Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com

Auteur

Paurav Shukla

Categorie

Religion

Website van de podcast

podcasters.spotify.com

Nieuwste aflevering

11 okt. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

Bhagvat Puran Skandh 10 Adhyay 12 03.06.2021

કંસની આજ્ઞાથી અઘાસુર એક વિકરાળ અજગરનું રૂપ લઈને ગોપબાળોના માર્ગમાં આવી જાય છે. તેના ખુલ્લા મોઢાને ગુફા સમજીને ગોપબાળ અંદર જાય છે. જયારે શ્રી કૃષ્ણ પણ અંદર પ્રવેશે છે ત્યારે અઘાસુર પોતાનું મુખ બંધ કરી દે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના શરીરને ખુબ મોટું બનાવી દે છે. તેથી અઘાસુર પોતેજ રૂંધાઇ જાય છે. 

Bhagvat Puran Skandh 10 Adhyay 11 02.06.2021

નંદગામમાં આફત ઉપર આફત આવી રહી છે. અસુરનો ત્રાસ વધતો જતો જૉઇને વૃદ્ધ ગોપો નક્કી કરે છે કે બધા વૃંદાવનમાં ચાલ્યા જઇયે. આખું નંદગામ વૃંદાવન જવા ઉચાળા ભરે છે. કંસના અસુરો ત્યાં પણ કનૈયાને મારવાનો પ્રયત્ન કરે છે. આજના અધ્યાયમાં આપણે ભગવાને વત્સાસુર અને બકાસુરનો કેવી રીતે ઉદ્ધાર કર્યો, તે વિષે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 11 01.06.2021

ખાંડણિયા સાથે બંધાયેલ શ્રી કૃષ્ણઃ તેને ઘસડતાં ઘસડતા, ઘરની બહાર આવેલા અશોકવૃક્ષ પાસે લઇ આવે છે. પોતે તો અશોકવૃક્ષના બે ફડિયા વચ્ચેથી નીકળી જાય છે, પણ ખાંડણીયો ફસાઈ જાય છે. જયારે શ્રી કૃષ્ણ જરાક જોરથી ખાંડણિયાને ખેંચે છે ત્યારે અશોકવૃક્ષ પડી જાય છે. આ અશોકવૃક્ષ કોણ છે અને ભગવાને તેમનો ઉદ્ધાર કેમ કર્યો તેની વાત આજના અધ્યાયમાં આપણે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 9 31.05.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની દામોદરલીલાની વાત કરવી છે. યશોદાજી લાલા માટે તાજું માખણ બનાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ આવીને દૂધ ની માંગ કરે છે. માતા યશોદા સ્તનપાન કરાવી જ રહ્યાં છે ત્યાં રસોડા માં દૂધ ઉભરાય છે અને એ ન થાય તે માટે યશોદામાતા જરા વાર માટે રસોડામાં જાય છે ત્યાં તો તેમનો લાલો ગુસ્સે થઇ ને દહીં મંથનની ગોળી ફોડી નાખે છે અને માખણ ખાવા લાગે છે. વાંદરાને માખણ વહેચતા લાલાને જોઈને યશોદાજી...

Bhagvat Puran Skandh 10 Adhyay 8 Part 2 30.05.2021

ગોપીઓને પણ શ્રી કૃષ્ણ માખણ ચોરી જાય તે ગમે છે. છતાંય તે ખોટું ખોટું માતા યશોદા પાસે જઈને કહે છે કે માતા યશોદા તમારા કાનુડાએ અમારું માખણ ચોર્યું છે. આ માખણ ચોરી ખરેખર ચોરી છે? તેના વિશે નો મર્મ આજે આપણે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 8 Part 1 29.05.2021

આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણની બાળલીલાઓ ની વાતો સાંભળવી છે. પ્રથમ આપણે શ્રીકૃષ્ણના નામકરણ સંસ્કાર વિશેની માહિતી મેળવીશું. શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર શ્રી ગર્ગાચાર્યજી, જેઓ યાદવકુળના પુરોહિત હતા, તેમણે કર્યા. શ્રી કૃષ્ણ, બલરામ અને તેમના સખાઓ દ્વારા માખણ ચોરીની વાત પણ આજે આપણે માણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 7 28.05.2021

આગલા જન્મમાં જે લોકોને પોતાના કર્મોને લીધે રાક્ષસ રૂપ મળ્યું હતું તેમાના કેટલાક નો ઉદ્ધાર શ્રીકૃષ્ણ પોતાના બાળ સ્વરૂપમાં કરે છે. આજના અધ્યાયમાં આપણે શકટ અને તૃણાવર્તના ઉદ્ધાર ની વાત સાંભળવી છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 6 27.05.2021

કંસે આપેલી આજ્ઞા પ્રમાણે રાક્ષસી પૂતના બાળકો ના પ્રાણ હરી રહી છે. જ્યારે તે વ્રજમાં શ્રીકૃષ્ણના પ્રાણ હરવા માટે વ્રજમાં આવે છે ત્યારે એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ લે છે. શ્રીકૃષ્ણ તેને પારખી જાય છે. ત્યારબાદ જ્યારે પૂતના તેમને સ્તનપાન કરાવવા નો પ્રયત્ન કરે છે ત્યારે રુદ્ર ની સાથે રહીને શ્રીકૃષ્ણ તેનો જીવ લઇ લે છે. આ પૂતના કોણ છે અને શ્રી કૃષ્ણે તેનો ઉદ્ધાર કેમ કર્યો તેના વિશે આજના અધ્યાયમાં આપણે જાણી...

Bhagvat Puran Skandh 10 Adhyay 5 26.05.2021

આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણના જન્મનો મહોત્સવ જે વ્રજ ગામમાં ઉજવાઈ રહ્યો છે તેના વિશે સાંભળીશું. ત્યારબાદ આપણે નંદજી અને વસુદેવજી ની મથુરા માં થયેલી મુલાકાત અને વસુદેવજી એ નંદબાવાને આપેલી સલાહ વિશે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 4 25.05.2021

વસુદેવજી ના પાછા આવતા જ કારાગારના બધા દ્વાર બંધ થઈ જાય છે. ત્યારબાદ કંસને સૂચના મળે છે કે દેવકીના આઠમા પૂત્ર નું આગમન થઇ ચૂક્યું છે. કંસ એ પુત્રીને દેવકી પાસેથી ઝૂંટવી લઇને તેને પથરા પર પછાડે છે. તે સમયે બાળકમાંથી શ્રી દેવી પ્રગટ થઈને કંસને એ જણાવે છે કે તારા મૃત્યુ નો આધાર એવો બાળક બીજા કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે. કંસ આ સાંભળીને પોતે આપેલી પીડા માટે અને વસુદેવ અને દેવકી ને કરેલા અન્યાય માટે મ...

Bhagvat Puran Skandh 10 Adhyay 3 Part 2 24.05.2021

વસુદેવજી ની સ્તુતિ સાંભળ્યા બાદ માતા દેવકી પણ ભગવાન શ્રીકૃષ્ણની ખુબ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ સાંભળ્યા બાદ ભગવાન પિતા વસુદેવ અને માતા દેવકીને એમના પૂર્વજન્મ, અને પોતાના આપેલા વરદાન વિશેની જાણ કરે છે .ત્યારબાદ વસુદેવજી ભગવાન શ્રીકૃષ્ણને છાબડીમાં મૂકીને યમુના પાર નંદ ગામમાં સુતેલા માતા યશોદા પાસે મૂકી આવે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 3 Part 1 23.05.2021

આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય વિશે ની વાત કરીશું. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે, દેવકીના ગર્ભમાંથી, ત્યારે રોહીણી નક્ષત્ર હતું અને જગત સૌમ્ય થઈ જાય છે. વસુદેવજી આ અદભુત બાળકને જોઈને ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 2 22.05.2021

દેવકી ના સાતમા પુત્ર તરીકે શેષજી પધારે છે. ભગવાનશ્રી વિષ્ણુની આજ્ઞાથી યોગમાયા આ બાળકને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી રહ્યા દે છે. જ્યારે બધા દેવતાઓને ખ્યાલ આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુ હવે દેવકીની કોખમાં સ્થાપિત થયા છે, ત્યારે તેઓ કારાવાસમાં આવીને ભગવાન વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 1 21.05.2021

દસમા સ્કંધના પહેલા અધ્યાયમાં આપણે પૃથ્વી ના દુખ વિશે સાંભળીશું અને ત્યારબાદ ભગવાને આપેલું આશ્વાસન જાણીશું. આ અધ્યાયમાં આપણે વસુદેવ અને દેવકી ના લગ્ન અને તે સમયે કંસનું સારથી બનવું અને આકાશવાણી દ્વારા કંસ વધ ની વાત જાણીશું. વસુદેવજી ના સમજાવવા પછી પણ કંસ દેવકી અને વાસુદેવને કાળ કોટડીમાં પૂરી રહેશે અને તેમના છ પુત્રોની હત્યા કરે છે. 

Bhagvat Puran Skandh 9 Adhyay 24 20.05.2021

નવમાં સ્કંધના આ છેલ્લા અધ્યાયમાં આપણે વિધર્ભના વંશ  વિષે જાણીશું. આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિષેની કથાનો પ્રારંભ પણ કરીશું. 

Bhagvat Puran Skandh 9 Adhyay 23 19.05.2021

આજના અધ્યાયમાં આપણે અનુ, દ્રુહુ, તુર્વસુ અને યદુવંશના રાજાઓ વિષે જાણીશું. 

Bhagvat Puran Skandh 9 Adhyay 22 18.05.2021

આજના અધ્યાયમાં આપણેપાંચાલવંશ, કૌરવવંશ, અને મગધદેશના રાજાઓ વિષે જાણીશું. આ અધ્યાયથી આપણે દશમાં સ્કંધની પૂર્વભૂમિકા બાંધવાની શરૂઆત કરીશું.  

Bhagvat Puran Skandh 9 Adhyay 21 17.05.2021

ભરતવંશની કથાને આગળ વધારતા આજે આપણે રાજા રંતિદેવના જીવનચરિત્ર વિષે જાણીશું. રાજા રંતિદેવ આપણને સહિષ્ણુતાનો પાઠ શીખવે છે. 

Bhagvat Puran Skandh 9 Adhyay 20 16.05.2021

આજના અધ્યાયમાં આપણે પૂરું વંશનું વર્ણન સાંભળીશું. ખાસ કરીને આપણે રાજા દુષ્યંત અને શકુંતલા ની કથા, તથા તેમના પુત્ર રાજા ભરત ના પરાક્રમો ની કથા સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 19 15.05.2021

હજાર વર્ષ સુધી ભોગવિલાસમાં રચ્યાપચ્ચા રહ્યા પછી રાજા યયાતિ ને આત્મઅવસ્થાનું ભાન થાય છે. તેઓ એક બકરાના રૂપક થી પોતાની પત્ની દેવયાનીને તેમના મનની સ્થિતિ સમજાવે છે. અને ત્યારબાદ પોતાના પુત્રને પૂરુંને રાજગાદી સોંપીને વનમાં ચાલ્યા જાય છે. યયાતિનો ગૃહ ત્યાગ જોઈને દેવયાની પોતે પણ પ્રભુમાં પોતાની જાતને સ્થાપિત કરે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 18 14.05.2021

નહુષ વંશની કથા સાંભળતા, આપણે આ અધ્યાયમાં, રાજા યયાતિ અને તેમના વિષય ભોગવિલાસ ની કથા સાંભળીશું. રાજા યયાતિ ક્ષત્રિય હોવા છતાં પણ તેમના લગ્ન બ્રાહ્મણ કન્યા દેવયાની, જે શુક્રાચાર્યના પુત્રી હતા, તેમની સાથે થયા. તેઓ ખૂબ વિષ ભોગી હતા, અને જ્યારે વૃદ્ધાવસ્થાનો શાપ મળ્યો ત્યારે તેઓ પોતાના પુત્ર પાસે યૌવનની ભીખ માંગી બેઠા. તેમના ચાર પુત્રોએ યૌવનની આપ-લે કરવાની ના કહી, પણ સૌથી નાના એવા પૂરુંએ સંમતિ આપી. આમ...

Bhagvat Puran Skandh 9 Adhyay 17 13.05.2021

આજના અધ્યાયમાં આપણે ક્ષત્રવૃદ્ધ અને રજી વગેરે રાજાઓના વંશનું વર્ણન સાંભળીશું. એ દરમિયાન આપણે શૌનકજી, ધનવંતરી અને બીજા કેટલાક એવા મહાપુરુષો અને મહાન રાજાઓ ની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 16 12.05.2021

સહસ્ત્ર બાહુ નો વધ કર્યા પછી પિતાની આજ્ઞા પ્રમાણે પરશુરામજીએ એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી. ત્યારબાદ જ્યારે કપટથી સહસ્ત્ર બાહુના પુત્રોએ જમદગ્નિ ઋષિનો વધ કર્યો ત્યારે પરશુરામજીએ ક્રોધિત થઈને 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખી. આ અધ્યાયમાં આપણે વિશ્વામિત્ર જી અને શૂન:શેપ જેમ ની કથા આગળ પણ કરી ચુક્યા છીએ (હરિશ્ચંદ્ર ની સાથે), તેમની પણ વાર્તા સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 15 11.05.2021

ચંદ્રવંશ ના ઇતિહાસને આગળ વધારતા આજે આપણે ઋચીક ઋષિ, જમદગ્નિ ઋષિ, અને પરશુરામજીના ચરિત્ર વિશે સાંભળીશું. ખાસ કરીને આપણે રાજા સહસ્ત્રબાહુ અને રાવણ તથા સહસ્ત્રબાહુ અને પરશુરામજી વચ્ચેના પરાગની વાત સમજીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 14 10.05.2021

આ અધ્યાયથી આપણે ચંદ્રવંશ ની કથા સાંભળીશું. સર્વ પ્રથમ આપણે અત્રી, તેમના પુત્ર ચંદ્રમા, અને બૃહસ્પતિ અને ચંદ્રમા વચ્ચેના દ્વેષ અને યુદ્ધની વાત સમજીશું. ત્યારબાદ આ અધ્યાયના કથાનાયક એવા રાજા પુરુરવા અને ઉર્વશી વચ્ચેના સંબંધની વાત વિશે જાણીશું.

Luister naar de podcast Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds