Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Paurav Shukla

Categoria

Religion

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Bhagvat Puran Skandh 6 Adhyay 13 11.03.2021

ભગવાન ઈન્દ્રએ વૃત્રાસુરનો વધતો કરી નાખ્યો પણ તેની સાથે તેમને બ્રહ્મહત્યાનું પાપ પણ લાગયુ છે. આ પાપ તેમને સતત ગ્રસી રહ્યું છે. તેનાથી પીડિત થઈને ઇન્દ્ર પોતે માન સરોવર પાસે કમળ ના જંગલમાં સંતાઈ જાય છે. અને આમ તેઓ એક હજાર વર્ષ સુધી ત્યાં સંતાયેલા રહે છે. એમની અંદર રહેલી અપરાધની ભાવના તેમને ખૂબ સતાવી રહી છે. ત્યારબાદ હજાર વર્ષ પૂર્વ દેવી લક્ષ્મી અને ભગવાન રુદ્રના આશ્રયમાં રહીને ઇન્દ્ર પાછા બહાર આવે છે...

Bhagvat Puran Skandh 6 Adhyay 12 10.03.2021

મહાપરાક્રમી વૃત્રાસુર ઇન્દ્ર જોડે ખૂબ વીરતાથી યુદ્ધ કરે છે. જ્યારે ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી જાય છે ત્યારે વૃત્રાસુર તેમનો વધ કરવાની જગ્યાએ તેમને વીરના લક્ષણો સમજાવતા ઉપદેશ આપે છે અને ફરી પાછા યુદ્ધ માટે લલકારે છે. જ્યારે ઇન્દ્ર તેના બંને હાથ છેદી નાખે છે ત્યારે વૃત્રાસુર પોતાના વિશાળ મુખથી ઇન્દ્રને તેમના વજ્ર સાથે ગળી જાય છે. નારાયણ કવચથી સુરક્ષિત ઇન્દ્ર વૃત્રાસુર ના પેટમાં પહોંચીને વજ્રથી તેના...

Bhagvat Puran Skandh 6 Adhyay 11 09.03.2021

જ્યારે વૃત્રાસુરે જોયું કે તેની સેના વજ્રના ભયથી ચારે તરફ ભાગી રહી છે ત્યારે તેણે ઈન્દ્રની સામે જઈ અને યુદ્ધ નો લલકાર કર્યો. ઇન્દ્રએ વૃત્રાસુર પર ગદાનો પ્રહાર કર્યો ત્યારે તેણે એક ગદાને રોકી અને એ જ ગદા દ્વારા ઇન્દ્રના હાથી ઐરાવત પર વાર કર્યો. ઐરાવત મૂર્છિત થઈ ગયો અને ઇન્દ્ર પોતે ભાન ગુમાવી બેઠા ત્યારે વૃત્રાસુરે એક શુરવીર ની જેમ તેમના પર કોઈ પણ પ્રકારનો પ્રહાર કર્યો નહીં. ઇન્દ્ર જ્યારે ફરીવાર ભાન...

Bhagvat Puran Skandh 6 Adhyay 10 08.03.2021

શ્રી હરિના જણાવ્યા મુજબ દેવતાઓએ દધીચિ ઋષિ પાસે જઈ અને તેમના અસ્થિઓની માંગ કરી. દધીચિ ઋષિએ તેમની પાસે સુંદર તર્ક ની માંગ કરી. ત્યારબાદ પોતાનો દેહત્યાગ કરી અસ્થિઓ દેવતાઓને સમર્પણ કર્યા. દેવતાઓએ આ અસ્થિઓમાંથી વિશ્વકર્માની મદદથી વજ્રનું નિર્માણ કર્યું અને ત્યારબાદ તેમણે વૃત્રાસુર ની સેના પર આક્રમણ કરી દીધું. વજ્રના પ્રભાવથી અસુર સેના તહસ-નહસ થઈ ગઈ અને ચારે તરફ ભાગવા લાગી. તે સમયે વૃત્રાસુરે  પોતા...

Bhagvat Puran Skandh 6 Adhyay 9 07.03.2021

દેવરાજ ઇન્દ્રને જાણ થઈ કે તેમના નવા ગુરુ વિશ્વરૂપ એ અસુરોને પણ મદદ કરી રહ્યા છે. આ જાણ થતાં તેમણે વિશ્વરૂપ ના ત્રણે શિર છેદી નાખ્યા અને એના વધને ચાર ભાગમાં પૃથ્વી જળ વૃક્ષો અને સ્ત્રીઓને આપ્યા. વિશ્વરૂપના પિતાને આ જાણ થતાં તેમણે ઇન્દ્રનો શત્રુને પેદા કરવા માટે હવન કર્યો જેમાંથી વૃત્રાસુર નામનો અસુર પેદા થયો. વૃત્રાસુરે દેવો પર આક્રમણ કરી દીધું અને દેવો ભયભીત થઈને શ્રી હરિ વિષ્ણુ પાસે આના ઉપાય માટે...

Bhagvat Puran Skandh 6 Adhyay 8 06.03.2021

દેવરાજ ઇન્દ્ર જ્યારે અસરો સામે લડાઈ કરવા માટે તૈયાર થયા ત્યારે વિશ્વરૂપએ ગુરુ તરીકે તેમને નારાયણ કવચ નો ઉપદેશ આપ્યો. આ અધ્યાયમાં આપણે ખૂબ જ સુંદર એવું નારાયણ કવચ અને એના વિસ્તાર વિશે સાંભળ્યું સાંભળીશું. આ કવચના નેજા હેઠળ ઇન્દ્ર અસુરો પર વિજયી થયા.

Bhagvat Puran Skandh 6 Adhyay 7 05.03.2021

દેવરાજ ઇન્દ્રને પોતાની સભા અને શક્તિ પ્રત્યે ખૂબ ગર્વ જાગી ગયો હતો. એકવાર તેમના ગુરૂ બૃહસ્પતિ જ્યારે સભામાં આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર ઉભા પણ ન થયા અને એમનો કોઈ સત્કાર ન કર્યો. આ જોતા બૃહસ્પતિજીએ ઈન્દ્રની સભાનો ત્યાગ કર્યો અને ગુરુ ન હોવાને કારણે તેમની સભામાંથી જ્ઞાન નો વિલોપ થયો. આની જાણ થતા અસુરોએ દેવો પર આક્રમણ કરી દીધું અને સ્વર્ગ પોતાનો કબજો જમાવી દીધો. દેવતાઓએ આ કારણસર બ્રહ્માજી પાસે ગયા અને...

Bhagvat Puran Skandh 6 Adhyay 6 04.03.2021

આજના અધ્યાયમાં આપણે દક્ષ પ્રજાપતિ અને એમની સાઠ  પુત્રીઓનું  વર્ણન સાંભળીશું. આપણે એમના વંશવેલા ની પણ વાત કરીશું જે આપણને નવા કથાનક તરફ લઇ જશે.

Bhagvat Puran Skandh 6 Adhyay 5 03.03.2021

પોતાના વંશની વૃદ્ધિ માટે દક્ષ પ્રજાપતિએ હયાશ્વ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમને સંતાન પ્રાપ્તિ માટે તપ કરવા નારાયણ સરોવર મોકલ્યા. ત્યાં એમને નારદજી મળ્યા અને નારદજીના ઉપદેશ પ્રમાણે તે બધા ભાગવત ધર્મમાં રચ્યાપચ્યા રહ્યા અને સંતાન પ્રાપ્તિ તરફ ધ્યાન ન આપ્યું. દક્ષ પ્રજાપતિને જ્યારે જાણ થઈ કે નારદજીના ઉપદેશના કારણે તેમના પુત્રો હવે સંતાનપ્રાપ્તિમાં રસ ધરાવતા નથી ત્યારે ખૂબ શોકીત થયા. દક્ષ...

Bhagvat Puran Skandh 6 Adhyay 4 02.03.2021

રાજા પરીક્ષિત શ્રી શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આ સૃષ્ટિના સર્જન ના અને વિકાસની વાત માંડીને કરો. તેના જવાબમાં, શુકદેવજી આપણને પાછા રાજા પ્રાચીનબ્રૂહિ , તેમના પુત્ર પ્રચેતાઓ, અને તેમના પુત્ર દક્ષ ની વાત તરફ લઇ જાય છે. દક્ષ પ્રજાપતિ પ્રજાની વૃદ્ધિ કરવા માટે પૃથ્વી પર પ્રજાની વૃદ્ધિ કરવા માટે તપ કરવા લાગે છે ત્યારે તે શ્રી હરિની એક ખૂબ સુંદર સ્તુતિ કરે છે. શ્રી હરિ તેના પર પ્રસન્ન થાય છે અને દક્ષ પ્રજ...

Bhagvat Puran Skandh 6 Adhyay 3 01.03.2021

યમદૂતો અજામિલ નો પ્રાણ લીધા વિના જ યમરાજ પાસે પાછા જાય છે અને યમરાજ પાસે શંકાના નિવારણ માટે માંગણી કરે છે કે શું આપના થી પણ કોઈ પર છે. તેના જવાબમાં યમરાજ તેમને શ્રી હરિ અને તેમના લોકની સમજણ આપે છે. યમરાજ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે અને જણાવે છે કે માત્ર ૧૨ વ્યક્તિઓ જ ભાગવત ધર્મનું રહસ્ય સમજી શકે છે. યમરાજના મુખેથી શ્રી હરિ ની સ્તુતિ સાંભળી ને યમદૂતોને શંકા નો નાશ થાય છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 2 28.02.2021

યમદૂતો ની વાત સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ એ દૂતોને ધર્મ અને ભગવાન ના નામસ્મરણમાં રહેલી શક્તિ સમજાવે છે. શાસ્ત્રો અને વેદોનું સ્મરણ કરાવીને તે પાર્ષદો, યમદૂતોને અજામિલ ના પ્રાણ લીધા વિના જ પાછા યમરાજ પાસે મોકલે છે. અજામિલ નો આત્મા આ ઘટનાને નિહાળી ને પોતે મનુષ્ય જન્મમાં રહીને કરેલી ખોટા કર્મોની વાતોને યાદ કરે છે અને નારાયણનું નામ લેતા પ્રાયશ્ચિત કરે છે. એને પ્રાયશ્ચિત કરતો જોઈ ભગવાનના પાર્ષદો...

Bhagvat Puran Skandh 6 Adhyay 1 27.02.2021

છઠ્ઠા સ્કંધના પ્રથમ અધ્યાયમાં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે છે કે એવા કયા અનુષ્ઠાન મનુષ્ય જાતિ એ કરવા જોઇએ જેથી તેને ભયંકર યાતનાઓપૂર્ણ નરકમાં જવું પડે નહીં. તેના જવાબમાં શુકદેવજી ખૂબ સુંદર રીતે ધર્મ અને તત્વજ્ઞાન નું વિશ્લેષણ કરે છે. ત્યારબાદ તેઓ અજામિલ નામના એક બ્રાહ્મણ નું આખ્યાન રાજા પરીક્ષિતને સંભળાવે છે. અજામિલ એક વિદ્વાન બ્રાહ્મણ છે જે ખોટા રસ્તે ચડી ચૂક્યા છે. તેમના સૌથી નાના પુત્ર નુ...

Bhagvat Puran Skandh 5 Adhyay 26 26.02.2021

રાજા પરીક્ષિત શુકદેવજીને મનુષ્યને ઉત્તમ અને અધમ ગતિ કેમ પ્રાપ્ત થાય છે અને તેની વિવિધતા કેમ હોય છે એના વિશે પ્રશ્ન કરે છે. શ્રી શુકદેવજી તેના ખૂબ સુંદર જવાબ આપે છે. ત્યારબાદ તેઓ નરક ની ગતિ નું વર્ણન કરે છે. હિન્દુ શાસ્ત્રમાં નરકોની સંખ્યા એકવીસ છે આ ઉપરાંત બીજા સાત મળીને કુલ ૨૮ નરકોમાં મનુષ્યને યાતનાઓ ભોગવવી પડે છે. પોતે કરેલા પાપ કર્મો ને લીધે શ્રી શુકદેવજી કયા પાપ ના લીધે કયા પ્રકારના નરકમાં જવુ...

Bhagvat Puran Skandh 5 Adhyay 25 25.02.2021

શ્રી હરિનું તામસી રૂપ એ સંકર્ષણ દેવના નામે ઓળખાય છે. આ અધ્યાયમાં આપણે બ્રહ્માપુત્ર નારદજી દ્વારા સંકર્ષણ દેવની સુંદર સ્તુતિ સાંભળીશું. આ અધ્યાયના અંતમાં શુકદેવજી રાજા પરીક્ષિત ને કહે છે કે હવે કોઈ બીજા તત્વજ્ઞાની લક્ષી પ્રશ્ન હોય તો તે પૂછો.

Bhagvat Puran Skandh 5 Adhyay 24 24.02.2021

ગ્રહણ નો અર્થ સમજાવવા માટે પૌરાણિક સમયના વૈજ્ઞાનિકોએ રાહુનું સર્જન કર્યું. જ્યારે અમૃતની વહેંચણી થઈ રહી હતી ત્યારે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો અને અમૃત એના ગળા સુધી પહોંચ્યું, ત્યારે ખબર પડતાં ભગવાન શ્રીહરિએ તેનું સુદર્શન ચક્રથી માથું વાઢી નાખ્યુ. રાહુની કથાની સાથે આ અધ્યાયમાં આપણે સાત ભૂગર્ભમાં રહેલા લોક જે ઘણીવાર આપણે પાતાળલોક તરીકે ઓળખિયે છીએ તેની કથા પણ સાંભળીશું. આપણે પાતાળલોકમાં રહ...

Bhagvat Puran Skandh 5 Adhyay 23 23.02.2021

આ અધ્યાયમાં આપણે શિશુમાર ચક્રનું વર્ણન સાંભળીશું. શિશુમાર ચક્ર આખા બ્રહ્માંડનું હિંદુ ફિલોસોફી પ્રમાણે નું વર્ણન છે. પુરાણ સમયના વૈજ્ઞાનિકોએ સપ્રમાણતા ના સિદ્ધાંત મુજબ 14 નક્ષત્રો જમણી અને 14 નક્ષત્ર ડાબી બાજુએ ગોઠવીને બ્રહ્માંડનું સુંદર નિરૂપણ કર્યું છે. એ સમયના વૈજ્ઞાનિકોએ જે જોયું તેને સરળ ભાષામાં સામાન્ય મનુષ્યને સમજાવવા માટે ખુબ સુંદર પ્રયત્ન કર્યો છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 22 22.02.2021

માત્ર અવલોકનના પ્રભાવથી એ સમયના વૈજ્ઞાનિકો જેને આપણે ઋષિઓ કહે છીએ તેમણે સૂર્ય, ચંદ્ર, શુક્ર, બુધ, ગુરુ, શનિ વગેરે ગ્રહોની સ્થિતિ વિશે આપણને સમજણ આપી. તેઓ એ પણ સમજાવી શકે છે કે પૃથ્વી એ બ્રહ્માંડનું સેન્ટર નથી પણ પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે. પશ્ચિમ જગતના વિજ્ઞાન કરતા આ ખૂબ આગળ પડતી માહિતી છે એ સમય માટે. એ આપણને ભારતીય વિજ્ઞાન કેટલુ આગળ પડતું હતું તે પણ જણાવે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 21 21.02.2021

આધુનિક ભૌતિક શાસ્ત્રની સમજણ સાથે આપણે આજના અધ્યાયમાં મેટર, એન્ટીમેટર અને એ અવકાશની સાથે જોડાયેલા ગ્રહો નક્ષત્ર અને ભગવાન સૂર્યની ગતિ ની વાતો સાંભળીશું. આ અધ્યાયમાં આપણે ટાઇમ ઝોન વિશે પણ સમજીશું.

Bhagvat Puran Skandh 5 Adhyay 20 20.02.2021

જંબુદ્વીપથી શરૂ કરીને આપણે આ અધ્યાયમાં બીજા છ દ્વીપોનો તથા લોકાલોક પર્વત વિષે સાંભળીશું. જંબુદ્વીપ ની બહાર પ્લક્ષદ્વીપ, તેની બહાર શાલમાલીદ્વીપ, કુશદ્વીપ ક્રૉન્ચદ્વીપ, શાકદ્વિપ અને પુષ્કરદ્વીપ ની વાત સાંભળીશું. શુકદેવજી ના મુખે આપણે લોકાલોક નામના પર્વત ની વાત પણ જાણીશું. લોકાલોક પર્વત એ બ્લેક હોલ ની કલ્પના તરફ લઈ જાય છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 19 19.02.2021

આગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગઆગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગ...

Bhagvat Puran Skandh 5 Adhyay 18 18.02.2021

આ અધ્યાયમાં આપણે ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન સાંભળીશું. દરેક ખંડમાં ભગવાનના એક જુદા સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે. જેમકે ભદ્રાશ્વ ખંડમાં ભગવાન વાસુદેવ ની  હયગ્રીવ નામની ધર્મપ્રિય મૂર્તિને પૂજવામાં આવે છે. તેવી જ રીતે હરિખંડમાં ભગવાન નરસિંહ રૂપે પૂજવામાં આવે છે. કેતુમાલ દેશમાં લક્ષ્મીજી, સંવત્સર નામના પ્રજાપતિ ના પુત્ર અને પુત્રીની સાથે ભગવાનની પૂજા કરે છે. રમ્યક ખંડમાં મત્સ્યરૂપની સ્તુતિ થાય છ...

Bhagvat Puran Skandh 5 Adhyay 17 17.02.2021

આ અધ્યાયમાં આપણે ગંગાજી ની ઉત્પતિ કેવી રીતે થઈ અને ત્યારબાદ ગંગાજી કેવી રીતે અંતરિક્ષમાંથી ધ્રુવ લોકમાં અને ત્યાંથી બ્રહ્મપુરી માં અને ત્યારબાદ પૃથ્વી પર અવતર્યા. પૃથ્વી પર તેમની સમુદ્ર સુધીની યાત્રા પણ આપણે સાંભળીશું. ઇલાવૃત દેશમાં આપણે શિવજીના મુખે સાકર્ષણની સ્તુતિનો આનંદ માણીશું. 

Bhagvat Puran Skandh 5 Adhyay 16 16.02.2021

આજના અધ્યાયમાં આપણે ભુવનકોષનું વર્ણન સાંભળીશું. ભુવનકોષ એટલે એટલે કે બ્રહ્માંડ. શુકદેવજી આપણને રાજા પ્રિયવ્રતે પ્રસ્થાપિત કરેલ સાત દ્વીપ ની વાત કરવાના છે. આ દરેક દ્વીપમાં રહેલ લોકોના નામ, એમના પર્વતો, અધિપતિઓ અને વર્ણની વાત આજના અધ્યાયમાં જાણવા મળશે.

Bhagvat Puran Skandh 5 Adhyay 15 15.02.2021

After hearing the explanation from Sage Shukdevji of the metaphor offered by Jadbharat, we are now move further along the story line by listening to the progeny of King Bharat and hear about some of the Dharma driven kings in the Bharat lineage. We hear particularly about the King Gaya and his illustrious life. 

Ouça o podcast Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos