Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Paurav Shukla

Categoria

Religion

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Bhagvat Puran Mahatmya Adhyay 1 22.10.2021

આજે આપણે ભાગવત પુરાણના મહાત્મ્ય નો પ્રથમ અધ્યાય સાંભળીશું, જેમાં પરીક્ષિત અને વજ્રનાભના મિલન, શાંડિલ્ય મુનિના મુખેથી ભગવાનની લીલાના રહસ્યનું અને વ્રજભૂમિના મહત્વનું વર્ણન સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 13 21.10.2021

ભાગવત પુરાણના છેલ્લા અધ્યાયમાં આપણે વિભિન્ન પુરાણોની શ્લોકસંખ્યા અને શ્રીમદ ભાગવત નો મહિમા કેમ અનુપમ છે તેના વિશે સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 12 20.10.2021

આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ સાંભળીશું. તેના દ્વારા સુતજી આપણને સંપૂર્ણ ભાગવત નો મહિમા સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 11 19.10.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન ના અંગો, ઉપાંગો, અને આયુધો નું રહસ્ય સાંભળીશું. આ ઉપરાંત શૌનકજી  દ્વારા કરાયેલા પ્રશ્નના જવાબમાં, સુતજીએ કરેલું વિભિન્ન સૂર્યગણોનું  વર્ણન પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 10 18.10.2021

માર્કેન્ડય ઋષિ  પોતાના આશ્રમ પાસે ભગવાનના શરણાગત ભાવમાં તન્મય થઈ ગયા છે ત્યારે આકાશ માર્ગેથી વિચરણ કરતા ભગવાન શંકર, પાર્વતીજી, અને તેમના ગણ ત્યાં પધારે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને વરદાન માગવા કહે છે અને માર્કેન્ડય ઋષિ  ભગવાન પાસેથી તે ભગવાનના ચરણોમાં સ્થાપિત રહી શકે એવું  વરદાન માંગે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને જણાવે છે કે તેઓ પોતાના ભક્તોને હૃદયમાં અને શિરોધાર કરે છે. 

Bhagvat Puran Skandh 12 Adhyay 9 17.10.2021

ભગવાન નર-નારાયણ માર્કેન્ડય ઋષિ ને વરદાન માંગવા માટે આજ્ઞા કરે છે અને માર્કેન્ડય ઋષિ તેમની પાસે ભગવાનની માયા જોવા માટે ઈચ્છા કરે છે. થોડા સમય બાદ માર્કેન્ડય ઋષિ પ્રલયકાળમાં ફસાઈ જાય છે અને ત્યાં તેમને ભગવાનના બાલમુકુંદ સ્વરૂપનું દર્શન થાય છે. ભગવાનની આ અદભુત માયા ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 8 16.10.2021

આજના અધ્યાયમાં આપણે માર્કેન્ડય ઋષિ ની કથા, અને ભગવાનના નર નારાયણ સ્વરૂપ માં તેમની સામે પ્રગટ થવાની વાત, તથા માર્કેન્ડય ઋષિએ કરેલી ભગવાન નર-નારાયણ ખૂબ ઉમદા સ્તુતિ સાંભળીશું.  

Bhagvat Puran Skandh 12 Adhyay 7 15.10.2021

આજના અધ્યાયમાં આપણે અથર્વવેદ ની શાખાઓ અને પુરાણોના 10 લક્ષણો વિષે વિસ્તારથી સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 2 14.10.2021

શૌનકજીના પ્રશ્નના જવાબમાં, સુતજી, વ્યાસજી દ્વારા વેદોનું વિભાજન કેવી રીતે થયું તેના વિશે આપણને આ અધ્યાયમાં વ્યાખ્યાન કરે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 1 13.10.2021

એવા સમાચાર સાંભળતા કે તક્ષક નાગે  રાજા પરીક્ષિતને ડસી લીધા છે, પરીક્ષિતનો પુત્ર જન્મેજયખૂબ ઉગ્ર થઈ જાય છે. એ એવા પ્રકારના યજ્ઞનું આયોજન કરે છે કે જેમાં સાપો પોતાની જાતે જ આવીને હોમાઈ જાય. તક્ષક નાગને આ વાતની જાણ થતા તે ઇન્દ્રના રક્ષણમાં જાય છે, અને જ્યારે જન્મેજય ઈન્દ્ર અને તક્ષક બંનેને હોમવા માટે નો યજ્ઞ કરે છે, ત્યારે બૃહસ્પતિજી આવીને જન્મેજયને મૃત્યુના નિમિત્ત વિષયની વાત સમજાવે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 5 12.10.2021

આજના અધ્યાયમાં આપણે શ્રી શુકદેવજી નો અંતિમ ઉપદેશ સાંભળીશું. આ ઉપદેશમાં શ્રી શુકદેવજી આત્માના અજર અને અમર હોવાની વાત પરીક્ષિતને સમજાવે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 4 11.10.2021

આજના અધ્યાયમાં આપણે ચાર પ્રકારના પ્રલય વિશે સાંભળીશું.  શુકદેવજી આપણને આપણી પોતાની કુંઠિંતતાનો બાધ કરાવે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 3 10.10.2021

આજના અધ્યાયમાં આપણે શુકદેવજી દ્વારા આપણી અંદર રહેલા મોહ અને અભિમાનને ચકનાચૂર કરી દેનારા કાળ વિશેનું વર્ણન સાંભળીશું. આપણે સતયુગમાં, દ્વાપરયુગમાં, ત્રેતાયુગમાં, અને કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકાય તેના વિશે પણ જાણીશું અને નામસંકીર્તન નો મહિમા સમજીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 2 09.10.2021

આજના અધ્યાયમાં આપણે કળિયુગના ધર્મ અને કેવી રીતે પ્રજાની દુર્ગતિ થશે તેના વિશે શુકદેવજીનો અભિપ્રાય સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 1 08.10.2021

બારમાં સ્કંધ ની શરૂઆત કરતા, આજે આપણે કળીયુગના રાજાઓ અને તેમના વંશોનું વર્ણન સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 31 07.10.2021

દારૂક ગયા પછી અનેક દેવતાઓ, ઋષિમુનિઓ, અને બીજા ઘણા બધા ભગવાનના દર્શન માટે પ્રભાસક્ષેત્રમાં પહોંચ્યા અને તેમના જોતાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પહોંચી ગયા. આમ ભગવાને પૃથ્વી પર પોતાની લીલા સંકેલી.

Bhagvat Puran Skandh 11 Adhyay 30 06.10.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાને યદુકુળનો સંહાર પ્રભાસ ક્ષેત્રમાં કેવી રીતે કરાવે કરાવ્યો તેની વાત સાંભળીશું. પોતાના કુળના મહાવીરઓ અને વીરોનો સંહાર થતાં, અને બલરામજીના પરંપળમાં લીન થયાની વાત જાણીને, ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ સ્વરૂપ માં બેસી ગયા. ત્યાં જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના પગની લાલીમા જોઈ ને એવું જાણ્યું કે આ એક મૃગ છે અને પોતાના બાણથી ભગવાનના પગ ને વીંધી નાખ્યો. જ્યારે ત...

Bhagvat Puran Skandh 11 Adhyay 29 05.10.2021

આજના ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ધર્મનું નિરુપણ કરે છે તેઓ જણાવે છે કે જ્યારે મનુષ્ય સમભાવની ભાવનાથી પ્રેરાઈને બધામાં મને જુએ છે ત્યારે મને પામી લે છે. ભાગવત ધર્મનો આભાર ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 28 04.10.2021

ભગવાન આજના અધ્યાયમાં આપણને પરમાર્થ નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આત્મા જ સ્વયંપ્રકાશ છે, દ્રષ્ટા સાક્ષી છે અને અજ્ઞાની લોકો જ આત્માનો સંબંધ ઇન્દ્રિય અને પ્રાણ સાથે કરે છે. તેથી તેમને સંસાર અસત્ય હોવા છતાં પણ સત્ય લાગે છે. પણ જે સાધક ભગવાનનો આશ્રય લઈને યોગસાધનામાં સંલગ્ન થાય છે એને કોઈ વિઘ્ન ડગાવી શકતો નથી, તેની કામનાઓ નષ્ટ થઈ જાય છે, અને આત્માનંદની અનુભૂતિ માં તે મગ્ન થઈ જાય છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 27 03.10.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ક્રિયા યોગનું વર્ણન સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 26 02.10.2021

આજના અધ્યાયમાં આપણે પરમ યશસ્વી સમ્રાટ ઈલા નંદન પુરૂરવાના વૈરાગ્ય વચનો સાંભળીશું. પુરૂરવા સ્વર્ગની અપ્સરા ઉર્વશી ના પ્રેમમાં આંધળા થઈ ગયા છે અને જ્યારે ઉર્વશી તેમને છોડીને ચાલી જાય છે ત્યારે તેમને વૈરાગ્ય જ્ઞાન થાય છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 25 01.10.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ સાંભળીશું. ભગવાન સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણ વચ્ચેના ભેદને બહુ જ અદભુત રીતે સમજાવે છે અને આપણને જણાવે છે એ ભગવાનની પ્રાપ્તિ માટે ના શક્તિ એ જ પ્રગતિનો માર્ગ છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 24 30.09.2021

આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સાંખ્ય શાસ્ત્રનો અભિપ્રાય સંભળાવે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 23 29.09.2021

ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને કેવી રીતે વશ ન થઈ શકાય. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ તે કશું બ્રાહ્મણની કથા કહે છે અને તેના દ્વારા આપણને આત્મા અને શરીર વચ્ચેનો ભેદ સમજાવે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 2 28.09.2021

ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે કે પ્રકૃતિ અને પુરુષમાં ભિન્નતા અને અભિન્નતા કેમ જણાય છે. ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉત્તરમાં તાતવજ્ઞાન અને આત્મજ્ઞાનનો ઉત્તમ સંદેશ આપે છે. 

Ouça o podcast Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos