ત્રીધર્મ અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય તેની પણ વાત કરીશું.
Bhagvat Puran Skandh 7 Adhyay 10 27.03.2021 24:59
પ્રહ્લાદજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા નરસિંહ ભગવાન ત્યારબાદ પ્રહલાદજી સાથે વાર્તાલાપ કરે છે અને તેમને વરદાન માગવાનું કહે છે. પ્રહલાદજી આ સાંભળીને ભગવાન પાસેથી તેઓ ક્યારેક કામનાવશ ના થાય તેની માગણી કરે છે અને પ્રભુના ચરણોમાં હંમેશા સ્થાપિત રહે તેવું વરદાન માંગે છે. ભગવાન નરસિંહ તેમને આ વરદાન આપીને અંતર્ધ્યાન થાય છે અને ત્યારબાદ પ્રહલાદજી નો રાજ્ય અભિષેક થાય છે. આ અધ્યાયમાં આપણે મય દાનવ અને ભગવા...
Bhagvat Puran Skandh 7 Adhyay 9 26.03.2021 31:37
જ્યારે બધા દેવતાઓએ અને બીજાઓએ કરેલી સ્તુતિ દ્વારા નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી ત્યારે બ્રહ્માજી પ્રહલાદ ને કહે છે કે બેટા કદાચ તારી સ્તુતિથી ભગવાન નરસિંહ નો ક્રોધ શાંત થઈ જશે. તેથી તું એમની પાસે જઈ અને તેમને શાંત કર. બ્રહ્માજીની આજ્ઞા માનીને પ્રહલાદજી નરસિંહ ભગવાન પાસે જાય છે અને બાળક તરીકે અદભુત સ્તુતિ પ્રસ્તુત કરે છે. એ સ્તુતિ માં પ્રહલાદ ભગવાનનું નરસિંહ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપ બેની ચર્ચા ક...
Bhagvat Puran Skandh 7 Adhyay 8 25.03.2021 28:39
આજના અધ્યાયમાં આપણે નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ અને તેમણે કરેલો હિરણ્યકશ્યપનો વધ તેના વિશે સાંભળીશું. નરસિંહ ભગવાન હિરણ્યકશિપુના વરદાન પછી ખૂબ ક્રોધિત થયા છે. એટલે એમને શાંત કરવા માટે બ્રહ્માજી, બીજા દેવતાઓ, સિદ્ધો, વિદ્યાધરો અને અન્ય લોકો તેમની પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાઓ અને સ્તુતિઓ પણ આજે આપણે સાંભળીશું.
Bhagvat Puran Skandh 7 Adhyay 7 24.03.2021 24:42
જયારે દૈત્ય બાળકો પૂછે છે કે પ્રહલાદજી ને આવું ભગવદ્ ભક્તિ નું જ્ઞાન ક્યાંથી મળ્યું, ત્યારે પ્રહલાદજી તેમને પોતાના જન્મ સમયની નારદજીના સંગ ની વાત કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે ઇન્દ્રે દૈત્યો પર આક્રમણ કરી દીધું ત્યારે તેમની માતાને નારદજીએ ખુદ બચાવી લીધા અને ત્યારબાદ એમને ભગવત ભક્તિનો ઉપદેશ આપ્યો. તે પ્રહલાદજીએ ગર્ભમાં ગ્રહણ કર્યો હતો. પ્રહલાદજી આત્માની પ્રકૃતિ અને તેના પ્રભાવ ની વાત કરે છે અને આપ...
Bhagvat Puran Skandh 7 Adhyay 6 23.03.2021 19:16
દૈત્ય બાળકોના પૂછવાથી પ્રહલાદજી તેમને ભક્તિ નું જ્ઞાન અને ઉપદેશ આપે છે. તેઓ તેમણે આત્મા અને શરીર વચ્ચેના ભેદનું અંતર સમજાવે છે અને મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેનો માર્ગ પણ દેખાડે છે.
Bhagvat Puran Skandh 7 Adhyay 5 22.03.2021 21:02
આ અધ્યાયમાં આપણે હિરણ્યકશ્યપુ દ્વારા પ્રહલાદજી ના વધના પ્રયત્નો વિશેનું વર્ણન સાંભળીશું. જ્યારે પ્રહલાદજી હિરણ્યકશ્યપુ ને ભગવાનના સામર્થ્યનો ઉપદેશ આપે છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમને હસી કાઢે છે. પ્રહલાદજી તેમને જગતની અને વિષય વાદની મિથ્યતાનો ઉપદેશ આપે છે. તેઓ તેમને ભગવાનના નવરૂપ વિશેની પણ વાત કરે છે અને આ પ્રમાણે નવધા ભક્તિ ની સમજાવે છે.
Bhagvat Puran Skandh 7 Adhyay 4 21.03.2021 18:28
પોતાને અભયપદ નું વરદાન મળ્યા બાદ હિરણ્યકશ્યપુ મદથી છકી જાય છે અને ત્રણે લોક નો વિજય પ્રાપ્ત કરે છે. તે હવે ઇન્દ્રના નિવાસસ્થાનમાં જ રહે છે અને બીજા બધાં ભયના લીધે તેને માન આપી રહ્યા છે. હિરણ્યકશ્યપુના ત્રાસથી બધા દેવો ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારે આકાશવાણી દ્વારા ભગવાન તેમને જણાવે છે કે જ્યારે હિરણ્યકશ્યપુ પોતાના પુત્ર પ્રહલાદનો વધ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે ભગવાન ખુદ હિરણ્યકશ્યપુનો...
Схожі подкасти
Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали