Paurav Shukla

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Husk at besøge podcastens hjemmeside og støtte skaberen: podcasters.spotify.com

Forfatter

Paurav Shukla

Kategori

Religion

Podcastens hjemmeside

podcasters.spotify.com

Seneste episode

4. okt. 2026

Hvor kan du lytte?

Podcasts i appen Replaio Radio Kommer snart

Podcasts kommer snart til appen. Installer nu, og vær den første til at se en helt ny tilgang til podcasts

Hent den på Google Play Installer gratis Android næsten 10 mio. downloads · 4,8 i bedømmelse iOS snart

Episoder

Bhagvat Puran Skandh 11 Adhyay 7 Part 1 10.09.2021

જ્યારે ઉદ્ધવજી ભગવાનને નહીં જવાની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન તેમને ખુબ સુંદર એવો ત્યાગ અને સંન્યાસ નો ઉપદેશ આપે છે. આ ઉપદેશને ઉદ્ધવજી ભગવાન પાસે સરળ શબ્દોમાં જણાવવાની માંગણી કરે છે. જેના જવાબમાં ભગવાન કલ્યાણમાર્ગનો ઉપદેશ આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 6 09.09.2021

બ્રહ્માજી સાથે બીજા દેવતાઓ આવી અને ભગવાનને હવે વૈકુંઠધામ પધારવા માટે વિનંતી કરે છે. ભગવાન તેમને જણાવે છે કે એકવાર યાદવ વંશનો અંત આવી જાય ત્યાર પછી તેઓ પાછા પધારશે. યાદવો પાસેથી ભગવાનની સાથે પ્રભાસ ક્ષેત્રમાં જવાની વાત સાંભળીને ઉદ્ધવજી મર્મની વાત સમજી જાય છે અને ભગવાન પાસે આવીને પ્રાર્થના કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 5 08.09.2021

નીમીરાજા નો પ્રશ્ન કે ભક્તિ હીન મનુષ્ય ની ગતિ કેવી થાય છે, તેના વિશે આઠમા યોગીશ્વર શ્રી ચમસજી ખુબ સુંદર વાત કરે છે. ત્યારબાદ ની રાજા પૂછે છે કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી. તેના જવાબમાં નાવમાં યોગીશ્વર શ્રી કરભાનજી ખુબ સુંદર રીતે દરેક યુગમાં ભગવાનની ભક્તિ કઈ રીતે થાય તેની છણાવટ કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 4 07.09.2021

નીમીરાજાના પ્રશ્નના જવાબમાં  યોગીશ્વર શ્રી દ્રુમિલજી  આજના અધ્યાયમાં આપણને ભગવાન ના જુદા જુદા અવતારોનું વર્ણન સંક્ષેપમાં સંભળાવી રહ્યા છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 3 Part 2 06.09.2021

નીમીરાજાએ પ્રશ્ન કર્યો છે કે ભગવાનનું બ્રહ્મસ્વરૂપ શું છે અને કર્મયોગ દ્વારા ભગવાન એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના જવાબમાં યોગીશ્વર શ્રી પિપ્પલાયનજી અને આવીહોત્રજીએ બહુ સુંદર રીતે આપણને ભગવાનનું બ્રહ્મસ્વરૂપ અને કર્મયોગની છણાવટ કરી છે. 

Bhagvat Puran Skandh 11 Adhyay 3 Part 1 05.09.2021

આજના અધ્યાયમાં આપણે નિમિરાજા એ કરેલો પ્રશ્ન કે માયાનું સ્વરૂપ શું છે અને માયાથી પાર કેવી રીતે ઉતારી શકાય તેનો જવાબ યોગીશ્વર શ્રી અંતરીક્ષજી અને શ્રી પ્રબુદ્ધજીની વાણીમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 2 Part 2 04.09.2021

રાજા નીમી યોગીશ્વરો ને પ્રશ્ન કરે છે કે ભગવત ભક્તિનું સરળ સાધન કયું છે અને ભગવદ ભક્ત ને ઓળખવો કઇ રીતે. તેના વિશે યોગીશ્વરો ખૂબ જ સુંદર સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 2 Part 1 03.09.2021

ભગવાન શ્રીકૃષ્ણની હાજરી હોવાથી દેવર્ષિ નારદજી વારંવાર દ્વારકા પધારે છે. એવા એક સમયે વસુદેવજી તેમને ભાગવત જ્ઞાન વિશે પ્રશ્ન કરે છે. તેના જવાબમાં નારદજી તેમને નીમી રાજા અને યોગીશ્વરો વચ્ચેના સંવાદની વાત કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 1 02.09.2021

અગિયારમાં સ્કંધના પહેલા અધ્યાયમાં યાદવોને ઋષિઓએ શાપ  કેમ આપ્યો તેના વિશેની વાત આપણે જાણીશું. બીજા બધા શત્રુઓનો નાશ થતા યાદવો હવે ખૂબ શક્તિશાળી થઈ ગયા છે અને તેથી તેમનામાં ખૂબ ઉદંડતા વ્યાપી ગઈ છે. ભગવાન આનાથી ખૂબ ચિંતિત છે અને યાદવ વંશ નો સર્વનાશ કરવાનો વિચાર કરી રહ્યા છે. તે તરફ ની ગતિ વિશે આપણે આજે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 90 Part 2 01.09.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન આગળ ધપાવીશું. આપણે યાદવોમાં આવી રહેલી ઉદંડતા જોઈને ભગવાનનો યાદવવંશનો વિનાશ તરફનો સંકેત પણ જાણીશું. 

Bhagvat Puran Skandh 10 Adhyay 90 Part 1 31.08.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન સાંભળીશું. આપણે ભગવાન શ્રીકૃષ્ણની રાણીઓમાં વિરહની વેદના વિષે પણ સાંભળીશું. ભગવાન ની રાણીઓ  જ્યારે ભગવાન તેમની પાસે નથી ત્યારે વિરહમાં પક્ષીઓને, વૃક્ષોને, પર્વતોને ,અને નદીઓને પૂછે છે કે તમને પણ અમારા જેવી વેદના થાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 89 Part 2 30.08.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને કેવી રીતે એક બ્રાહ્મણના મૃત્યુ પામેલા બાળકોને પાછા પૃથ્વી પર લાવ્યા તેની કથા સાંભળવી છે. આ કથામાં આપણે ભગવાન વિષ્ણુ દ્વારા પોતાની જાતને હવે પૃથ્વી પરથી પાછા વૈકુંઠ લોકમાં લાવવાની વાત પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 89 Part 1 29.08.2021

ઋષિઓમાં વાદ-વિવાદ થયો છે કે બ્રહ્મા, વિષ્ણ અને મહેશમાં સૌથી મોટું કોણ. આથી ત્રણેયની પરીક્ષા લેવા માટે તેઓ ભૃગુઋષિને મોકલે છે. તે કસોટીની વાત અને ઋષિઓના નિર્ણય વિષે આપણે આજના અધ્યાયમાં જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 88 28.08.2021

ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જણાવે છે કે તેમનામાં, શિવજીમાં એન્ડ બ્રહ્માજીમાં વરદાન આપવાનો ભેદ શો છે. શુકદેવજી પરીક્ષિતને વૃકાસુરની કથા સંભળાવે છે જેમાં ભગવાન શંકર વરદાન આપીને પોતે જ કષ્ટમાં મુકાઈ જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 3 27.08.2021

આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેમ ભોગ અને માયામાં અટવાઈને પરમાત્મા તરફની પોતાની ગતિમાંથી ચલિત થઇ જાય છે તેના વિષે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 2 26.08.2021

આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેવી રીતે પરબ્રહ્મને પામી શકે તેના વિષે શ્રુતિઓએ કરેલ વ્યાખ્યાન સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 1 25.08.2021

આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે શું સંબંધ છે તેની છણાવટ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 86 Part 2 24.08.2021

પોતાના ભક્તોની મનોકામના પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ મિથિલા પુરીમાં રાજા બહુલાશ્વ અને શ્રુતદેવ નામના બ્રાહ્મણના ઘરે પોતાના દર્શન આપવા માટે જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 86 Part 1 23.08.2021

આજના અધ્યાયમાં આપણે અર્જુને સુભદ્રાજીનું હરણ કેવી રીતે કર્યું તેના વિશેની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 85 Part 2 22.08.2021

દેવકીજી પોતાના પુત્ર કૃષ્ણ અને બલરામજીને કહે છે કે તમારી પહેલા જન્મેલા મારા બીજા છ પુત્રોને પાછા લાવી આપો. એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સુતલ લોક માં જઈને રાજા બલિ પાસેથી તે પુત્રોને પાછા લાવી આપે છે. માતા દેવકી તેમને જોઈને હર્ષ પામે છે અને ત્યારબાદ તે પુત્રો તેમના દેવસ્થાને પહોંચી જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 85 Part 1 21.08.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પિતા વસુદેવજીને આપેલું બ્રહ્મજ્ઞાન વિશે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 84 Part 2 20.08.2021

કુરુક્ષેત્રમાં ભેગા થયેલા બધા ઋષિઓને વસુદેવજી પ્રશ્ન કરે છે કે જીવનમાં દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું ઋણ કઈ રીતે ઉતારવું. ઋષિઓ તેના વિશે વસુદેવજીને સુંદર સલાહ આપે છે અને ભગવાન શ્રીકૃષ્ણની ઉમદા સ્તુતિ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 84 Part 1 19.08.2021

આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મૂર્તિ પ્રથા અને જડ વસ્તુઓમાં ભગવાન શોધવાનો આપણો પ્રયત્ન તેનું ખંડન કરવામાં આવ્યું છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 83 18.08.2021

આજના અધ્યાયમાં આપણે ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત અને ભગવાનની સ્તુતિ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 82 17.08.2021

સર્વગ્રાસ સૂર્યગ્રહણના સમયે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અનેક યાદવો સહિત ઘણા બધા લોકો આખા ભારતવર્ષમાંથી પોતપોતાના કલ્યાણ માટે અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી  સાથે ગોપ ગોપીઓનું પણ મિલન થાય છે, તેની વાત આજના અધ્યાયમાં સાંભળીશું.

Lyt til podcasten Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat i Replaio

Radio og podcasts i én app - gratis og uden tilmelding. Installer i dag, og gå ikke glip af lanceringen

Hent den på Google Play

Replaio er ikke podcastudgiver; programmernes navne, coverbilleder og lyd tilhører deres ophavsmænd og distribueres via offentlige RSS-feeds.