Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Paurav Shukla

Categoria

Religion

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Bhagvat Puran Skandh 10 Adhyay 4 25.05.2021

વસુદેવજી ના પાછા આવતા જ કારાગારના બધા દ્વાર બંધ થઈ જાય છે. ત્યારબાદ કંસને સૂચના મળે છે કે દેવકીના આઠમા પૂત્ર નું આગમન થઇ ચૂક્યું છે. કંસ એ પુત્રીને દેવકી પાસેથી ઝૂંટવી લઇને તેને પથરા પર પછાડે છે. તે સમયે બાળકમાંથી શ્રી દેવી પ્રગટ થઈને કંસને એ જણાવે છે કે તારા મૃત્યુ નો આધાર એવો બાળક બીજા કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે. કંસ આ સાંભળીને પોતે આપેલી પીડા માટે અને વસુદેવ અને દેવકી ને કરેલા અન્યાય માટે મ...

Bhagvat Puran Skandh 10 Adhyay 3 Part 2 24.05.2021

વસુદેવજી ની સ્તુતિ સાંભળ્યા બાદ માતા દેવકી પણ ભગવાન શ્રીકૃષ્ણની ખુબ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ સાંભળ્યા બાદ ભગવાન પિતા વસુદેવ અને માતા દેવકીને એમના પૂર્વજન્મ, અને પોતાના આપેલા વરદાન વિશેની જાણ કરે છે .ત્યારબાદ વસુદેવજી ભગવાન શ્રીકૃષ્ણને છાબડીમાં મૂકીને યમુના પાર નંદ ગામમાં સુતેલા માતા યશોદા પાસે મૂકી આવે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 3 Part 1 23.05.2021

આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય વિશે ની વાત કરીશું. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે, દેવકીના ગર્ભમાંથી, ત્યારે રોહીણી નક્ષત્ર હતું અને જગત સૌમ્ય થઈ જાય છે. વસુદેવજી આ અદભુત બાળકને જોઈને ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 2 22.05.2021

દેવકી ના સાતમા પુત્ર તરીકે શેષજી પધારે છે. ભગવાનશ્રી વિષ્ણુની આજ્ઞાથી યોગમાયા આ બાળકને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી રહ્યા દે છે. જ્યારે બધા દેવતાઓને ખ્યાલ આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુ હવે દેવકીની કોખમાં સ્થાપિત થયા છે, ત્યારે તેઓ કારાવાસમાં આવીને ભગવાન વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 1 21.05.2021

દસમા સ્કંધના પહેલા અધ્યાયમાં આપણે પૃથ્વી ના દુખ વિશે સાંભળીશું અને ત્યારબાદ ભગવાને આપેલું આશ્વાસન જાણીશું. આ અધ્યાયમાં આપણે વસુદેવ અને દેવકી ના લગ્ન અને તે સમયે કંસનું સારથી બનવું અને આકાશવાણી દ્વારા કંસ વધ ની વાત જાણીશું. વસુદેવજી ના સમજાવવા પછી પણ કંસ દેવકી અને વાસુદેવને કાળ કોટડીમાં પૂરી રહેશે અને તેમના છ પુત્રોની હત્યા કરે છે. 

Bhagvat Puran Skandh 9 Adhyay 24 20.05.2021

નવમાં સ્કંધના આ છેલ્લા અધ્યાયમાં આપણે વિધર્ભના વંશ  વિષે જાણીશું. આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિષેની કથાનો પ્રારંભ પણ કરીશું. 

Bhagvat Puran Skandh 9 Adhyay 23 19.05.2021

આજના અધ્યાયમાં આપણે અનુ, દ્રુહુ, તુર્વસુ અને યદુવંશના રાજાઓ વિષે જાણીશું. 

Bhagvat Puran Skandh 9 Adhyay 22 18.05.2021

આજના અધ્યાયમાં આપણેપાંચાલવંશ, કૌરવવંશ, અને મગધદેશના રાજાઓ વિષે જાણીશું. આ અધ્યાયથી આપણે દશમાં સ્કંધની પૂર્વભૂમિકા બાંધવાની શરૂઆત કરીશું.  

Bhagvat Puran Skandh 9 Adhyay 21 17.05.2021

ભરતવંશની કથાને આગળ વધારતા આજે આપણે રાજા રંતિદેવના જીવનચરિત્ર વિષે જાણીશું. રાજા રંતિદેવ આપણને સહિષ્ણુતાનો પાઠ શીખવે છે. 

Bhagvat Puran Skandh 9 Adhyay 20 16.05.2021

આજના અધ્યાયમાં આપણે પૂરું વંશનું વર્ણન સાંભળીશું. ખાસ કરીને આપણે રાજા દુષ્યંત અને શકુંતલા ની કથા, તથા તેમના પુત્ર રાજા ભરત ના પરાક્રમો ની કથા સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 19 15.05.2021

હજાર વર્ષ સુધી ભોગવિલાસમાં રચ્યાપચ્ચા રહ્યા પછી રાજા યયાતિ ને આત્મઅવસ્થાનું ભાન થાય છે. તેઓ એક બકરાના રૂપક થી પોતાની પત્ની દેવયાનીને તેમના મનની સ્થિતિ સમજાવે છે. અને ત્યારબાદ પોતાના પુત્રને પૂરુંને રાજગાદી સોંપીને વનમાં ચાલ્યા જાય છે. યયાતિનો ગૃહ ત્યાગ જોઈને દેવયાની પોતે પણ પ્રભુમાં પોતાની જાતને સ્થાપિત કરે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 18 14.05.2021

નહુષ વંશની કથા સાંભળતા, આપણે આ અધ્યાયમાં, રાજા યયાતિ અને તેમના વિષય ભોગવિલાસ ની કથા સાંભળીશું. રાજા યયાતિ ક્ષત્રિય હોવા છતાં પણ તેમના લગ્ન બ્રાહ્મણ કન્યા દેવયાની, જે શુક્રાચાર્યના પુત્રી હતા, તેમની સાથે થયા. તેઓ ખૂબ વિષ ભોગી હતા, અને જ્યારે વૃદ્ધાવસ્થાનો શાપ મળ્યો ત્યારે તેઓ પોતાના પુત્ર પાસે યૌવનની ભીખ માંગી બેઠા. તેમના ચાર પુત્રોએ યૌવનની આપ-લે કરવાની ના કહી, પણ સૌથી નાના એવા પૂરુંએ સંમતિ આપી. આમ...

Bhagvat Puran Skandh 9 Adhyay 17 13.05.2021

આજના અધ્યાયમાં આપણે ક્ષત્રવૃદ્ધ અને રજી વગેરે રાજાઓના વંશનું વર્ણન સાંભળીશું. એ દરમિયાન આપણે શૌનકજી, ધનવંતરી અને બીજા કેટલાક એવા મહાપુરુષો અને મહાન રાજાઓ ની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 16 12.05.2021

સહસ્ત્ર બાહુ નો વધ કર્યા પછી પિતાની આજ્ઞા પ્રમાણે પરશુરામજીએ એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી. ત્યારબાદ જ્યારે કપટથી સહસ્ત્ર બાહુના પુત્રોએ જમદગ્નિ ઋષિનો વધ કર્યો ત્યારે પરશુરામજીએ ક્રોધિત થઈને 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખી. આ અધ્યાયમાં આપણે વિશ્વામિત્ર જી અને શૂન:શેપ જેમ ની કથા આગળ પણ કરી ચુક્યા છીએ (હરિશ્ચંદ્ર ની સાથે), તેમની પણ વાર્તા સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 15 11.05.2021

ચંદ્રવંશ ના ઇતિહાસને આગળ વધારતા આજે આપણે ઋચીક ઋષિ, જમદગ્નિ ઋષિ, અને પરશુરામજીના ચરિત્ર વિશે સાંભળીશું. ખાસ કરીને આપણે રાજા સહસ્ત્રબાહુ અને રાવણ તથા સહસ્ત્રબાહુ અને પરશુરામજી વચ્ચેના પરાગની વાત સમજીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 14 10.05.2021

આ અધ્યાયથી આપણે ચંદ્રવંશ ની કથા સાંભળીશું. સર્વ પ્રથમ આપણે અત્રી, તેમના પુત્ર ચંદ્રમા, અને બૃહસ્પતિ અને ચંદ્રમા વચ્ચેના દ્વેષ અને યુદ્ધની વાત સમજીશું. ત્યારબાદ આ અધ્યાયના કથાનાયક એવા રાજા પુરુરવા અને ઉર્વશી વચ્ચેના સંબંધની વાત વિશે જાણીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 13 09.05.2021

આજના અધ્યાયમાં આપણે રાજા નીમી અને તેમના વંશજોની વાત સાંભળીશું. ખાસ કરીને આપણે મિથિલા નગરીના રાજાઓ અને એ વંશને વિશે વધારે માહિતી મેળવીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 12 08.05.2021

ઈશ્વાકુ વંશના રાજાઓનું શેષ રાજાઓનું વર્ણન આપણે આ અધ્યાયમાં સાંભળીશું. આપણે જુદા જુદા રાજાઓના નામ, તેમના વંશજો, અને તેમના યુદ્ધ વિશે જાણીશું.ખાસકરીને આપણે બૃહદબલ અને અભિમન્યુ વચ્ચેના યુદ્ધની, એટલે કે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓનો વચ્ચેના યુદ્ધની વાત સાંભળીશું. જે દ્વારા આપણે સૂર્યવંશના અસ્ત અને ચંદ્ર દર્શન વધી રહેલા પ્રભાવની સમજ મેળવીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 11 07.05.2021

ભગવાન શ્રી રામચંદ્રજી ની શેષ લીલાઓનું વર્ણન આ અધ્યાયમાં આપણે સાંભળીશું. રામચંદ્રજી આ અધ્યાયમાં આપણને એક સબળ રાજા અને તેની નીતિ વિશેની સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 10 06.05.2021

આજના અધ્યાયમાં આપણે ઈશ્વાકુ વંશ ના સૌથી મહાન એવા રાજા અને વીર પુરુષ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ ભગવાનના ચરિત્ર ની વાર્તા સાંભળીશું. આ અધ્યાયમાં રામજી એ વીરપુરુષ તરીકે અને વીર તરીકે પોતાનો ધર્મ કેવી રીતે ધારણ કરવો તેના વિશેની આપણને સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 9 05.05.2021

કપિલ મુનિ ની સુચના મુજબ અંશુમાન અને તેમના વંશજો એ માતા ગંગા ને પૃથ્વી પર અવતરણ કરવા માટે ખૂબ વિનંતીઓ કરી. છેલ્લે ભગીરથની વિનંતી માનીને ગંગાજી એ પૃથ્વી પર અવતરણ કર્યું. ભગવાન શંકરે તેમને પોતાની જટામાં ઝીલી લીધા અને ત્યારબાદ ભગીરથ ગંગા ને તેમના પૂર્વજોની ભસ્મ પાસે બસમાં લઈ આવ્યા અને તેમનો ઉદ્ધાર કર્યો. આ અધ્યાયમાં આપણે રાજા સૌદાસની કથા પણ સાંભળી શું. એ કથાના મર્મમાં  આપણે અધર્મ ના લાંબા સમય સુધ...

Bhagvat Puran Skandh 9 Adhyay 8 04.05.2021

આજના અધ્યાયમાં આપણે રાજા સગર અને તેમના વંશજોની વાર્તા સાંભળવી છે. રાજા સગરના પુત્રોએ અશ્વમેધ યજ્ઞ ના ઘોડા ને શોધવા માટે આખી પૃથ્વીને ખોદી નાખી જેનાથી સાગરોનું  નિર્માણ થયું. કપિલ મુનિના નેત્રોથી તે બધા પુત્રો થયા ભસ્મ થઈ ગયા. અને રાજા સગરના પૌત્ર એવા અંશુમાને કપિલ મુનિ પાસેથી અશ્વમેઘ યજ્ઞ ના ઘોડા ને પાછો લાવી અને પોતાના પૂર્વજોના પાપને ધોવા નો પ્રયત્ન કર્યો.

Bhagvat Puran Skandh 9 Adhyay 7 03.05.2021

આ અધ્યાયમાં આપણે રાજા ત્રિશંકુ અને તેમના પુત્ર રાજા હરિશ્ચંદ્રની વાત સાંભળીશું. બંનેના જીવનમાં જે જુદા જુદા પ્રકારના મોહનું બન્ધન છે તેના વિશે આપણે ચર્ચા કરીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 6 02.05.2021

આજના અધ્યાયમાં આપણે ઇશ્વાકુના વંશનું વર્ણન સાંભળીશું. આપણે રાજા માન્ધાતા એન્ડ સૌભીર ઋષિની કથા પણ સાંભળીશું. સૌભીર ઋષિની કથા દ્વારા આપણે જીવનમાં સામાજિક દેખાદેખીથી કેમ દૂર રેહવું એનો મર્મ પણ સમજીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 5 01.05.2021

શ્રી હરિએ જણાવ્યા પ્રમાણે દુર્વાસાજી રાજા અંબરીશ પાસે આવીને તેમની માફી માંગે છે. રાજા અંબરીશ ખુબ સહાનુભૂતિથી સુદર્શન ચક્રને પાછા વળી જવાની વિનંતી કરે છે અને દુર્વાસાજીના દુઃખનું નિવારણ કરે છે. 

Ouça o podcast Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos