Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: podcasters.spotify.com

Autor

Paurav Shukla

Categorie

Religion

Site-ul podcastului

podcasters.spotify.com

Cel mai nou episod

4 oct. 2026

Unde asculți?

Podcasturi în aplicație Replaio Radio În curând

Podcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor

Descarcă din Google Play Instalează gratuit Android aproape 10 mil. descărcări · nota 4,8 iOS în curând

Episoade

Bhagvat Puran Skandh 10 Adhyay 34 27.06.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વિદ્યાધર સુદર્શન અને યક્ષ શંખચૂડનો ઉધ્ધાર થયો તેના વિશેની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 33 Part 2 26.06.2021

ભગવાનના મહારાસ વિશે પરીક્ષિતને પ્રશ્ન થયો છે. તેના જવાબમાં શુકદેવજી તેને તત્વજ્ઞાનની વાત સમજાવે છે. આ વાતની મીમાંસા અને તેની પાછળના ઉદ્દેશ્ય વિશે આપણે આજે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 33 Part 1 25.06.2021

ભગવાન શ્રીકૃષ્ણની સુમધુર વાણી સાંભળીને ગોપીઓનો વિરહ દૂર થઈ ગયો. અને પોતાના પ્રાણપ્રિયના અંગ-સંગથી તેઓ કૃતાર્થ થઈ ગઈ. પોતાની દિવ્ય શક્તિથી ભગવાન દરેક ગોપીઓની પાસે પોતાનું રૂપ લઈ અને ઊભા રહી ગયા અને ત્યારબાદ તેમણે મહારાસની રચના કરી.

Bhagvat Puran Skandh 10 Adhyay 32 24.06.2021

ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં જાતજાતના ગીત પ્રહલાદ કરવા લાગી અને શ્રીકૃષ્ણના દર્શનની લાલસાથી પોતાને રોકી શકી નહીં અને રડવા લાગી. બરાબર તે જ વખતે ભગવાન શ્રીકૃષ્ણ તેમની વચ્ચે પ્રગટ થયા અને ગોપીઓને સાંત્વના આપી. તેમણે સમજાવ્યું કે ગોપીઓ હું તમને અતિ પ્રેમ કરું છું અને તમે આપેલા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો હું જન્મોજન્મની ચૂકવી શકું એમ નથી. તેથી હું તમારો અનંતકાળ સુધી ઋણી રહીશ.

Bhagvat Puran Skandh 10 Adhyay 31 23.06.2021

શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓ પ્રથમ તેમને શોધવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારબાદ ગોપી ગીત દ્વારા તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. તેમના વિરહની વેદનાને વ્યાસજીએ આ અધ્યાયમાં પતિ પ્રેમપૂર્વક વર્ણવી છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 30 22.06.2021

ગોપીઓને રાસલીલા દ્વારા શ્રીકૃષ્ણ પોતાના હોવાનું અભિમાન થઇ જાય છે. આ જોઈને શ્રી કૃષ્ણ ત્યાંથી અંતર્ધ્યાન થઇ જાય છે. શ્રીકૃષ્ણને ન પામી શકતા ગોપીઓ ખૂબ વિહવળ બની જાય છે અને વિરહના શોકમાં ડૂબી જાય છે. તેઓ શ્રી કૃષ્ણ જેવી ચેષ્ટાઓ કરવા માંડે છે અને શ્રીકૃષ્ણને શોધવાનો પ્રયત્ન કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 29 Part 2 21.06.2021

શ્રી કૃષ્ણ જ્યારે પાછા વળવાનું કહે છે તે સાંભળીને ગોપીઓ બેબાકળી બની જાય છે. વ્યાકુળ બનીને તેઓ શ્રી કૃષ્ણને કહે છે કે તમે જ અમારા સખા અને તમે જ અમારા સ્વામી, એટલે અમને અપનાવી લો. તેમને સંતુષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ તેમની સાથે રાસલીલા રમે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 29 Part 1 20.06.2021

શરદ ઋતુ આવી છે અને શ્રીકૃષ્ણ વેણુનાદ છોડ્યો છે. તેના મોહમાં ગોપીઓ બધુ મૂકીને, ભાન ભૂલીને, શ્રીકૃષ્ણ પાસે રાતના સમયે દોડી આવી છે. શ્રીકૃષ્ણ અત્યારે તેમને પાછા વળવાનું સમજાવે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 28 19.06.2021

એકવાર નંદબાવા આસુરી કાળના સમયે યમુનાના જળમાં પ્રવેશી ગયા અને તે વખતે વરુણના એક સેવક  તેમને પકડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયો. શ્રીકૃષ્ણ પોતે વરુણ પાસે ગયા અને ત્યાંથી નંદજીને છોડાવી લાવ્યા. વરુણજીએ કરેલી ભગવાનની ખુબ સુંદર સ્તુતિ આજના અધ્યાયમાં આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 27 18.06.2021

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરીને મુશળધાર વરસાદથી વ્રજને બચાવી લીધું ત્યારે સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર પોતાના અપરાધની ક્ષમા કરાવવા માટે આવ્યા. આ સમયે કામધેનુ એ ભગવાનનો અભિષેક કર્યો. ભગવાનની ખુબ સુંદર સ્તુતિ પણ આપણે આ અધ્યાય માં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 26 17.06.2021

વ્રજના લોકો ભગવાન શ્રીકૃષ્ણના અલૌકિક કર્મ જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા છે. આ અધ્યાયમાં આપણે તેમણે કરેલા વિચાર-વિમર્શ વિશે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 25 16.06.2021

ગોવાળો જ્યારે ઈન્દ્ર ભગવાન નો યજ્ઞ કરવાનું બંધ કરી દેશે દે છે ત્યારે ગુસ્સે થઈને દેવરાજ ઇન્દ્ર આંધી અને વરસાદને વ્રજ પર મોકલી આપે છે. ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાન ગિરિરાજ ગોવર્ધનને પોતાના જમણા હાથ પર ધારણ કરી લે છે. સાત દિવસ સુધી ઈન્દ્રએ મોકલેલા મેઘ અને આંધી ભગવાનના રક્ષણમાં રહેલા ગોવાળોને કશું પણ કરી શકતા નથી. ત્યારે ઇન્દ્રના ક્રોધનો અને અભિમાનનો નાશ થઈ જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 24 15.06.2021

ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાન નંદબાબા અને બીજા વયોવૃદ્ધ લોકો ને સમજાવે છે કે આપણે આપણા કર્મ ને આધિન રહીને તે જ પૂજા કરવી જોઈએ જે આપણને કર્મ કરવા માટે વસ્તુઓ પૂરી પાડે છે. આ પ્રમાણે જણાવીને તેઓ ગોવાળોને ગીરીરાજ ગાયો અને બ્રાહ્મણોની પૂજા કરવા વિશે પ્રેરિત કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 23 14.06.2021

ભગવાન શ્રીકૃષ્ણ સાથે આવેલા ગોપ બાળકો ખૂબ દૂર સુધી ગાયો ચરાવવા નીકળી ચૂક્યા છે. ભૂખ લાગતાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે અમને ભોજન અપાવો. ભગવાન તેમને અંગીરસ યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણો પાસે મોકલે છે. જ્ઞાનથી અંધ બનેલા બ્રાહ્મણ ગોપ બાળકોનો તિરસ્કાર કરે છે. ત્યારબાદ ભગવાન તે બાળકોને બ્રાહ્મણોને પત્નીઓ પાસે ભોજન માંગવાનું કહે છે. બ્રાહ્મણોને પત્નીઓ ભગવાન ના ભક્તિ પ્રેમમાં ડૂબેલી છે અને ભગવાને ભો...

Bhagvat Puran Skandh 10 Adhyay 22 13.06.2021

આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની ચીર હરણ લીલા વિશે સાંભળીશું. ચીર હરણ દ્વારા પણ ભગવાન આપણને આપણા કર્મ અને ધર્મ વિષયનું જ્ઞાન આપે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 21 12.06.2021

ભગવાન શ્રીકૃષ્ણના વેણુનાદમાં ખોવાઈ ગયેલી ગોપીઓ આપસમાં ચર્ચા કરે છે કે આ આખું વિશ્વ કેવી રીતે આ વાંસળીના સૂરમાં ઓતપ્રોત થઇ ગયું છે અને કેવી રીતે પોતાની જાતને શ્રી કૃષ્ણ પર ન્યોછાવર કરી રહ્યું છે. 

Bhagvat Puran Skandh 10 Adhyay 20 11.06.2021

ભગવાન શ્રીકૃષ્ણના અનેક પરાક્રમો સાંભળ્યા પછી હવે આ અધ્યાયથી આપણે શૃંગાર રસની વાત કરવી છે. આજના અધ્યાયમાં આપણે વર્ષાઋતુ અને શરદઋતુના વાતાવરણની અવલોકન કરીશું. આ અવલોકનોની સાથે વ્યાસજી તત્વજ્ઞાનની વાતો જોડી દે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 19 10.06.2021

જ્યારે ગોપબાલો રમત માં ડૂબી ગયા છે, ત્યારે તેમની ગાયો ચરતી ચરતી મુંજ ધાસના વનમાં પહોંચી જાય છે. ત્યાં આગ લાગતા ગાયો અને ગોવાળ બધા ઘેરાઈ જાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે કે અમને બચાવો. તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન તેમને દાવાનળમાંથી બચાવી લે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 18 09.06.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે પ્રલમ્બાસુરનો ઉદ્ધાર કેવી રીતે કર્યો  તેની વાત  જાણીશું. 

Bhagvat Puran Skandh 10 Adhyay 17 08.06.2021

કાલિયનાગ ના દમનની વાત સાંભળી, રાજા પરીક્ષિતને પ્રશ્ન થાય છે કે કાલિયનાગ યમુનાના ધરામાં આવ્યો કેમ. શ્રી શુકદેવજી આ ઘટનાનો પૂર્વાર્ધ અને ભગવાને વ્રજવાસીઓને દાવાનળથી કેવી રીતે બચાવ્યા તેની વાર્તા આ અધ્યાયમાં કરે છે. 

Bhagvat Puran Skandh 10 Adhyay 16 07.06.2021

રાજા પરીક્ષિતના પ્રશ્નના જવાબમાં શ્રી શુકદેવજી તેમને કાલિયનાગ કોણ હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ કેવી રીતે તેનું દમન કર્યું તેની વાર્તા વિસ્તાર પૂર્વક જણાવે છે. કાલિયનાગનું દમન કાર્ય બાદ શ્રી કૃષ્ણ તેને તેના ધામ રમણકપુરી જવાનો આદેશ આપે છે. 

Bhagvat Puran Skandh 10 Adhyay 15 06.06.2021

ગાયો ચરાવતા ગોપોબાળો શ્રીકૃષ્ણ અને બલરામને તાડવનમાં રહેતા ધેનુકાસુર રાક્ષસ વિશે જણાવે છે. શ્રી કૃષ્ણ અને બલરામ તાડવનમાં પહોંચીને ધેનુકાસુર અને તેના સાથીઓનો ઉદ્ધાર કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 14 05.06.2021

પોતાનો વિશ્વકર્તા હોવાનો મોહ નાશ થતાં બ્રહ્માજી ભગવાન શ્રીકૃષ્ણની અદભુત સ્તુતિ કરે છે. તે સ્તુતિ આજે આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 13 04.06.2021

બ્રહ્માજીને વિશ્વકર્તા હોવાનો મોહ થયો છે અને તેથી તેમણે શ્રી કૃષ્ણના બધા સખા અને ગાયોને અદ્રશ્ય કરી દીધા છે. શ્રી હરિ આ બધું જાણતા હોવાથી આ બધાનું સ્વરૂપ લઇ લે છે અને એક વર્ષ સુધી આમ કરે છે. જયારે બ્રહ્માજીનો મોહ નાશ થઇ જાય છે ત્યારે તેઓ શ્રી હરિના ચરણોમાં ઝૂકી જાય છે. 

Bhagvat Puran Skandh 10 Adhyay 12 03.06.2021

કંસની આજ્ઞાથી અઘાસુર એક વિકરાળ અજગરનું રૂપ લઈને ગોપબાળોના માર્ગમાં આવી જાય છે. તેના ખુલ્લા મોઢાને ગુફા સમજીને ગોપબાળ અંદર જાય છે. જયારે શ્રી કૃષ્ણ પણ અંદર પ્રવેશે છે ત્યારે અઘાસુર પોતાનું મુખ બંધ કરી દે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના શરીરને ખુબ મોટું બનાવી દે છે. તેથી અઘાસુર પોતેજ રૂંધાઇ જાય છે. 

Ascultă podcastul Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat în Replaio

Radio și podcasturi într-o singură aplicație - gratuit și fără înregistrare. Instaleaz-o azi și nu rata lansarea

Descarcă din Google Play

Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice