Paurav Shukla
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: podcasters.spotify.com
Autor
Paurav Shukla
Categorie
Site-ul podcastului
Cel mai nou episod
4 oct. 2026
Unde asculți?
Podcasturi în aplicație Replaio Radio În curândPodcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor
Episoade
Bhagvat Puran Skandh 11 Adhyay 7 Part 1 10.09.2021 18:06
જ્યારે ઉદ્ધવજી ભગવાનને નહીં જવાની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન તેમને ખુબ સુંદર એવો ત્યાગ અને સંન્યાસ નો ઉપદેશ આપે છે. આ ઉપદેશને ઉદ્ધવજી ભગવાન પાસે સરળ શબ્દોમાં જણાવવાની માંગણી કરે છે. જેના જવાબમાં ભગવાન કલ્યાણમાર્ગનો ઉપદેશ આપે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 6 09.09.2021 27:15
બ્રહ્માજી સાથે બીજા દેવતાઓ આવી અને ભગવાનને હવે વૈકુંઠધામ પધારવા માટે વિનંતી કરે છે. ભગવાન તેમને જણાવે છે કે એકવાર યાદવ વંશનો અંત આવી જાય ત્યાર પછી તેઓ પાછા પધારશે. યાદવો પાસેથી ભગવાનની સાથે પ્રભાસ ક્ષેત્રમાં જવાની વાત સાંભળીને ઉદ્ધવજી મર્મની વાત સમજી જાય છે અને ભગવાન પાસે આવીને પ્રાર્થના કરે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 5 08.09.2021 27:54
નીમીરાજા નો પ્રશ્ન કે ભક્તિ હીન મનુષ્ય ની ગતિ કેવી થાય છે, તેના વિશે આઠમા યોગીશ્વર શ્રી ચમસજી ખુબ સુંદર વાત કરે છે. ત્યારબાદ ની રાજા પૂછે છે કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી. તેના જવાબમાં નાવમાં યોગીશ્વર શ્રી કરભાનજી ખુબ સુંદર રીતે દરેક યુગમાં ભગવાનની ભક્તિ કઈ રીતે થાય તેની છણાવટ કરે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 4 07.09.2021 19:00
નીમીરાજાના પ્રશ્નના જવાબમાં યોગીશ્વર શ્રી દ્રુમિલજી આજના અધ્યાયમાં આપણને ભગવાન ના જુદા જુદા અવતારોનું વર્ણન સંક્ષેપમાં સંભળાવી રહ્યા છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 3 Part 2 06.09.2021 18:10
નીમીરાજાએ પ્રશ્ન કર્યો છે કે ભગવાનનું બ્રહ્મસ્વરૂપ શું છે અને કર્મયોગ દ્વારા ભગવાન એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના જવાબમાં યોગીશ્વર શ્રી પિપ્પલાયનજી અને આવીહોત્રજીએ બહુ સુંદર રીતે આપણને ભગવાનનું બ્રહ્મસ્વરૂપ અને કર્મયોગની છણાવટ કરી છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 3 Part 1 05.09.2021 24:27
આજના અધ્યાયમાં આપણે નિમિરાજા એ કરેલો પ્રશ્ન કે માયાનું સ્વરૂપ શું છે અને માયાથી પાર કેવી રીતે ઉતારી શકાય તેનો જવાબ યોગીશ્વર શ્રી અંતરીક્ષજી અને શ્રી પ્રબુદ્ધજીની વાણીમાં સાંભળીશું.
Bhagvat Puran Skandh 11 Adhyay 2 Part 2 04.09.2021 26:05
રાજા નીમી યોગીશ્વરો ને પ્રશ્ન કરે છે કે ભગવત ભક્તિનું સરળ સાધન કયું છે અને ભગવદ ભક્ત ને ઓળખવો કઇ રીતે. તેના વિશે યોગીશ્વરો ખૂબ જ સુંદર સમજણ આપે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 2 Part 1 03.09.2021 18:12
ભગવાન શ્રીકૃષ્ણની હાજરી હોવાથી દેવર્ષિ નારદજી વારંવાર દ્વારકા પધારે છે. એવા એક સમયે વસુદેવજી તેમને ભાગવત જ્ઞાન વિશે પ્રશ્ન કરે છે. તેના જવાબમાં નારદજી તેમને નીમી રાજા અને યોગીશ્વરો વચ્ચેના સંવાદની વાત કરે છે.
Bhagvat Puran Skandh 11 Adhyay 1 02.09.2021 20:44
અગિયારમાં સ્કંધના પહેલા અધ્યાયમાં યાદવોને ઋષિઓએ શાપ કેમ આપ્યો તેના વિશેની વાત આપણે જાણીશું. બીજા બધા શત્રુઓનો નાશ થતા યાદવો હવે ખૂબ શક્તિશાળી થઈ ગયા છે અને તેથી તેમનામાં ખૂબ ઉદંડતા વ્યાપી ગઈ છે. ભગવાન આનાથી ખૂબ ચિંતિત છે અને યાદવ વંશ નો સર્વનાશ કરવાનો વિચાર કરી રહ્યા છે. તે તરફ ની ગતિ વિશે આપણે આજે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 90 Part 2 01.09.2021 17:43
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન આગળ ધપાવીશું. આપણે યાદવોમાં આવી રહેલી ઉદંડતા જોઈને ભગવાનનો યાદવવંશનો વિનાશ તરફનો સંકેત પણ જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 90 Part 1 31.08.2021 19:20
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન સાંભળીશું. આપણે ભગવાન શ્રીકૃષ્ણની રાણીઓમાં વિરહની વેદના વિષે પણ સાંભળીશું. ભગવાન ની રાણીઓ જ્યારે ભગવાન તેમની પાસે નથી ત્યારે વિરહમાં પક્ષીઓને, વૃક્ષોને, પર્વતોને ,અને નદીઓને પૂછે છે કે તમને પણ અમારા જેવી વેદના થાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 89 Part 2 30.08.2021 20:04
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને કેવી રીતે એક બ્રાહ્મણના મૃત્યુ પામેલા બાળકોને પાછા પૃથ્વી પર લાવ્યા તેની કથા સાંભળવી છે. આ કથામાં આપણે ભગવાન વિષ્ણુ દ્વારા પોતાની જાતને હવે પૃથ્વી પરથી પાછા વૈકુંઠ લોકમાં લાવવાની વાત પણ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 89 Part 1 29.08.2021 19:11
ઋષિઓમાં વાદ-વિવાદ થયો છે કે બ્રહ્મા, વિષ્ણ અને મહેશમાં સૌથી મોટું કોણ. આથી ત્રણેયની પરીક્ષા લેવા માટે તેઓ ભૃગુઋષિને મોકલે છે. તે કસોટીની વાત અને ઋષિઓના નિર્ણય વિષે આપણે આજના અધ્યાયમાં જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 88 28.08.2021 22:27
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જણાવે છે કે તેમનામાં, શિવજીમાં એન્ડ બ્રહ્માજીમાં વરદાન આપવાનો ભેદ શો છે. શુકદેવજી પરીક્ષિતને વૃકાસુરની કથા સંભળાવે છે જેમાં ભગવાન શંકર વરદાન આપીને પોતે જ કષ્ટમાં મુકાઈ જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 3 27.08.2021 22:41
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેમ ભોગ અને માયામાં અટવાઈને પરમાત્મા તરફની પોતાની ગતિમાંથી ચલિત થઇ જાય છે તેના વિષે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 2 26.08.2021 26:18
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેવી રીતે પરબ્રહ્મને પામી શકે તેના વિષે શ્રુતિઓએ કરેલ વ્યાખ્યાન સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 1 25.08.2021 23:42
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે શું સંબંધ છે તેની છણાવટ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 86 Part 2 24.08.2021 15:22
પોતાના ભક્તોની મનોકામના પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ મિથિલા પુરીમાં રાજા બહુલાશ્વ અને શ્રુતદેવ નામના બ્રાહ્મણના ઘરે પોતાના દર્શન આપવા માટે જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 86 Part 1 23.08.2021 16:08
આજના અધ્યાયમાં આપણે અર્જુને સુભદ્રાજીનું હરણ કેવી રીતે કર્યું તેના વિશેની વાત સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 85 Part 2 22.08.2021 19:00
દેવકીજી પોતાના પુત્ર કૃષ્ણ અને બલરામજીને કહે છે કે તમારી પહેલા જન્મેલા મારા બીજા છ પુત્રોને પાછા લાવી આપો. એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સુતલ લોક માં જઈને રાજા બલિ પાસેથી તે પુત્રોને પાછા લાવી આપે છે. માતા દેવકી તેમને જોઈને હર્ષ પામે છે અને ત્યારબાદ તે પુત્રો તેમના દેવસ્થાને પહોંચી જાય છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 85 Part 1 21.08.2021 18:02
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પિતા વસુદેવજીને આપેલું બ્રહ્મજ્ઞાન વિશે જાણીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 84 Part 2 20.08.2021 25:18
કુરુક્ષેત્રમાં ભેગા થયેલા બધા ઋષિઓને વસુદેવજી પ્રશ્ન કરે છે કે જીવનમાં દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું ઋણ કઈ રીતે ઉતારવું. ઋષિઓ તેના વિશે વસુદેવજીને સુંદર સલાહ આપે છે અને ભગવાન શ્રીકૃષ્ણની ઉમદા સ્તુતિ કરે છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 84 Part 1 19.08.2021 18:59
આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મૂર્તિ પ્રથા અને જડ વસ્તુઓમાં ભગવાન શોધવાનો આપણો પ્રયત્ન તેનું ખંડન કરવામાં આવ્યું છે.
Bhagvat Puran Skandh 10 Adhyay 83 18.08.2021 24:31
આજના અધ્યાયમાં આપણે ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત અને ભગવાનની સ્તુતિ સાંભળીશું.
Bhagvat Puran Skandh 10 Adhyay 82 17.08.2021 23:24
સર્વગ્રાસ સૂર્યગ્રહણના સમયે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અનેક યાદવો સહિત ઘણા બધા લોકો આખા ભારતવર્ષમાંથી પોતપોતાના કલ્યાણ માટે અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે ગોપ ગોપીઓનું પણ મિલન થાય છે, તેની વાત આજના અધ્યાયમાં સાંભળીશું.
Podcasturi asemănătoare
Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice