Paurav Shukla
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Podcast'in sitesini ziyaret etmeyi ve yapımcısını desteklemeyi unutma: podcasters.spotify.com
Yazar
Paurav Shukla
Kategori
Podcast web sitesi
Son bölüm
4 Eki 2026
Nereden dinlenir?
Uygulamada podcast'ler Replaio Radio Çok yakındaPodcast'ler çok yakında uygulamaya geliyor. Şimdi yükle ve podcast'lere yepyeni bir bakışı ilk gören sen ol
Bölümler
Bhagvat Puran Skandh 11 Adhyay 29 05.10.2021 23:47
આજના ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ધર્મનું નિરુપણ કરે છે તેઓ જણાવે છે કે જ્યારે મનુષ્ય સમભાવની ભાવનાથી પ્રેરાઈને બધામાં મને જુએ છે ત્યારે મને પામી લે છે. ભાગવત ધર્મનો આભાર ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 28 04.10.2021 25:40
ભગવાન આજના અધ્યાયમાં આપણને પરમાર્થ નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આત્મા જ સ્વયંપ્રકાશ છે, દ્રષ્ટા સાક્ષી છે અને અજ્ઞાની લોકો જ આત્માનો સંબંધ ઇન્દ્રિય અને પ્રાણ સાથે કરે છે. તેથી તેમને સંસાર અસત્ય હોવા છતાં પણ સત્ય લાગે છે. પણ જે સાધક ભગવાનનો આશ્રય લઈને યોગસાધનામાં સંલગ્ન થાય છે એને કોઈ વિઘ્ન ડગાવી શકતો નથી, તેની કામનાઓ નષ્ટ થઈ જાય છે, અને આત્માનંદની અનુભૂતિ માં તે મગ્ન થઈ જાય છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 27 03.10.2021 27:06
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ક્રિયા યોગનું વર્ણન સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 26 02.10.2021 19:47
આજના અધ્યાયમાં આપણે પરમ યશસ્વી સમ્રાટ ઈલા નંદન પુરૂરવાના વૈરાગ્ય વચનો સાંભળીશું. પુરૂરવા સ્વર્ગની અપ્સરા ઉર્વશી ના પ્રેમમાં આંધળા થઈ ગયા છે અને જ્યારે ઉર્વશી તેમને છોડીને ચાલી જાય છે ત્યારે તેમને વૈરાગ્ય જ્ઞાન થાય છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 25 01.10.2021 21:48
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ સાંભળીશું. ભગવાન સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણ વચ્ચેના ભેદને બહુ જ અદભુત રીતે સમજાવે છે અને આપણને જણાવે છે એ ભગવાનની પ્રાપ્તિ માટે ના શક્તિ એ જ પ્રગતિનો માર્ગ છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 24 30.09.2021 21:52
આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સાંખ્ય શાસ્ત્રનો અભિપ્રાય સંભળાવે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 23 29.09.2021 29:14
ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને કેવી રીતે વશ ન થઈ શકાય. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ તે કશું બ્રાહ્મણની કથા કહે છે અને તેના દ્વારા આપણને આત્મા અને શરીર વચ્ચેનો ભેદ સમજાવે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 2 28.09.2021 23:48
ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે કે પ્રકૃતિ અને પુરુષમાં ભિન્નતા અને અભિન્નતા કેમ જણાય છે. ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉત્તરમાં તાતવજ્ઞાન અને આત્મજ્ઞાનનો ઉત્તમ સંદેશ આપે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 1 27.09.2021 17:48
આજના અધ્યાયમાં આપણે તત્વોની સંખ્યા વિષે ઋષિઓમાં થયેલો મતભેદ અને તેના વિષે ભગવાન શ્રીકૃષ્ણનો મત પણ જાણીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 2 26.09.2021 21:52
આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ અને તેના રહસ્ય વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 1 25.09.2021 19:00
આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 20 24.09.2021 18:51
ભગવાને જ્યારે કહ્યું કે ગુણદોષો પર દ્રષ્ટિ ન જવી એ જ સૌથી મોટો ગુણ છે, તે સંબંધમાં ઉદ્ધવજી વધારે વિશ્લેષણની વિનંતી કરે છે. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનયોગ, કર્મયોગ, અને ભક્તિયોગ વિશેની ખુબ સુંદર છણાવટ કરે છે, અને ઉદ્ધવજીને જણાવે છે કે કયા પ્રકારની વ્યક્તિ કયા યોગમાં સ્થાપિત થાય છે અને કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 19 23.09.2021 21:40
ઉદ્ધવજી ના પ્રશ્નો ના જવાબ માં ભગવાન શ્રી કૃષ્ણ તેમને જ્ઞાન, ભક્તિ, અને યમ નિયમ વગેરે સાધનોનું વર્ણન કરે છે, તે સુંદર વર્ણન આજના અધ્યાયમાં આપણે સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 18 22.09.2021 23:11
વર્ણાશ્રમ ધર્મના નિરૂપણને આગળ વધારતા આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસ આશ્રમ વિષયની છણાવટ સાંભળીશું. દરેક વર્ણાશ્રમ ભગવદ પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેના વિશેનું અદભુત જ્ઞાન આજે આપણને મળશે.
Bhagvat Puran Skandh 11 Adhyay 17 21.09.2021 25:08
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણે કરેલું વર્ણાશ્રમ ધર્મ નું નિરૂપણ સાંભળીશું. ખાસ કરી આપણે બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વિશેની છણાવટ સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 16 20.09.2021 18:43
જેમ ભગવત ગીતામાં ભગવાને અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું, તે જ રીતે ભગવાન ઉદ્ધવજીને આ અધ્યાયમાં પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કરે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 15 19.09.2021 19:50
ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે જ્યારે સાધક પોતાનું ચિત ભગવાન તરફ વળે છે ત્યારે અનેક સિધ્ધિઓ તેની સમક્ષ ઉપસ્થિતઃ થઈ જાય છે. આ ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ, તેમના લક્ષણ, અને તેમની પ્રાપ્તિ કઈ રીતે થાય છે એના વિશે ભગવાન આ અધ્યાયમાં ઉદ્ધવજીને જણાવે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 14 18.09.2021 24:40
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને સમજાવેલ ભક્તિયોગ નો મહિમા અને ભગવાનનું ધ્યાન કેમ કરવું તેની વિધિ નું વર્ણન સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 13 17.09.2021 22:43
સનકાદિ ઋષિઓએ પોતાના પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે કે ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઇ અને એમાં ઘૂસી જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે ભવસાગર પાર કરવા પણ ઇચ્છે છે તો આ જે દ્વિધાથી પાર ઉતરવાનો કયો ઉપાય છે. ભગવાન બ્રહ્માજી પાસે આનો જવાબ નથી અને ત્યારે બ્રહ્માજી ની સામે હંસરૂપે પ્રગટ થઈને શ્રી હરિ તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 12 16.09.2021 19:57
આ અધ્યાયમાં આપણે સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મ ત્યાગની વિધિ વિષે સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 11 15.09.2021 26:27
આ અધ્યાયમાં આપણે બદ્ધ અને મુક્ત મનુષ્યના લક્ષણ વિષે સાંભળીશું. આપણે ભગવાનનો ભક્ત કેવો હોય તેના વિષે પણ જાણીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 10 14.09.2021 21:43
આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ લૌકિક અને પારલૌકિક ભોગનું નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આ લોક ની જેમ પરલોક પણ દોષ યુક્ત છે. કારણકે, ત્યાં પણ જ્યારે પુણ્યની સમાપ્તિ થાય છે ત્યારે મનુષ્ય ને પાછો હાંકી કાઢવામાં આવે છે. અને એટલા માટે આત્મા ની સત્તાને સમજવાની જરૂર છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 9 13.09.2021 22:21
અવધૂત દત્તાત્રેય ટીટોડી થી માંડીને ભમરી સુધી સાત ગુરુની કથા આ અધ્યાયમાં બહુ સુંદર રીતે વર્ણવે છે. ખાસ કરીને તેઓ વૈરાગ્ય વિષયનું જ્ઞાન પોતાના દેહમાંથી કેવી રીતે મળે છે તેના વિશે પણ જણાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સમગ્ર આસક્તિઓનો પરિત્યાગ કરી ને સમદર્શી થઈ જવાની આજ્ઞા આપે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 8 12.09.2021 23:59
અવધૂત દત્તાત્રેયજી અજગર થી માંડીને પિંગળા સુધીના નાવ ગુરુઓની કથા સંભળાવી ને યદુરાજને તેમનો મર્મ સમજાવે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 7 Part 2 11.09.2021 22:08
આજના અધ્યાયમાં આપણે યદુરાજ અને અવધૂત દત્તાત્રેય વચ્ચેનો સંવાદ સાંભળવો છે. એમના દ્વારા આપણે તેમને જુદા-જુદા ગુરુઓ પાસેથી કેવી સમજણ મેળવી છે એના વિશેની વાત જાણીશું. આ ઉપરાંત આપણે કબૂતરોની બહુ સુંદર એન્ડ મર્મથી ભરપૂર કથા સાંભળીશું.
Benzer podcast'ler
Replaio bir podcast yayıncısı değildir; program adları, kapak görselleri ve ses içerikleri yazarlarına aittir ve herkese açık RSS beslemeleri aracılığıyla dağıtılır