Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Religion GU ↓ Επεισόδια: 494

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: podcasters.spotify.com

Δημιουργός

Paurav Shukla

Κατηγορία

Religion

Ιστοσελίδα του podcast

podcasters.spotify.com

Τελευταίο επεισόδιο

4 Οκτ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

Bhagvat Puran Skandh 10 Adhyay 81 16.08.2021

સુદામાજીના હાથમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પૌઆની પોટલી ઝુંટવી લે છે. તેમાંથી તેઓ એક મુઠ્ઠી પૌઆ આરોગે છે. થોડા સમય બાદ જ્યારે સુદામાજી પોતાના ઘરે પાછા આવે છે ત્યારે અદભુત સંપત્તિ જોઈએ આશ્ચર્ય પામે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 80 15.08.2021

આ અધ્યાયમાં આપણે સુદામાજી અને તેમની પત્ની વચ્ચેનો સંવાદ, અને ત્યારબાદ સુદામાજીનું શ્રી કૃષ્ણ ના મહેલમાં પધારવું અને તેમના મિલન તથા તેમણે સાંદિપની ઋષિના આશ્રમમાં ગાળેલી પળો વિશે સાંભળીશું. 

Bhagvat Puran Skandh 10 Adhyay 79 14.08.2021

ઋષિઓની સૂચના પ્રમાણે બલવલનો વધ કરીને ભગવાન બલરામજી એક વર્ષના પ્રાયશ્ચિત માટે ની યાત્રા પર નીકળે છે. તે દરમિયાન તેઓ કુરુક્ષેત્રમાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ નિહાળીને તેમને રોકવાનો પણ પ્રયત્ન કરે છે. જ્યારે તેમને સમજાય છે કે આ વ્યર્થ છે ત્યારે તેઓ ત્યાંથી પાછા પોતાની યાત્રા પર નીકળી જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 78 13.08.2021

શાલ્વનો વધ થતાં તેનો મિત્ર દંતવક્ત શ્રી કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે પગપાળો ચાલી આવે છે અને ગદા યુદ્ધ આદરે છે. ભગવાન તેનો પણ ઉદ્ધાર કરે છે. દંતવક્ત ભગવાનનો પાર્ષદ છે તેથી તેનો આત્મા ભગવાન માં સમાઈ જાય છે. ત્યારબાદ ભગવાન તેના પુત્ર વિદુરથનો પણ ઉદ્ધાર કરે છે. આ તરફ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધની તૈયારી થઈ રહી છે તે જાણતા તટસ્થ એવા બલરામજી તીર્થયાત્રા પર નીકળી જાય છે અને ત્યાં તેમના હાથે રોમહર્ષણ...

Bhagvat Puran Skandh 10 Adhyay 77 12.08.2021

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને બલરામજી ઇન્દ્રપ્રસ્થ થી પાછા આવે છે ત્યારે ભગવાન પોતાના સારથી ને શાલ્વ પાસે લઈ જવાની આજ્ઞા કરે છે અને તેની સાથે યુદ્ધ કરે છે. ભગવાન શાલ્વનો ઉદ્ધાર કરે છે અને તેના વિમાનને પણ તહસ-નહસ કરી નાખે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 76 11.08.2021

શિશુપાલનો વધ થયો છે તે જાણીને તેનો મિત્ર શાલ્વ ભગવાન પશુપતિનાથની આરાધના કરીને તેમની પાસેથી એક અજય તેવું વિમાન માંગે છે. આ વિમાન લઇ ને તે દ્વારિકા પર આક્રમણ કરી દે છે. ભગવાન ના પુત્ર પ્રદ્યુમ્નનજી આ આક્રમણ નો સામનો કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 75 10.08.2021

રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરે બધા જ ભાઈ બંધુઓને ચોક્કસ કામ આપીને દરેકને સાથે રાખ્યા હતા. પરંતુ રાજસૂય યજ્ઞ અને યુધિષ્ઠિર ની સંપતિ અને ઇન્દ્રપ્રસ્થ પ્રતિષ્ઠા દુર્યોધન સાંખી શકતો નથી. તેના મનમાં ખૂબ ઈર્ષા ભરાઈ ગઈ છે. દ્રૌપદી પ્રત્યે પણ તેને ખૂબ આસક્તિ છે .આ દરમિયાન એક દિવસ ઇન્દ્રપ્રસ્થ ની સભામાં જળ ને સ્થળ અને સ્થળને જળ માનીને દુર્યોધન જળ માં પડી જાય છે અને આ અપમાન સહન કરી શકતો નથી.

Bhagvat Puran Skandh 10 Adhyay 74 09.08.2021

યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં સહદેવજી એ પ્રસ્તાવ મૂક્યો કે અગ્ર પૂજા ભગવાન શ્રીકૃષ્ણની થવી જોઈએ. આ સાંભળીને મોટાભાગના લોકોએ સંમતિ દર્શાવી. પરંતુ શિશુપાલ ખૂબ ઉગ્ર થઈને ભગવાનને ભરી સભામાં અપશબ્દો કહેવા લાગ્યો. જ્યારે તેના પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે, ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી તેનો ઉદ્ધાર કર્યો.

Bhagvat Puran Skandh 10 Adhyay 73 08.08.2021

જરાસંધના કારાવાસમાંથી છુટેલા રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા અને રાજાઓએ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરી. ત્યારબાદ તેમને યથાયોગ્ય રીતે તૈયાર કરીને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને તેમના રાજ્યમાં મોકલી આપ્યા. ત્યારબાદ ભગવાન અર્જુન અને ભીમ ની સાથે ઇન્દ્રપ્રસ્થ પાછા આવ્યા.

Bhagvat Puran Skandh 10 Adhyay 72 07.08.2021

રાજા યુધિષ્ઠિર ભગવાન પાસે રાજસૂય યજ્ઞ કરવા માટે સંમતિ માગે છે. ત્યારબાદ તેઓ પોતાના ભાઈઓને દિગ્વિજય કરવા માટે મોકલે છે. એવા સમાચાર મળતા કે જરાસંધ પર હજી સુધી વિજય મળ્યો નથી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ને લઈને જરાસંઘ ની રાજધાની પહોંચે છે, અને યુદ્ધ માટે માંગણી કરે છે. 27 દિવસ સુધી જરાસંધ અને ભીમ ની વચ્ચે દ્વંદ યુદ્ધ થાય છે. ત્યારબાદ 28 માં દિવસે ભીમ ભગવાન પાસે આવે છે, અને જરાસંધને મારવા...

Bhagvat Puran Skandh 10 Adhyay 71 06.08.2021

જરાસંધના દૂતની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ તેને વચન આપે છે કે તેઓ બંદી રાજાઓને  જરાસંધના પ્રકોપમાંથી છોડાવી લે શે. ત્યારબાદ ઉદ્ધવજી ની સલાહ પ્રમાણે ભગવાન તેમની પત્નીઓ અને મોટો રસાલો લઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે, જ્યાં રાજા યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 70 05.08.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની નિત્ય ચર્યા વિશે સાંભળીશું. આપણે જાણીશું કે ગૃહસ્થએ કેવી રીતે પોતાની દિનચર્યા બનાવવી જોઈએ. ત્યારબાદ આપણે યાદવ સભામાં આવેલા જરાસંધના કેદી  રાજાઓના દૂતનું ભાષણ પણ સાંભળીશું . 

Bhagvat Puran Skandh 10 Adhyay 69 04.08.2021

આજના અધ્યાયમાં આપણે દેવર્ષિ નારદજીને જોયેલી ભગવાનની દિનચર્યા વિષે સાંભળીશું. ભગવાનની યોગમાતા અનંત છે અને નારદજીએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ સાંભળીશું. 

Bhagvat Puran Skandh 10 Adhyay 68 03.08.2021

શ્રીકૃષ્ણના મહાબળશાળી પુત્ર સામ્બે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. આ સાંભળીને કૌરવો ખુબ ગુસ્સે થયા અને છ મહારથીઓએ સાંબનો પીછો કર્યો અને તેની સાથે યુદ્ધ કર્યું. તેઓએ જયારે સામ્બને બંદી બનાવી લીધો ત્યારે બલરામજીના નેજા હેઠળ યાદવો કૌરવોને મળવા માટે હસ્તિનાપુર આવ્યા. બલરામજી કૌરવો પર કેમ કોપાયમાન થયા અને શું કર્યું તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 67 02.08.2021

પોતાના મિત્ર ભૌમાસુરનો વધ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો છે તે જાણીને દ્વિવિદ નામનો એક મહાશક્તિશાળી વાનર આનર્ત પ્રદશૅમા ઉત્પાત મચાવવા લાગ્યો. એક દિવસ તેણે રૈવતાચલ પર્વત પર વિહાર કરી રહેલા બલરામજીને લલકાર્યા અને તેમની વચ્ચે ભયંકર યુદ્ધ  થયું. આ યુદ્ધમાં બલરામજીએ દ્વિવિદનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેની કથા આજના અધ્યાયમાં સાંભળીશું. 

Bhagvat Puran Skandh 10 Adhyay 66 01.08.2021

અજ્ઞાનીઓથી ઘેરાયલા રાજા પૌણ્ડ્રકના મનમાં એવું ઠસી ગયું હતું કે તેઓ જ ભગવાન વાસુદેવ  છે. જયારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ ને આ સંદેશો મોકલ્યો અને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે તેમની વચ્ચેના યુદ્ધમાં પૌણ્ડ્રક અને તેના અજ્ઞાની મિત્રોનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું. 

Bhagvat Puran Skandh 10 Adhyay 65 31.07.2021

આજના અધ્યાયમાં આપણે બલરામજીની વ્રજ યાત્રા વિષે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 64 30.07.2021

આજના અધ્યાયમાં આપણે નૃગ રાજાની કથા સાંભળીશું.  તેઓ વિશ્વાસ છે ઈશ્વાકુ ના પુત્ર છે અને અજાણતાંજ બ્રાહ્મણને અન્યાય કરવાથી તેઓ કાચીંડાના રૂપમાં જન્મ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના હાથનો સ્પર્શ થતાંજ તેઓ મનુષ્યરૂપ ધારણ કરે છે અને પોતાની કથા  કહે છે. 

Bhagvat Puran Skandh 10 Adhyay 63 29.07.2021

એવી જાણ થતાં કે અનિરુદ્ધને બાણાસુરે નાગપાશમાં બાંધી દીધા છે, શ્રી કૃષ્ણ યાદવ સેનાને લઈને શોણિતપુર જે બાણાસુરની નગરી છે તેના પર આક્રમણ કરી દે છે. આ નગરી નું રક્ષણ ભગવાન શ્રી શંકર ખુદ કરે છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શંકર વચ્ચે મહાયુદ્ધ થાય છે. ત્યારબાદ બાણાસુરના અહમને નષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ બાણાસુરના હજારમાંથી માત્ર ચાર જ હાથ બાકી રહેવા દે છે અને ભગવાન શંકર વિનંતી પ્રમાણે તેને જીવતો છોડી દે...

Bhagvat Puran Skandh 10 Adhyay 62 28.07.2021

બલિરાજા ના સૌથી મોટા પુત્ર બાણાસુરની પુત્રી ઉષા, સ્વપ્નનાં એક સુંદર પુરૂષને જુએ છે અને તેને મનમાં જ વરી લે છે. તેની મિત્ર ચિત્રલેખા સુંદર ચિત્ર દ્વારા એ પ્રસ્થાપિત કરે છે કે ઉષાએ સ્વપ્નમાં જોયેલ વ્યક્તિ શ્રી કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ છે. યોગમાયા દ્વારા તે અનિરુદ્ધને ઉષાના મહેલમાં લઈ આવે છે અને ત્યાં ઉષા અને અનિરુદ્ધની વચ્ચે પ્રણયફાગ ખીલે છે. બાણાસુરને આની જાણ થતા તે પોતાના સૈનિકોને લઈને અનિરુદ્ધ પર આ...

Bhagvat Puran Skandh 10 Adhyay 61 27.07.2021

આજના અત્યારે આપણે ભગવાનના સંતાનો અને અનિરુદ્ધ વિવાહ વિશે સાંભળીશું. આપણે બલરામજી સાથે રુક્મિએ કરેલી છળકપટ  ની વાત અને બલરામજી દ્વારા રુક્મિના માર્યા જવાની વાત પણ સાંભળીશું. 

Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 2 26.07.2021

ભગવાનના વ્યંગનો મર્મ સમજી જતા રુક્મણિજી ભગવાને દર્શાવેલા રૂપકની છણાવટ કરે છે. એમની વચ્ચેનો આ સુંદર સંવાદ ગૃહસ્થ જીવનની એક લાક્ષણિકતાને રજૂ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 1 25.07.2021

હાસ્ય અને વ્યંગનો ઉપયોગ કરીને ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણીજી માં વધી રહેલા અહમને ઓછો કરવા માટે જણાવે છે કે શું એમની વચ્ચે નું મિલન યોગ્ય છે? આ સાંભળીને રુક્મિણીજી ઉદાસ અને ત્રાહિત થઈ જાય છે. આ જોઈને ભગવાન રુક્મિણીજીને સંભાળી લે છે અને તેમને પોતાના પ્રેમનું વચન આપે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 59 24.07.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના દ્વારા ભૌમાસુર નો ઉદ્ધાર કેવી રીતે થયો, અને ભગવાને સોળ હજાર રાજકુમારીઓને પોતાની પત્ની બનાવી, તેના વિશે જાણીશું. ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામાની વિનંતીથી, કલ્પવૃક્ષ, સ્વર્ગમાંથી દ્વારિકાના બગીચામાં સ્થાપિત કર્યું તેના વિશે પણ જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 58 23.07.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના બીજા લગ્નની વાત સાંભળીશું.

Άκου το podcast Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS